હુવાવેનો બજેટ ફિટનેસ બેન્ડ:5 મિનિટના ચાર્જિંગમાં 2 દિવસનું બેકઅપ અને 96 વર્કઆઉટ મોડ્સ મળશે; જાણો કિંમત અને સ્પેસિફિકેશન

2 વર્ષ પહેલા
  • બેન્ડમાં 1.47 ઈંચની AMOLED ડિસ્પ્લે છે. તેનું 194x368 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે
  • તે હાર્ટ રેટ, સ્લીપ, બ્લડ ઓક્સિજન લેવલ સાથે સ્ટ્રેસ લેવલ પણ મોનિટર કરે છે

ચાઈનીઝ કંપની હુવાવે ભારતીય માર્કેટમાં ટૂંક સમયમાં 'હુવાવે બેન્ડ 6' લોન્ચ કરશે. બેન્ડનાં ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં તે એમેઝોન પર કિંમત સાથે લિસ્ટ થયો છે. મલેશિયન માર્કેટમાં બેન્ડ પહેલાંથી જ લોન્ચ થઈ ચૂક્યો છે. આ બેન્ડ AMOLED ડિસ્પ્લે અને 2 અઠવાડિયાંની બેટરી લાઈફ સાથે આવે છે. તે હાર્ટ રેટ, સ્લીપ, બ્લડ ઓક્સિજન લેવલ સાથે સ્ટ્રેસ લેવલ પણ મોનિટર કરશે. બેન્ડની ખાસ વાત એ છે કે તેમાં 96 વર્કઆઉટ મોડ મળે છે.

હુવાવે બેન્ડ 6ની કિંમત
એમેઝોનનાં લિસ્ટિંગ પ્રમાણે, હુવાવે બેન્ડ 6ની કિંમત 4490 રૂપિયા છે. તેનાં ગ્રેફાઈટ બ્લેક, ફોરેસ્ટ ગ્રીન, સકુરા પિન્ક અને અમ્બર સનરાઈઝ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. એમેઝોન પર 'notify me' બટન એક્ટિવ છે. જે ગ્રાહકોને આ બેન્ડની ખરીદી કરવી હોય તેઓ આ બટન પર ક્લિક કરી બેન્ડ લોન્ચ થતાં જ નોટિફિકેશન મેળવી શકે છે. પ્રી બુકિંગ કરનારા ગ્રાહકોને કંપની ફ્રી ગિફ્ટ પણ આપી રહી છે.

હુવાવે બેન્ડ 6નાં સ્પેસિફિકેશન

  • આ ફિટનેસ બેન્ડમાં 1.47 ઈંચની AMOLED ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 194x368 પિક્સલ છે. તેની ફ્રેમને ડાર્ક ગ્રે અને ગોલ્ડ કલરમાં ડિઝાઈન કરવામાં આવી છે. ફ્રેમમાં ડ્યુરેબલ પોલિમર મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર તે 14 દિવસનું બેકઅપ આપે છે. હેવી યુઝ પર તે 10 દિવસનું બેકઅપ આપે છે. તે 5 મિનિટના ચાર્જિંગમાં 2 દિવસ રનિંગ ટાઈમ આપે છે.
  • બેન્ડમાં હાર્ટ રેટ, સ્ટ્રેસ અને સ્લીપ મોનિટરિંગ ફંક્શન છે. તે બ્લડ ઓક્સિજન લેવલ પણ જણાવશે. તેમાં 96 વર્કઆઉટ મોડ્સ મળશે. બેન્ડ સ્માર્ટફોન્સ નોટિફિકેશન સપોર્ટ કરે છે.
  • આ બેન્ડ 50 મીટર સુધીના ઊંડા પાણી સુધી સુરક્ષિત છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળે છે. તેમાં નેવિગેશન સપોર્ટ પણ મળે છે. તે એન્ડ્રોઈડ 6 અને તેની ઉપરનાં તમામ વર્ઝન ધરાવતાં સ્માર્ટફોન પર સપોર્ટેડ છે.