ન્યૂ લોન્ચ:વિદ્યાર્થીઓ માટે hpએ ₹21,999નું ક્રોમબુક લોન્ચ કર્યું, ટચ સ્ક્રીન ડિસ્પ્લે અને 16 કલાકની બેટરી મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ક્રોમબુકમાં 11.6 ઈંચની HD ટચ ડિસ્પ્લે મળે છે
  • ક્રોમબુક ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે

ભારતીય વિદ્યાર્થીઓનું રિમોટ લર્નિંગ અને ઓનલાઈન એજ્યુકેશન મજબૂત બનાવવા માટે hpએ અફોર્ડેબલ ક્રોમબુક 11a લોન્ચ કર્યું છે. મીડિયાટેક પ્રોસેસરથી સજ્જ આ ક્રોમબુકની કિંમત 21,999 રૂપિયા છે. તેમાં 11.6 ઈંચની ટચ ડિસ્પ્લે મળે છે. ખાસ વાત એ છે કે તેનું વજન માત્ર 1 કિલોગ્રામ છે. તેનું ઈન્ડિગો બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની ખરીદી ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે.

ક્રોમબુક લોન્ચ કરતાં સમયે hp ઈન્ડિયા માર્કેટના મેનેજિંગ ડાયરેક્ટર, કેતન પટેલે કહ્યું કે, hp હંમેશાં વિદ્યાર્થીઓના ડેવલપિંગ માટે ડાયનેમિક, એન્ગેજિંગ અને સારી ઈકો સિસ્ટમ આપે છે. કંપની ફ્યુચર માટે નેક્સ્ટ જનરેશન ડેવલપ કરે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નવા કોર્સ સેટ કરવા માગીએ છીએ. નવું ક્રોમબુક 11a તેના માટે પર્ફેક્ટ સ્ટેપ છે.

hp ક્રોમબુક 11aનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ક્રોમબુકમાં 11.6 ઈંચની HD ટચ ડિસ્પ્લે મળે છે. અર્થાત ક્રોમબુકની સ્ક્રીન મોબાઈલની જેમ ટચસ્ક્રીનની જેમ કામ કરશે.
  • સારી સ્પીડ માટે તેમાં મીડિયાટેક MT8183 ઓક્ટાકોર પ્રોસેસર મળે છે. તેનો ઉપયોગ કરવો ઘણો ફ્લેક્સિબલ છે.
  • તેમાં ગૂગલ વન સર્વિસ ઈન બિલ્ટ મળે છે. તેમાં 100GBનું ક્લાઉડ સ્ટોરેજ મળે છે. ક્રોમબુકમાં ગૂગલ અસિસ્ટન્ટ પણ મળે છે. વિદ્યાર્થીઓ પ્લે સ્ટોર પરથી 3 મિલિયન અર્થાત 30 લાખથી વધારે એપ્સનો ઉપયોગ કરી શકે છે.
  • તે 16 કલાકનું બેટરી બેકઅપ આપે છે. આ કિંમતમાં આટલું સારું બેકઅપ અન્ય ક્રોમબુકમાં મળતું નથી.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટેક્નોલોજીથી સજ્જ કરવા જરૂરી
hp ઈન્ડિયા માર્કેટના સીનિયર ડાયરેક્ટર, વિક્રમ બેદીએ કહ્યું કે દેશમાં ઝડપથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેથી જરૂરી છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો રિમોટ અને હાઈબ્રિડ લર્નિંગ એન્વાયરમેન્ટ માટે યોગ્ય ટૂલ્સ અને ટેક્નોલોજીથી સજ્જ હોય.