ટેક ગાઈડ:જૂનો સ્માર્ટફોન વેચી નવો ખરીદવા જઈ રહ્યા છો તો, પહેલાં આ કામ પતાવી ડેટા સિક્યોર કરી લો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનો ફોન આપતાં પહેલાં ફેક્ટરી ડેટા રીસેટ કરવાનું ન ભૂલો
  • સિમ કાર્ડ અને માઈક્ર SD કાર્ડ રિમૂવ કર્યા બાદ ફોન એક્સચેન્જ કરો

ફેસ્ટિવ સિઝનમાં ઓનલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પર સારી એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ પ્લેટફોર્મ જૂના સ્માર્ટફોનને બદલે નવો સ્માર્ટફોન લેવા પર 15 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે જૂના ફોનની કન્ડિશન પ્રમાણે તેની કિંમત નક્કી થાય છે. જો તમે પણ આ ઓફરનો લાભ લઈ નવો સ્માર્ટફોન લેવાના છો તો તમારે ડેટા સિક્યોર કરવો પડશે. તમારા જૂના ફોનમાં રહેલા ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. આ ટિપ્સ ફોલો કરી તમે તમારો ડેટા સિક્યોર કરી શકો છો.

ફેક્ટરી ડેટા રીસેટ

જૂનો ફોન આપતાં પહેલાં ફોન ફેક્ટરી ડેટા રીસેટ કરવો જરૂરી છે. આ ડેટા રીસેટ કરવાથી તમારો બધો જ ડેટા ડિલીટ થઈ જશે. ફોનના મેન સેટિંગમાં બેકઅપ એન્ડ રીસેટ ઓપ્શનમાં જઈ તમે ફોન ફેક્ટરી ડેટા રીસેટ કરી શકો છો.

ડેટા બેકઅપ
જૂનો ફોન આપતાં પહેલાં તમારા ડેટાનું બેકઅપ લેવાનું ન ભૂલો. સેટિંગમાં આપેલાં બેકઅપ ઓપ્શનથી તમારો ડેટા બેકઅપ કરો. આ ડેટા તમે ગૂગલ ડ્રાઈવ પર સેવ કરી શકો છો.

માઈક્રો SD કાર્ડ રિમૂવ કરો
જો તમે ફોનમાં માઈક્રો SD કાર્ડનો ઉપયોગ કરતા હો તો ફોન આપતાં પહેલાં તેને રિમૂવ કરવાનું ન ભૂલો. તમારો પર્સનલ ડેટા તેમાં હોવાથી તેને સિક્યોર કરો. આ સાથે જ તમારું સિમ કાર્ડ પણ રિમૂવ કરો.

વ્હોટ્સએપ ચેટ બેકઅપ લો
તમારા ફોનમાં વ્હોટ્સએપ હોય તો તેનું બેકઅપ લેવાનું ન ભૂલો. જૂનાં ડિવાઈસ પર ચેટનું બેકઅપ લીધું હશે તો જ તમે નવા ડિવાઈસમાં તેને રીસ્ટોર કરી શકશો.

ફોન ઈન્ક્રિપ્શન
ફેક્ટરી ડેટા રીસેટ કરતાં પહેલાં ચેક કરો કે તમારો સ્માર્ટફોન ઈન્ક્રિપ્ટેડ છે કે નહિ. જો ન હોય તો તેને મેન્યુઅલી ઈન્ક્રિપ્શન આપો. આમ કરવાથી તમારા ફોનમાંથી ડેટા ટ્રાન્સફર કરવો મુશ્કેલ બને છે. તેથી તમારો ડેટા સિક્યોર રહે છે.