તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • HP India Report Claims, Gaming Becomes First Choice For Career In Lockdown, More Than 92% People Believe Gaming Reduces Stress

કરિયર ઈન ગેમિંગ:લૉકડાઉનમાં ગેમિંગ કરિયરની પહેલી પસંદ બન્યું, 92% લોકોનું માનવું છે કે તેનાથી તણાવ ઓછો થાય છે- HP ઈન્ડિયાનો રિપોર્ટ

2 મહિનો પહેલા
  • HP ઈન્ડિયા ગેમિંગ લેન્ડસ્કેપના સર્વેમાં 14થી 40 વર્ષના 1500 લોકોને સામેલ કરાયા
  • સર્વેમાં સામેલ 92% લોકોનું માનવું છે કે, ગેમિંગથી કામ અને અભ્યાસનું ટેન્શન ઓછું થાય છે
  • ટિયર 2 શહેરના 84% લોકો અને મેટ્રો સિટીના 78% લોકો ગેમિંગને કરિયર બનાવવા ઈચ્છે છે

ભારતમાં ઓનલાઈન ગેમિંગને કરિયર તરીકે ગણતાં લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. આ દાવો ટેક્નોલોજી ફીલ્ડની HP ઈન્ડિયા કંપનીએ કર્યો છે. કંપનીએ બુધવારે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે, 90% લોકોનું માનવું છે કે ગેમિંગ ઈન્ડસ્ટ્રી સારો કરિયર ઓપ્શન હોઈ શકે છે.

HP ઈન્ડિયા ગેમિંગ લેન્ડસ્કેપના સર્વે રિપોર્ટમાં 14થી 40 વર્ષના 1500 લોકો સામેલ થયા. આ સર્વે માર્ચ અને એપ્રિલ મહિનામાં ભારતના 25 મેટ્રો શહેરમાં કરવામાં આવ્યો. આ સર્વે 2 ફેઝમાં થયો. તેમાં 72% પુરુષો અને 28% મહિલાઓ સામેલ હતી. તેમાં કમ્પ્યુટર અને મોબાઈલ યુઝર્સને સવાલ પૂછવામાં આવ્યા. આ એવા લોકો હતા જે એડવેન્ચર અને એક્શનવાળી ગેમ્સ પોતાના પીસી અને સ્માર્ટફોન પર રમતાં હતા.

88% સ્કૂલ સ્ટુડન્ટ્સ ગેમિંગમાં કરિયર બનાવવા માગે છે
રિપોર્ટ પ્રમાણે, પશ્ચિમ ભારતની મહિલા અને 1990થી 2010 વચ્ચે જન્મ લેનારા (Gen- Z)વાળા લોકોમાં ગેમિંગને કરિયર બનાવવાની ઈચ્છા વધારે જોવા મળી. આશરે 84% મહિલાઓનું કહેવું છે કે, તે ગેમિંગને કરિયર બનાવવા માગે છે. સર્વેમાં 1965થી 1980 વચ્ચે જન્મ લેનારા ( Gen X) 80% પુરુષ સામેલ હતા. ટિયર 2 શહેરમાં 84% લોકો એ જ્યારે 78% મેટ્રો સિટીના લોકો ગેમિંગને કરિયર બનાવવા ઈચ્છે છે.

લોકોનું માનવું છે કે ગેમિંગથી ટેન્શન ઓછું થાય છે
સર્વેમાં સામેલ 92% લોકોનું માનવું છે કે, ગેમિંગથી કામ અને અભ્યાસનું ટેન્શન ઓછું થાય છે. સાથે જ તણાવ ઓછો થવાથી પોઝિટિવિટી વધે છે. જ્યારે 91% લોકોનું માનવું છે કે ગેમિંગથી અટેન્શન અને કોન્સ્ટ્રેશન પાવર વધે છે.

મોબાઈલને બદલે લેપટોપ ગેમિંગ વધારે પસંદ
રિપોર્ટ પ્રમાણે, 89% લોકોએ મોબાઈલને બદલે PCમાં ગેમિંગને પોતાની પસંદ ગણાવી. આશરે 37% ગેમર્સ સ્માર્ટફોન છોડી PC તરફ જઈ રહ્યા છે. તેમાં Gen X અને Gen Zના 70% લોકો સામેલ છે. જ્યારે ગેમિંગને ઓછી પસંદ કરતાં લોકોમાં 75% લોકો લેપટોપમાં ગેમિંગ પસંદ કરે છે.

લૉકડાઉનને કારણે ગેમિંગનો ક્રેઝ વધ્યો
HP ઈન્ડિયા માર્કેટના મેનેજિંગ ડાયરેક્ટરનું કહેવું છે કે, લોકો ઘરમાં વધારે સમય વિતાવી રહ્યા છે. તેને કારણે ગેમર્સની સંખ્યામાં વધારો થયો છે. કસ્ટમર સમાજ સાથે કનેક્ટ થવા અને તણાવ ઓછો કરવા માટે એન્ટરટેઈનમેન્ટ માટે ગેમિંગનો ઓપ્શન પસંદ કરી રહ્યા છે. લોકો હવે ગેમિંગ માટે મોબાઈલથી લેપટોપ તરફ જઈ રહ્યા છે.