હાલ ચોતરફ ચર્ચામાં હોય તો તે બોલિવૂડની ડ્રગ્સ ચેટ છે. વ્હોટ્સએપની વાઈરલ થયેલી ચેટના પરિણામ એ આવ્યા કે દીપિકાથી લઈને સારા અલી ખાનને NCBનું તેડું આવ્યું. આમ તો વ્હોટ્સએપ ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ડેટ હોય છે. તો સેલેબ્સની ડ્ર્ગ્સ ચેટ કેવી રીતે લીક થઈ? આ સવાલ પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં વ્હોટ્સએપે તેની સિક્યોરિટી માટે સ્ટેટમેન્ટ પણ આપ્યું છે.
જોકે આ સ્ટેટમેન્ટમાં કાંઈ જ નવું નહોતું. વ્હોટ્સએપ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે, પરંતુ તે ડાયરેક્ટ નથી. બલકે ઈનડાયરેક્ટલી ચેટ્સ હાંસલ કરી શકાય છે. વ્હોટ્સએપ તરફથી કહેવાયું છે કે વ્હોટ્સએપ અકાઉન્ટ પર માત્ર ફોન નંબરથી જ સાઈન અપ કરી શકાય છે. કંપની પાસે પણ યુઝર્સના મેસેજ કન્ટેન્ટનો એક્સેસ નથી હોતો.
શું વ્હોટ્સએપ બેકઅપ સિક્યોર છે?
કંપનીના જણાવ્યા પ્રમાણે, બેકઅપ ક્લાઉડ સ્ટોરેજ અથવા બેકઅપમાં રાખવામાં આવે છે તે ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ નથી હોતી. સામાન્ય રીતે યુઝર્સ વ્હોટ્સએપનું બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર રાખે છે. વ્હોટ્સએપમાં ઓટો ચેટ બેકઅપનો પણ ઓપ્શન મળે છે. તેનાથી ચેટ્સ ક્લાઉડ પર સ્ટોર થાય છે
જો કોઈને તમારી વ્હોટ્સએપ ચેટ લીક કરવી હોય, તો તે તમારા જીમેઈલ આઈડીથી ડ્રાઈવનાં માધ્મયથી મેળવી શકે છે. જીમેઈલમાં સ્ટોર થયેલું બેકઅપ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ હોતું નથી.
સિક્યોરિટી એજન્સી ક્લોનિંગ કરે છે
ફોનનું ક્લોનિંગ કરવામાં આવ્યું હોવાથી ફોનના મેસેજ, ફોટો, કોલ રેકોર્ડ્સ અને ક્લાઉડ એપ્સનો એક્સેસ મળે છે. ત્યાંથી વ્હોટ્સએપ ચેટ્સ સરળતાથી રિકવર કરી શકાય છે. વ્હોટ્સએપ ચેટ્સ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે, પરંતુ તેનું બેકઅપ નથી. જો કોઈને બેકઅપનો એક્સેસ મળી જાય તો સરળતાથી વ્હોટ્સપએપ ચેટ્સ મેળવી શકાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.