તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ચ:ભારતમાં ‘હુવાવે ફ્રી બડ્સ3’ વાયરલેસ ઈયરફોન લોન્ચ થયાં, કિંમત ₹ 12,990

9 મહિનો પહેલા
 • એક્ટિવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી અને 14.2mmનાં ડ્રાઈવર્સ મળશે
 • ઈયરફોનનાં કાર્બન બ્લેક અને સિરામક વ્હાટકલર વેરિઅન્ટ લોન્ચ થયાં
 • 20મેથી એમેઝોન પરથી તેની ખરીદી કરી શકાશે
 • ઈયરફોન કિરિન A1 ચિપ અને બ્લુટૂથ 5.1 ટેક્નોલોજી મળશે

લોકડાઉન 3.0માં ઈ કોમર્સસાઈટને છૂટછાટ મળતાં જ વિવિધ ટેક કંપનીઓ ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ ભારતમાં ‘હુવાવે ફ્રી બડ્સ3’વાયરલેસ ઈયરફોન લોન્ચ કર્યાં છે. તેની કિંમત 12,990 રૂપિયા છે. ઈયરફોનનાં કાર્બન બ્લેક અને સિરામક વ્હાટકલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેની ખાસ વાત એ છે કે તેમાં એક્ટિવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી અને 14.2mmનાં ડ્રાઈવર્સ આપવામાં આવ્યાં છે. તેનું વેચાણ 20મેથી એમેઝોન પર શરૂ થશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.

‘હુવાવે ફ્રી બડ્સ3’નાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન

 • ઈયરફોનમાં 14mmનાં ડ્રાઈવર્સ આપવમાં આવ્યાં છે. તેમાં ડોલ્ફિન બાયોનિક ડિઝાઈન મળશે.
 • તેમાં ઈયરફોન કિરિન A1 ચિપ અને બ્લુટૂથ 5.1 ટેક્નોલોજી મળશે.
 • તેમાં બોન સેન્સર આપવામાં આવ્યું છે, જે વાઈબ્રેશન કન્ટ્રોલ કરે છે.
 • ઈયરફોનના કેસ ફુલી ચાર્જ્ડ થવા પર ઈયરફોનને 4 વાર ચાર્જ કરી શકાય છે.
 • સિંગલ ચાર્જમાં તે 4 કલાક સોંગ પ્લેબેક અને ચાર્જિંગ કેસ સાથે 20 કલાકનું સોંગ પ્લેબેક આપે છે.
 • પ્રથમ વખત તેને ડિવાઈસ સાથે કનેક્ટ કરવા માટે પોપ અપ વિન્ડો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે.
 • તેમાં ટેપિંગ કન્ટ્રોલ મળશે. રાઈટ પેર ને ડબલ ટેપ કરવા મ્યૂઝિક પ્લે થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો