દેશમાં 5G સ્પીડવાળું ઈન્ટરનેટ લાવવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. હાલમાં જ આ માટે 1.5 લાખ કરોડ રૂપિયાનાં સ્પેક્ટ્રમની હરાજીમાં બોલી લગાવવામાં આવી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે, કે દેશમાં ઓક્ટોબર-નવેમ્બર સુધી અથવા વર્ષનાં અંત સુધીમાં કોર્પોરેટ્સ અને પ્રોફેશનલ્સ જેવા પસંદગીનાં યૂઝર્સ માટે 5G સર્વિસ શરૂ કરી દેવામાં આવશે.
આવી સ્થિતિમાં 5G સ્પીડ માટે 4G ફોન બેકાર થઈ જશે. આ માટે તમારે 5G સ્માર્ટફોનની જરૂર પડશે. જેને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે આવા જ 5 બજેટવાળા 5G સ્માર્ટફોનનું લિસ્ટ લઇને આવ્યા છીએ, જેમાં શાનદાર પ્રોસેસરવાળી દમદાર બેટરી પણ છે. તો આવો જાણીએ...
1. મોટો G51 5G
તેમાં 6.8 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ટ્રિપલ રિયલ કેમેરાનું સેટઅપ 50MP + 8MP + 2MP અને 13MP સેલ્ફી કેમેરા સાથે આવે છે. તેની બેટરી 5000mAhની છે. જે એક વખત ચાર્જ થયા બાદ આખો દિવસ ચાલે છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં 480 + SOCપ્રોસેસર મળે છે. તેની કિંમત 12,249 રૂપિયા છે.
2.પોકો M4 પ્રો 5G
પોકો M4 પ્રો 5G 15,000 સુધીના બજેટમાં શ્રેષ્ઠ ફોનમાંથી એક છે, જે 3 સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. તેનાં 4GB + 64GB વેરિઅન્ટની કિંમત ₹12,499 , 6GB + 128GB વેરિઅન્ટની કિંમત ₹14,499 અને 8GB+ 128GB વેરિઅન્ટની કિંમત ₹16,499 છે. તેમાં 6.6 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. કેમેરાનાં કિસ્સામાં, તમને 50MP+ 8MP ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે. તેમાં પ્રોસેસર તરીકે 5000mAhની બેટરી અને મીડિયાટેક ડાયમેન્શન 810 છે.
3. રિયલમી નાર્ઝો 30 5G
આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની સ્ક્રીનની 90HZ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 5000mahની બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડિમેન્સિટી 700 5G પ્રોસેસર અને 48MPનો પ્રાઇમરી કેમેરા છે, જે એક સારો કેમેરો છે. બાય ધ વે, આ ફોન 2 સ્ટોરેજ વેરિઅન્ટમાં જોવા મળે છે. તેની કિંમત 4GB+64GB 14,999₹ અને 6GB+128GBની કિંમત 16,999 ₹ છે.
4. રેડમી નોટ 10T 5G
આ ફોન બે વેરિએન્ટમાં આવે છે. 4GB+64GB વેરિએન્ટની કિંમત 11,999₹ અને 6GBરેમ+128GB સ્ટોરેજ મોડલની કિંમત 13,999₹ છે. તેમાં 48MPનો ટ્રિપલ રિયર કેમેરાં, મીડિયા ટેક ડાયમેન્મેટિટી 700 SOC પ્રોસેસર અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી આપવામાં આવી છે.
5. સેમસંગ ગેલેક્સી M13 5G
આ ફોનમાં MTK D 700 ઓક્ટા કોર પ્રોસેસર મળે છે. સ્માર્ટફોનની પાછળ 50MP + 2MPનો કેમેરા મળે છે. સેલ્ફી માટે 5MPનો કેમેરો મળે છે. આમાં 6.5 ઈંચની ડિસ્પ્લે મળે છે. આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.