નવી પોલિસી માટે વ્હોટ્સએપ ફરી એક્ટિવ થઈ છે. થોડા દિવસ પહેલાં કંપની યુઝર્સને પોલિસીનું જ્ઞાન આપી રહી હતી તો હવે વ્હોટ્સએપ યુઝર્સને પોલિસી સંબંધિત ઓપ્શનની પસંદગી કરવા માટે રિમાઈન્ડર આપી રહી છે. રિપોર્ટ પ્રમાણે જો યુઝર્સ વ્હોટ્સએપની નવી પોલિસી એક્સેપ્ટ નહિ કરે તો એપ કામ કરવાનું બંધ કરી દેશે. યુઝર્સ મેસેજ સેન્ડ નહિ કરી શકે. ન તો ચેટ બેકઅપ લઈ શકશે.
નવી પોલિસી એક્સેપ્ટ કરવા માટે કંપનીએ યુઝર્સને 15 મે સુધીનો સમય આપ્યો છે. ટેક વેબસાઈટ ટેક ક્રન્ચના રિપોર્ટ અનુસાર કંપની યુઝર્સને નવી પોલિસી એક્સેપ્ટ કરવા માટે રિમાઈન્ડર આપશે. કંપનીના FAQ પેજ પ્રમાણે, જો યુઝર્સ 15 મે સુધી પોલિસી એક્સેપ્ટ નહિ કરે તો વ્હોટ્સએપ ફંક્શન લિમિટ કરવામાં આવશે.
વ્હોટ્સએપની તમામ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે યુઝર્સે નવી પોલિસી એક્સેપ્ટ કરવી જ પડશે. જો યુઝર તેને એક્સેપ્ટ નહિ કરે તો અકાઉન્ટ ઈનએક્ટિવ માની કંપની તેને 120 દિવસની અંદર ડિલીટ કરી દેશે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, નવી પોલિસી નામંજૂર કર્યા બાદ યુઝર્સ કોલ અને નોટિફિકેશનનો એક્સેસ કરી શકશે, પરંતુ મેસેજ સેન્ડ અને રીડ નહિ કરી શકે. એક વખત અકાઉન્ટ ડિલીટ થઈ જાય તો તેને રિવર્સ નહિ કરી શકાય. યુઝર્સ મેસેજ હિસ્ટ્રીને હંમેશાં માટે ખોઈ દેશે. સાથે જ અગાઉ જે ગ્રુપ્સમાં યુઝર એડ હશે તેમાંથી આપમેળે લેફ્ટ થઈ જશે. વ્હોટ્સએપના તમામ બેકઅપ ડિલીટ થઈ જશે. તેવામાં તમારી પાસે 2 ઓપ્શન છે...
1) તમામ સર્વિસનો લાભ લેવા માટે પોલિસી સ્વીકારી લો 2) તમારી ચેટ હિસ્ટ્રી ડાઉનલોડ કરી અન્ય કોઈ એપ પર સ્વિચ થઈ જાઓ
જો તમે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કરવા માગો છો તો તમે આ રીતે ટેલિગ્રામ પર તમારી ચેટ હિસ્ટ્રી શિફ્ટ કરી શકો છો. ટેલિગ્રામ પર વ્હોટ્સએપ ચેટ ટ્રાન્સફર કરવાના સ્ટેપ્સ:
આ વાતનું ખાસ ધ્યાન રાખો
તમારે દરેક ચેટને એક એક કરી ટ્રાન્સફર કરવાની રહેશે અને આ ફીચર ગ્રુપ ચેટ પર પણ કામ કરશે, પરંતુ મેસેજ ટેલિગ્રામ પર એક્સપોર્ટ કર્યા હશે તે દિવસમાં જોવા મળશે. વ્હોટ્સએપની જેમ તારીખ પ્રમાણે અલગ અલગ નહિ જોવા મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.