તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:શાઓમીના ‘રેડમી નોટ9 પ્રો’ સ્માર્ટફોનનો આજે ત્રીજો સેલ, ICICI બેંકનાં ગ્રાહકોને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકાશે
 • ફોનનાં 4GB + 64GB બેઝિક વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે
 • ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ MIUI11 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે
 • ફોનમાં ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ NavIC આપવામાં આવી છે

ચાઈનીઝ ટેક કંપની શાઆમી નોટ 9 સિરીઝનાં સ્માર્ટફોન ‘રેડમી નોટ9 પ્રો’નો ગુરુવારે બપોરે 12 વાગ્યે ત્રીજો સેલ શરૂ થશે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકશે. ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ નક્કી કરેલા કેટલાક જ વિસ્તારમાં ડિલિવરી શરૂ કરવામાં આવશે. અન્ય ગ્રાહકો ફોનનું પ્રિ બુકિંગ કરાવી શકે છે. કંપનીએ ટ્વીટ કરી સેલ માહિતી શેર કરી છે.

‘રેડમી નોટ9 પ્રો’ની કિંમત અને વેરિઅન્ટ

4GB + 64GB: 13,999 રૂપિયા

6GB + 128GB: 16,999 રૂપિયા

ફોનની ખાસ વાત એ છે કે ફોનમાં ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ NavIC મળશે. સાથે જ 48MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં એન્ડ્રોઈડ 10  વિથ MIUI11 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.

ઓફર

એમેઝોન પર ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય કેટલાક બેંકનાં કાર્ડ પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે. આ ફોન અરોર બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ અને ઈન્ટસેલર બ્લેક કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

‘રેડમી નોટ 9 પ્રો’નાં બેઝિક  સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.67-ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2400 પિક્સલ

OS

એન્ડ્રોઈડ 10  વિથ MIUI11

પ્રોસેસર

કવૉલકોમ સ્નેપડ્રેગન 720G

રિઅર કેમેરા 

48 MP+ 8 MP + 5 MP+ 2 MP

ફ્રન્ટ કેમેરા   

16 MP

રેમ 

4GB/6GB

સ્ટોરેજ

64GB/128GB

બેટરી  

5020mAh વિથ ફાસ્ટ વૉટ ચાર્જિંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો