સિક્યોરિટી અલર્ટ:સોશિયલ મીડિયા પર દરેક પળોના ફોટોઝ અપલોડ કરવાનો શોખ છે, તો મોબાઈલ અપડેટ કરવા સહિતની આ વાતોનું ધ્યાન રાખો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર મહિલાઓનો ફોટો અપલોડ કરી તેમની હરાજી અને આપત્તિજનક પોસ્ટનો નવો કેસ સામે આવ્યો છે. આ મામલે દિલ્હી સાયબર સેલે કેસ નોંધ્યો છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર અને વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓની સંખ્યા વધારે છે. જો તમે પણ આ સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરો છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે.

દર 10માંથી 9 લોકો સોશિયલ મીડિયા પર
સોશિયલ મીડિયાનો ક્રેઝ એ હદે વધ્યો છે કે 10માંથી 9 લોકો તેના યુઝર બન્યા છે. ડેટા રિપોર્ટલના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા 4.55 અબજથી વધારે થઈ ગઈ છે. આ સંખ્યા દુનિયાની વસતીના 58% જેટલી છે. અર્થાત દર 10માંથી 9 લોકો સોશિયલ મીડિયા યુઝર છે. 2020ની સરખામણીએ 2021માં સોશિયલ મીડિયા યુઝર્સ 8% વધ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે છે.

મહિલાઓની સંખ્યા વધારે

સોશિયલ મીડિયાપુરુષમહિલા
ફેસબુક6375
ઈન્સ્ટાગ્રામ3143
પિન્ટરેસ્ટ1542
સ્નેપચેટ2424
ટ્વિટર2421
લિંક્ડઈન2924
યુટ્યુબ7868

વ્હોટ્સએપ

2119

સંદર્ભ: બ્રાન્ડવોચ, વર્લ્ડમીટર

સોશિયલ મીડિયા પર સેફ રહેવાની ટિપ્સ
1. અજાણી વ્યક્તિથી દૂર રહો

સાયબર ક્રિમિનલ્સ સોશિયલ મીડિયા પર બ્લેકમેલિંગ ટૂલ ઉપયોગ કરી રહ્યા છે. હેકર્સના નિશાના પર દરેક ઉંમરના લોકો છે. મહિલાઓ સૌથી વધારે તેનો ભોગ બની છે.

સાયબર સિક્યોરિટી એક્સપર્ટ દીપક કુમાર દ્વિવેદી જણાવે છે કે સોશિયલ મીડિયા પર સિક્યોર રહેવા માટે અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરતાં બચો. ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલાં તેની પ્રોફાઈલ ચેક કરો.

2. પર્સનલ મેસેજ કરવાની ભૂલ ન કરો
ઈન્ટરનેટની દુનિયામાં કોણ ફ્રોડ છે અને કોણ અસલ તે જાણવું મુશ્કેલ બને છે. ઈન્ટરનેટ પર ઢગલો ફેક પ્રોફાઈલ અવેલેબલ છે. તેથી અજાણી વ્યક્તિ સાથે પર્સનલ ચેટ કરતા બચો.

3. પ્રાઈવેટ લાઈફ શેર ન કરો
એક્સપર્ટ જણાવે છે કે સોશિયલ મીડિયા પર તમારી પર્સનલ લાઈફ શેર ન કરવી જોઈએ. સાયબર ક્રિમિનલની નજર તમારી દરેક એક્ટિવિટી પર હોય છે. આ એક્ટિવિટી ટ્રેક કર્યા બાદ તે તમને શિકાર બનાવે છે.

4. ભડકાઉ પોસ્ટ ન કરો
તમારા પર્સનલ વિચારો પોસ્ટ કરતાં પહેલાં વિચારી લો કે તે અસરદાર હોવા જોઈએ ભડકાઉ નહિ. તમારી એક પોસ્ટ આખા સમાજમાં અવ્યવસ્થા ઊભી કરી શકે છે.

આ રીતે પ્રોફાઈલ સિક્યોર કરો

  • એક્સપર્ટ જણાવે છે કે, સાયબર ક્રાઈમથી બચવા માટે પોતાનો મોબાઈલ ફોન અપડેટ કરતાં રહો. અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. ફેસબુક પર થર્ડ પાર્ટી એપ્સથી દૂર રહો. થર્ડ પાર્ટી એપ્સ સાથે ડેટા શેર ન કરો.
  • પ્રોફાઈલ પ્રાઈવસી ઓન રાખો. ફોટો પોસ્ટ કરતા સમયે પણ પ્રાઈવસીનું ધ્યાન રાખો. સમયાંતરે પાસવર્ડ બદલો.
અન્ય સમાચારો પણ છે...