તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુવાવેની પોતાની OS લોન્ચ:સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડને રિપ્લેસ કરશે HarmonyOS, અમેરિકામાં કંપની પર બૅન લાગ્યા બાદ કંપનીએ પોતાની OS લોન્ચ કરવાની જાહેરાત કરી હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની નવી OS આ વર્ષના અંત સુધીમાં 20 કરોડ સ્માર્ટફોન પર રોલઆઉટ કરશે
  • નવી OSની અપડેટ ફ્લેગશિપ મેટ 40 સ્માર્ટફોન સાથે મેટ X2 ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં લોન્ચ કરી

ચાઈનીઝ કંપની હુવાવેએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ HarmonyOS ઓફિશયલી લોન્ચ કરી છે. સાથે જ તેના ફોનમાં નવી OSની અપડેટ પર રિલીઝ કરી છે. હુવાવેની ઈનહાઉસ OS લોન્ચ થવાથી તે એન્ડ્રોઈડ OSને રિપ્લેસ કરશે. અમેરિકા દ્વારા હુવાવે પર બૅન લગાવ્યા બાદ કંપનીએ 2019માં પોતાની OSની જાહેરાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું તેની સીધી ટક્કર ગૂગલ એન્ડ્રોઈડ અને એપલ iOSથી થશે.

હુવાવે ડેવલપર્સ કોન્ફરન્સ 2019 દરમિયાન કંપનીએ પ્રથમ વખત OSના ફીચર્સની ઝલક બતાવી હતી. ત્યારે કંપનીના CEO રિચર્ડ યુએ કહ્યું હતું કે OS સ્માર્ટફોન, સ્માર્ટ સ્પીકર્સ સાથે સેન્સર્સવાળા ડિવાઈસ પર રન કરી શકશે. જોકે હુવાવેએ આ OS પર 2016થી કામ શરૂ કર્યું હતું.

2 જૂનથી રોલઆઉટ થઈ નવી OS
હુવાવેએ Harmony OSને 2 જૂનથી રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. કેટલાક ડિવાઈસ પર તેને ત્રીજા ક્વાર્ટરમાં રિલીઝ કરવામાં આવશે. કંપની નવી OS આ વર્ષના અંત સુધીમાં 20 કરોડ સ્માર્ટફોન પર રોલઆઉટ કરશે. આ OSનું ઈન્ટરફેસ એપલ iOS સાથે મળતું આવે છે.

આ સ્માર્ટફોન માટે રોલઆઉટ થઈ Harmony OS
Mate40 Pro
Mate40 Pro+
Mate40 RS
Mate40
Mate40E
Mate X2
P40
P40 4G
P40 Pro
P40 Pro+
Mate 30 Pro
Mate 30 Pro 5G
Mate 30E Pro 5G
Mate 30 RS
Mate 30
Mate 30 5G
MatePad Pro
MatePad Pro 5

સ્માર્ટફોન અને સ્માર્ટવોચ પર મળશે HarmonyOS

કંપનીએ નવી OSની અપડેટ ફ્લેગશિપ મેટ 40 સ્માર્ટફોન સાથે મેટ X2 ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં લોન્ચ કરી છે. હુવાવેની નવી વોચ સિરીઝ 3 સ્માર્ટવોચ અને મેટપેડ પ્રો ટેબ્લેટ પણ નવી OS સાથે આવશે. વોચ માટેની OS કંપની આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરશે.

આ વર્ષે ત્રીજા ક્વાર્ટરમાં આ સ્માર્ટફોન પર નવી OS મળશે
Mate 20
Mate 20 Pro
Mate 20 RS
nova 7 SE
nova 7 SE 5G Youth
nova 8 5G
nova 8 Pro 5G
nova 8 Pro 4G
nova 8 SE
nova 7 5G
nova 7 Pro 5G
nova 6
nova 6 5G
nova 6 SE
MatePad 10.8
MatePad 10.4
MatePad 5G

કંપનીએ પોતાની નવી P50 સિરીઝ માટે પણ નવી OS ઓફિશિયલી અનાઉન્સ કરી છે. આ નવો સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે. હુવાવેએ વોચ 3 અને વોચ 3 પ્રો પણ લોન્ચ કરી છે. કંપની તેના અપકમિંગ ટીવી પર પણ કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...