તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Huge Discounts On The SONY's Products, Including Headphones, Earbuds And Speakers, Up To 22% Off At Home Theaters Under World Music Day Fest

સોનીની સ્પેશિયલ ઓફર:વર્લ્ડ મ્યુઝિક ડે ફેસ્ટ હેઠળ કંપનીનું હેડફોન, ઈયરબડ્સ અને સ્પીકર સહિતની પ્રોડ્કટ પર ભારે ડિસ્કાઉન્ટ, હોમ થિયેટર પર 22% સુધીનું ડિસ્કાઉન્ટ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટ, એેમેઝોન સહિતના ઈ કોમર્સ પોર્ટલ અને મેઝર ઈલેક્ટ્રોનિક સ્ટોર પરથી ડિસ્કાઉન્ટ સાથે ઓડિયો પ્રોડક્ટની ખરીદી કરી શકાશે
  • WH-CH710N નોઈઝ કેન્સલિંગ હેડફોનની ખરીદી ₹7000નાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે
  • આ ફેસ્ટમાં બ્લુટૂથ સ્પીકર પર 32% સુધીનું અને સાઉન્ડબાર પર 31% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

21 જૂને વર્લ્ડ મ્યુઝિક ડેના અવસરે જો તમે ઓડિયો પ્રોડક્ટ ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો સોની તમારા માટે એક સ્પેશ્યલ ઓફર લઈને આવી છે. કંપનીનો 4 દિવસનો વર્લ્ડ મ્યુઝિક ડે ફેસ્ટ આજથી લાઈવ થયો છે. આ સેલ 21 જૂન સુધી ચાલશે. આ સેલમાં હેડફોન, ટ્રુ વાયરલેસ સિરીઝ, પોર્ટેબલ બ્લુટૂથ સ્પીકર અને સાઉન્ડબાર સહિતની આઈટેમ્સ ડિસ્કાઉન્ટમાં મળશે. આ ડિસ્કાઉન્ટ સાથે ફ્લિપકાર્ટ, એેમેઝોન સહિતના ઈ કોમર્સ પોર્ટલ અને મેઝર ઈલેક્ટ્રોનિક સ્ટોર પરથી ઓડિયો પ્રોડક્ટ્સની ખરીદી કરી શકાશે.

₹5000ની અંદર નેકબેન્ડ અને ઈયરફોન

આ ફેસ્ટમાં ઈયરફોન અને નેકબેન્ડની વિશાળ રેન્જ સામેલ છે. કંપની 5000 રૂપિયાની અંદર નેકબેન્ડ અને ઈયરફોન ઓફર કરી રહી છે. તેમાં 6990 રૂપિયાના ઈયરફોન 3990માં મળી રહ્યા છે. તો WI-C310ની ખરીદી ઓફરમાં 2190 રૂપિયામાં કરી શકાશે. સાથે જ W-C200 મોડેલ પર 1291 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

TWS અને હેડફોન અંડર ₹10,000
વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન સ્ટડીને કારણે ટ્રુ વાયરલેસની ડિમાન્ડ વધી છે. તેને ધ્યાનમાં રાખી કંપનીએ નોઈઝ કેન્સલિંગ હેડોન અને TWS હેડફોનની કિંમત 10,000 રૂપિયાની અંદર રાખી છે.

WH-CH710N નોઈઝ કેન્સલિંગ હેડફોનની ખરીદી આ સેલમાં 7990 રૂપિયામાં કરી શકાશે. તેની વાસ્તવિક કિંમત 14,990 રૂપિયા છે. ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઈયરબડ્સ પર પણ કંપની સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સેલમાં WF-H800 8990 રૂપિયામાં અને WF-XB700ની ખરીદી 6990 રૂપિયામાં કરી શકાશે.

અંડર ₹20,000
કંપની આ ફેસ્ટમાં તેની પ્રીમિયમ ક્વોલિટીની ઓડિયો પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલમાં WH-1000XM3ની ખરીદી 19,990માં, WH-XB900Nની ખરીદી 14,990 રૂપિયામાં, WH-H910Nની ખરીદી 10,990 રૂપિયામાં અને WH-CH710Nની ખરીદી 7990 રૂપિયામાં કરી શકાશે.

આ સાથે જ કંપની સાઉન્ડબાર અને હોમ થિયેટર પર સ્પેશિયલ ઓફર કરી રહી છે. કંપની હોમ થિયેટર પર 22% સુધી અને સાઉન્ડબાર પર 31% સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની બ્લુટૂથ સ્પીકર પર 32% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.