એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ એ ATMમાંથી પૈસા ઉપાડ માટેનો એકમાત્ર સ્રોત નથી. બીજા એવાં ઘણા માધ્યમો છે કે, જેની મદદથી ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે. આ માધ્યમમાંથી એક માધ્યમ UPI પેમેન્ટ એપનું છે. આમાં પેટીએમ અને ગૂગલ પે જેવી એપ્સમાંથી વધુ પડતી પૈસાની લેવડ-દેવડ કરવામાં આવે છે. UPI પેમેન્ટ એપ્સનો ઉપયોગ મોબાઈલ ફોનમાં થાય છે. કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે આવી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે આ પેમેન્ટ એપથી ATMમાંથી પૈસા ઉપાડી શકાશે. હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ATM કે ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરી છે, જેમાં QR કોડનો ઉપયોગ કરવામાં આવે છે.
UPI દ્વારા એટીએમમાંથી રોકડ ઉપાડવાની સુવિધા એનસીઆર કોર્પોરેશને શરૂ કરી છે. UPI પ્લેટફોર્મ પર ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (ICCW)ને સક્ષમ બનાવશે. આનો સીધો અર્થ એ છે કે, ગ્રાહકો હવે UPI એપની મદદથી એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે. UPI એપમાં ગૂગલ પે, પેટીએમ, ફોન પે વગેરે સામેલ છે. મોબાઇલ પર આપણે આ બધી જ એપ્લિકેશનોનો ઉપયોગ કરીએ છીએ અને તેના દ્વારા બિલની ચુકવણી પણ કરીએ છીએ.
UPI એપથી કેવી રીતે પૈસા ઉપાડશો?
આ નવી સર્વિસમાં ગ્રાહકને ATMમાંથી પૈસા કાઢવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડ ATMમાં લઈ જવાનું નહીં હોવાથી પિન કે પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ પૂરી થઈ જશે. તમારા ફોનમાં UPI સેવા હોવી આવશ્યક છે. આ માટે તમારે મોબાઇલ ફોનમાં UPI પેમેન્ટ એપ ડાઉનલોડ કરવી પડશે. આ UPI એપને તમારા સેવિંગ બેંક એકાઉન્ટ સાથે લિંક કરવી પડશે. તમારા ફોનમાં UPI પેમેન્ટ એપ સાથે ઈન્ટરનેટ કનેક્શન પણ હોવું જોઈએ. ત્યારબાદ તમે સરળતાથી ATM કાર્ડથી પૈસા ઉપાડી શકશો. ચાલો જાણીએ આ માટે શું કરવું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ UPI પેમેન્ટ એપથી કેશ વિડ્રોઅલની સુવિધા શરૂ કરી છે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે UPIમાંથી પૈસા ઉપાડવાની સેવા શરૂ કરવામાં આવી છે. ATMમાં છેતરપિંડીનો ખતરો ખુબ જ વધી ગયો છે. ઘણી વખત એવું ડિવાઇસ મશીનમાં લગાવવામાં આવે છે કે, જે ગ્રાહકના કાર્ડની માહિતી અને પિન પાસવર્ડ ચોરી જાય છે. તેનાથી બચવા માટે કાર્ડલેસ CASH WITHDRAWLની સેવા શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.