વ્હોટ્સએપ યુઝર્સ અલર્ટ:ઓપરેટિંગ સિસ્ટમ જૂની હશે તો આજથી વ્હોટ્સએપ કામ નહીં કરે, સેમસંગથી લઈ આઈફોન યુઝર્સ પર તેની અસર થશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન, iOS 10 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર જ વ્હોટ્સએપ સપોર્ટ કરશે

જો તમારા ફોનમાં આજથી અચાનક વ્હોટ્સએપ કામ ન કરે તો તમારે OS અપડેટ અથવા નવો ફોન લાવવાની જરૂર છે. આજે 1 નવેમ્બરથી એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ પર જૂની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા તમામ મોડેલ્સ પર વ્હોટ્સએપ બંધ થઈ જશે. આજથી વ્હોટ્સએપ એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન સાથે જ iOS 10 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર જ સપોર્ટ કરશે.

તમારા ફોનમાં કઈ OS છે તમે તેને કઈ રીતે અપડેટ કરી શકો છો? વ્હોટ્સએપ સપોર્ટ ન કરતાં લિસ્ટમાં તમારો સ્માર્ટફોન સામેલ છે કે કેમ આવો જાણીએ..

વ્હોટ્સએપ ચાલુ રાખવા આ રીતે OS ચેક કરો.એન્ડ્રોઈડ યુઝર્સ: ફોનમાં કઈ OS છે તે સેટિંગમાં જઈ ચેક કરો. આ સ્ટેપ જુઓ.

ઉપરોક્ત સ્ટેપ્સ ફોલો કર્યા બાદ જો તમારી OS 4.1 કરતાં ઓછી હોય તો તમારે તેનાથી ઉપરની OS સપોર્ટ કરતો ફોન લેવાની જરૂર પડશે.

અપડેટ ચેક કરો

તમારો ફોન ઓરિજિલની ભલે ડાઉનગ્રેડેડ હોય પણ બની શકે તેમાં અપડેટ આવી હોય. OS અપડેટ કરી પણ તમે વ્હોટ્સએપ અકાઉન્ટ બચાવી શકો છો. ફોનની બેટરી 50% સુધી ચાર્જ હોય તો જ ફોન અપડેટમાં મુકો. અપડેટ પ્રોસેસ દરમિયાન ફોનમાં કોઈપણ બટન ટચ કરો નહિ.

iOS યુઝર્સ: આ રીતે ચકાસો તમારું iOS વર્ઝન.

ઉપરોક્ત સ્ટેપ્સ ફોલો કર્યા બાદ જો તમારી iOS 10 કરતાં જૂની હશે તો તમારે નવો આઈફોન લેવો પડશે અથવા તમારે સિસ્ટમ અપડેટ્સ કરવી પડશે.

આ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ ભૂતકાળ બનશે1 નવેમ્બરથી ઢગલો સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ બંધ થવા જઈ રહ્યું છે. આ લિસ્ટમાં આશરે 150 સ્માર્ટફોન છે. તેમાં એપલ, સેમસંગ, LG, ZTE, માઈક્રોમેક્સ સહિત અનેક કંપનીઓના સ્માર્ટફોન સામેલ છે. એન્ડ્રોઈડ 4.1 અને તેની ઉપરનાં તમામ વર્ઝન, iOS 10 અને તેની ઉપરનાં તમામ વર્ઝન તેમજ KaiOS 2.5.0 સાથે લેટેસ્ટ જિયોફોનમાં જ વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટફોન પર વ્હોટ્સએપ ભૂતકાળ બની જશે

એપલ આઈફોન

 • આઈફોન SE (ફર્સ્ટ જનરેશન)
 • આઈફોન 6s
 • આઈફોન 6s પ્લસ

LG

 • LG લુસિડ 2
 • ઓપ્ટિમસ F7
 • ઓપ્ટિમસ F5
 • ઓપ્ટિમસ L3 II ડ્યુઅલ
 • ઓપ્ટિમસ F5
 • ઓપ્ટિમસ L5
 • ઓપ્ટિમસ L5 II
 • ઓપ્ટિમસ L7
 • ઓપ્ટિમસ L7 II ડ્યુઅલ
 • ઓપ્ટિમસ L7 II
 • ઓપ્ટિમસ F6
 • ઓપ્ટિમસ L4 II ડ્યુઅલ
 • ઓપ્ટિમસ L2 II
 • ઓપ્ટિમસ નિટ્રો HD
 • ઓપ્ટિમસ નિટ્રો 4X HD
 • ઓપ્ટિમસ F3Q

સેમસંગ

 • સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ લાઈટ
 • સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ II
 • ગેલેક્સી S2
 • ગેલેક્સી S3 મિની
 • ગેલેક્સી X કવર 2
 • ગેલેક્સી કોર
 • ગેલેક્સી S2

સોની

 • સોની એક્સપિરિયા મિરો
 • સોની એક્સપિરિયા નિયો L
 • એક્સપિરિયા આર્ક S

હુવાવે

 • હુવાવે એસ્કેન્ડ મેટ
 • એસ્કેન્ડ G740
 • એસ્કેન્ડ D ક્વૉડ XL
 • એસ્કેન્ડ D1 ક્વૉડ XL
 • એસ્કેન્ડ P1 S
 • એસ્કેન્ડ D2

આ સિવાય HTC ડિઝાયર 500, લેનોવો A820 અને THL W8 સ્માર્ટફોન પર 1 નવેમ્બરથી વ્હોટ્સએપ સપોર્ટ નહિ કરે.