સાવધાન:આ 8 એપ્સનો ઉપયોગ કરતાં હો તો ચેતી જજો, 'જોકર વાઈરસ' તમારો ડેટા ચોરી કરી શકે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આ વાઈરસ એન્ડ્રોઈડ એપ્સ પર હુમલો કરી SMS, કોન્ટેક્ટ લિસ્ટ, OTP સહિતની માહિતી ચોરી કરે છે
 • આ વાઇરસ સાયલન્ટ પ્રકારનો છે જે મિનિમમ જાવા કોડનો ઉપયોગ કરે છે

જો તમે એન્ડ્રોડ યુઝર છો તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. એક વર્ષ પહેલાં એન્ડ્રોઈડ એપ્સ પર પોતાનો કહેર વરસાવનાર 'જોકર વાઈરસ' ફરી એક્ટિવ થયો છે. ગયા વર્ષે જુલાઈમાં આ વાઈરસે 40 એન્ડ્રોઈડ એપ્સને ટાર્ગેટ કરી હતી. ગૂગલે આ તમામ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરી હતી. રિપોર્ટ પ્રમાણે આ વખતે આ વાઈરસે 8 એન્ડ્રોઈડ એપ્સને ટાર્ગેટ બનાવી છે.

જોકર વાઈરસ એન્ડ્રોઈડ એપ્સ પર હુમલો કરી SMS, કોન્ટેક્ટ લિસ્ટ, OTP સહિતની માહિતી ચોરી કરે છે. અત્યાર સુધી આ વાઈરસથી 8 એપ્સ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળ્યા છે. તેના નામ આ પ્રમાણે છે:

 • Auxiliary Message
 • Fast magic SMS
 • Free CamScanner
 • Super Message
 • Element Scanner
 • Go messages
 • travel wallpapers
 • Super SMS

ટેકવેબસાઈટ ગેજેટ નાઉના રિપોર્ટ પ્રમાણે, આ તમામ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે, પરંતુ જો યુઝરના ફોનમાં આમાંથી કોઈ પણ એપ ઈન્સ્ટોલ હશે તો તેના ફોનમાં જોકર વાઈરસ એક્ટિવ રહેશે. જો તમે આમાંથી કોઈ પણ એપનો ઉપયોગ કરતા હો તો તેને તાત્કાલિક ધોરણે ડિલીટ કરો.

જોકર વાઈરસ
આ ટ્રોજન એન્ડ્રોઈડ યુઝરને ટાર્ગેટ કરે છે. જોકર વાઈરસથી પ્રભાવિત થયેલી ગયા વર્ષે જુલાઈમાં 11 અને ઓક્ટોબરમાં 34 એપ્સ ગૂગલે દૂર કરી હતી. આ વાઈરસ યુઝરના ફોનના SMS રીડ કરી શકે છે સાથે કોન્ટેક્ટ લિસ્ટ જોઈ શકે છે અને ડિવાઈસ ઈન્ફોર્મેશન લઈ શકે છે. આ વાઇરસ સાયલન્ટ પ્રકારનો છે જે મિનિમમ જાવા કોડનો ઉપયોગ કરે છે.