• Gujarati News
  • Utility
  • Gadgets
  • If You Are Thinking Of Getting A Smart Phone, Three Android Phones Are The Best, The Price Is From 16 Thousand To 1 Lakh

અભિષેક તૈલંગ સાથે ટેક ટોક:સ્માર્ટ ફોન લેવાનું વિચારો છો તો ત્રણ એન્ડ્રોઇડ ફોન છે બેસ્ટ, 16 હજારથી 1 લાખ સુધીની છે કિંમત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ માર્કેટમાં ફોનની વિશાળ રેન્જ જોવા મળે છે. પરંતુ તેમાંથી કયો ફોન બેસ્ટ છે તે વિશે અમુક લોકો અજાણ હોય છે. આજે અમે માર્કેટમાં ધુમ મચાવી રહેલા ટોપ-3 સ્માર્ટ ફોન વિશે જણાવીશું. જેમાં સેમસંગ, ઓપ્પો અને વીવોના ફોનનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનની કિંમત 16 હજાર રૂપિયાથી 1 લાખ સુધીની છે. જાણીએ આ ફોનની વિશેષતાંઓ.

Samsung Galaxy S22 Ultra
Samsung Galaxy S22 Ultra દરેક રીતે બેસ્ટ ફોન છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 8 જનરલ 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે અત્યાર સુધીનું બેસ્ટ પ્રોસેસર ગણી શકાય છે. આ સાથે જ આ ફોનમાં 8 જીબી રેમની સાથે-સાથે 12 જીબી રોમનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. સ્ટોરેજને લઈને વાત કરવામાં આવે તો 128 GB થી 1 TB સુધી સ્ટોરેજ આવે છે. Galaxy S22 Ultraમાં 6.8-ઇંચની કવર્ડ સ્ક્રીન છે.
ફોનના ફ્રન્ટ અને બેક બંને બાજુ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સાથે જ આ ફોનમાં 108 MP કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. વધુમાં 12 MP અલ્ટ્રાવાઈડ, 10 MP પેરિસકોપિક લેન્સ, 10 MP ટેલિફોટો લેન્સ પણ હોય છે. જો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ ફોન બેસ્ટ છે. આ ફોનની કિંમત 1.10 લાખ છે.

Oppo Reno 7
મિડ રેન્જ માટે Oppo Reno 7 એક બેસ્ટ ઓપ્શન છે. OPPOના આ ફોનમાં 6.40 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેના પર ગેમિંગથી લઈને વૉચિંગ જેવા બધા ટાસ્ક બહુ જ સારી રીતે કરી શકાય છે. Reno 7માં મીડિયા ટેક ડાયમેંનસિટી 900 પ્રોસેસર, 8GB રેમ અને 256 GB રોમ પણ મળે છે. જેનાથી મલ્ટીટાસ્કીંગ બહુ સારી રીતે થઇ શકે છે.
આ ફોનમાં 4500 mAhની બેટરી છે જે 1 દિવસ આરામથી ચાલે છે. ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે, જેથી ફોનને ઝડપથી ચાર્જ પણ કરી શકાય. Oppo Reno 7નો કેમેરો v-loggers માટે ખૂબ જ ઉપયોગી છે. આ ફોનમાં 64 MP + 8MP + 2MP રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે અને તેમાં 32 MP ફ્રન્ટ સેલ્ફી કેમેરો પણ છે. આ ફોનની કિંમત 28,999 છે.

Vivo T1 5G
ઓછા બજેટમાં સારો ફોન લેવો હોય તો Vivo T1 5G ખૂબ જ બેસ્ટ છે. Vivo T1 માં સ્નેપડ્રેગન 695 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે સારું ગેમિંગ પરફોર્મન્સ આપે છે. આ ફોનમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.58 ઇંચની પણ ડિસ્પ્લે આપવામાં આવી છે. Vivo T1 પાસે 50+2+2 MP રીયર કેમેરા સેટઅપ તેમજ 16 MP ફ્રન્ટ કેમેરો છે. ઓછા બજેટમાં આ ફોન એક સારો વિકલ્પ બની શકે છે. આ ફોનની કિંમત 15,990 છે.