તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • If The TV Remote Is Not Working Check It This Way Before Throwing It Away; Learn These 5 Beneficial Tips Connected To Smartphones

ટેક ગાઈડ:ટીવીનું રિમોર્ટ કામ નથી કરી રહ્યું તો તેને ફેંકતા પહેલાં આ રીતે ચેક કરો; સ્માર્ટફોનથી જોડાયેલી આ ફાયદાકરક 5 ટિપ્સ જાણો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રિકનો ઉપયોગ કરી મ્યૂઝિક લવર્સ ફોનનો સાઉન્ડ વધારે લાઉડ કરી શકે છે
  • સ્માર્ટફોનને પ્રોજેક્ટરમાં બદલી મોટી સ્ક્રીન પર મૂવી જોઈ શકાશે

સ્માર્ટફોનનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે. અત્યાર સુધી તમે સ્માર્ટફોનનો બેઝિક ઉપયોગ કર્યો હશે, પંરતુ શું તમે જાણો છે કે કેટલીક ટિપ્સથી તમે સ્માર્ટફોનથી ટીવી, DTH અથવા કોઈ પણ રિમોટ ચેક કરી શકો છો. તમે તમારા ફોનને મૂવી પ્રોજેક્ટર પણ બનાવી શકો છો સાથે જ તેની સાઉન્ડ ક્વોલિટી પણ વધારી શકો છો. તો આવો જાણીએ આ ટિપ્સ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો...

1. મેક્રો ફોટો ક્લિક કરવો

હાલ સ્માર્ટફોનમાં કંપની મેક્રો લેન્સ સાથે કેમેરા લોન્ચ કરે છે, જેથી તમે એક નાનકડી કીડીનો પણ ક્લિઅર કટ ફોટો લઈ શકો. આ કામ તમે કોઈ લેન્સ વગર પણ કરી શકો છો. જો તમારા ફોનમાં મેક્રો લેન્સ ન હોય તો તમે તમારા રિઅર કેમેરાના લેન્સ પર પાણીનું ટપકું લગાવવાનું રહેશે. તેનાથી લેન્સનો ઝૂમ સારો બની જશે અને સારું રિઝોલ્યુશન આપશે.

2. રિમોટ ચેક કરવું

ટીવી, DVD અથવા કોઈ પણ ડિવાઈસનાં રિમોટની બેટરી બદલ્યા બાદ પણ કામ ન કરે તો રિમોટ બગડી ગયું છે કે કેમ તે નક્કી કરવું મુશ્કેલ બને છે. આ કામ સ્માર્ટફોનથી કરી શકાય છે. રિમોટના સેન્સરને ફોનના કેમેરા સામે રાખી રિમોટનું બટન દબાવો. આમ કરવા પર રિમોટના સેન્સરની લાઈટ બ્લિન્ક થાય તો રિમોટ કામ કરી રહ્યું છે.

3. સ્માર્ટફોન પ્રોજેક્ટર

તમે તમારા સ્માર્ટફોનને પ્રોજેક્ટરમાં પણ પરિવર્તિત કરી શકો છો. તેના માટે એક બિલોરી કાચ અને એક ખાલી બોક્સની જરૂર પડશે. બોક્સની એક બાજુ બિલોરી કાચ ફિટ થઈ જાય તે રીતે કાપી લો. તે જગ્યાએ બિલોરી કાચ લગાવો. બોક્સમાં કાચની સામે મોબાઈલ મૂકી કોઈ પણ વીડિયો પ્લે કરો. આ રીતે સેટઅપ કરવાથી બોક્સની સામે દિવાલ પર મોટી સ્ક્રીન દેખાશે. જો વીડિયો બ્લર દેખાય તો સ્માર્ટફોનને રિસેટ કરો. સાઉન્ડ માટે તમારે બલુટૂથ સ્પીકરની મદદ લેવી પડશે.

4. ઈયરફોનથી ફોટો ક્લિક કરવો

ઈયરફોન મ્યૂઝિક સાંભળવા સિવાય ફોટો કેપ્ચરમાં પણ તમારી મદદ કરી શકે છે. ઈયરફોનના પ્લે/પોઝ બટનની મદદથી તમે ફોટો પણ કેપ્ચર કરી શકો છો. તો ઈયરફોનના વોલ્યુમ બટનથી તમે ફોટો ઝૂમ ઈન/આઉટ કરી શકો છો. જોકે આ ફીચર્સ કેટલાક જ સ્માર્ટફોનમાં કામ કરે છે.

5. લાઉડર સાઉન્ડ

જો તમારા સ્માર્ટફોનની સાઉન્ડ ક્વોલિટી સારી નથી. તો તમે સાઉન્ડને લાઉડ કરવા માટે એક જારની મદદ લઈ શકો છો. જારની અંદર નીચેના ભાગમાં ફોનના સ્પીકરવાળા પાર્ટ ટચ થાય તે રીતે મૂકો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો