પ્રીમિયમ લેપટોપ:hpએ લોન્ચ કર્યું 75 હજારનું નોટબુક, જાણો આ કિંમતમાં કયા સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ મળશે

2 વર્ષ પહેલા
  • બિઝનેસ યુઝર્સ 1TB સુધી સ્ટોરેજ અપગ્રેડ કરી શકે છે
  • આ પ્રોબુક amd રાઈઝન 4000 સિરીઝ મોબાઈલ પ્રોસેસરથી સજ્જ છે

hpએ સોમવારે પોતાની નવા નોટબુક ‘hp પ્રોબુક 635 Aero G7’ને ભારતમાં લોન્ચ કર્યું છે. amd રાઈઝન 4000 સિરીઝ મોબાઈલ પ્રોસેસરથી સજ્જ આ નોટબુકની પ્રારંભિક કિંમત 74,999 રૂપિયા છે. કંપની અનુસાર, 13.3 ઈચનું ‘પ્રોબુક 635 Aero G7’ મેગ્નેશિયમ અલોયથી બનેલું પ્રથમ પ્રોબુક છે. તેમાં મેગ્નેશિયમની લાઈટનેસ અને એલ્યુમિનિયમની સ્ટ્રેન્થ અને સ્લીકનેસનું કોમ્બિનેશન જોવા મળે છે.

ક્યાંય પણ કોઈ પણ મુશ્કેલી વગર ઉપયોગ કરી શકાશે
વિક્રમ બેદી, સિનિયર ડાયરેક્ટર, પર્સનલ સિસ્ટમ, hpએ જણાવ્યું કે, ‘hp પ્રોબુક 635 Aero G7’ એક મોબાઈલ પાવરહાઉસ છે, જેમાં મલ્ટિ ટાસ્ક, કનેક્ટિવિટીની સમસ્યા વગર કોઈ પણ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે, ઈન્ટિગ્રેટ સિક્યોરિટી અને પાવરફુલ પર્ફોર્મન્સની માગને પૂરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

પાતળા બેઝલ્સ અને મોટી ડિસ્પ્લે
ઓલ મેટલ બોડી ચેસિસ અને એરોડાયનેમિક્સ એજથી બનેલા આ નોટબુકનો હેતુ પોતાની કોમ્પેકટ અને મજબૂત ડિઝાઈનથી એક પ્રીમિયમ ટચ આપવાનો છે. યુઝરને 86.2% સ્ક્રીન ટુ બોડી રેશિયો સાથે સારો વ્યૂઈંગ એક્સપિરિઅન્સ મળે છે. તે અલ્ટ્રા થિક 9.5mm ટોપ બેઝલ્સ અને 4.25mm સાઈડ બેઝલ્સ સાથે સંભવ છે.

દમદાર પ્રોસેસર અને ગ્રાફિક કાર્ડથી સજ્જ
તેમાં ઈન્ટિગ્રેટેડ amd કેડિઓન વેગા ગ્રાફિક્સ સાથે amd રાઈઝન 4000 સિરીઝ મોબાઈલ પ્રોસેસર છે. 8 કોરથી સજ્જ આ શક્તિશાળી પ્રોસેસરને સ્પીડ પર્ફોર્મન્સ આપવા માટે તૈયાર કરાયું છે.

સ્ટોરેજને 1TB સુધી અપગ્રેડ કરી શકાશે
બિઝનેસ યુઝર્સ 1TB સુધી સ્ટોરેજ અપગ્રેડ કરતા પોતાના amd પ્રો ટેક્નોલોજી સાથે પ્રોસેસર કસ્ટમાઈઝ કરી શકે છે અને અપગ્રેડેબલ ડ્યુઅલ ચેનલ મેમરી સાથે 32GB સુધી કોન્ફિગર કરી શકે છે.

કનેક્ટિવિટી અને સિક્યોરિટી માટે અનેક ફીચર્સ
hpના આ લેપટોપમાં USB-C 3.1 જનરેશન, બે USB 3.1 જનરેશન (1 ચાર્જિંગ), HDMI 2.0, હેડફોન અને નેનો સિક્યોરિટી લોક સ્લોટ સાથે આવે છે.

અન્ય સમાચારો પણ છે...