તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ગાઈડ:ઈન્સ્ટાગ્રામ પર મેસેજ જોયા બાદ આપમેળે ડિલીટ થઈ જશે ચેટ, આ ફીચરનો ઉપયોગ કરવા માટે આ ટ્રિક ફોલો કરો

4 મહિનો પહેલા
  • વેનિશ મોડ ઓન થયા બાદ તે સેન્ડર અને રિસીવર બંને માટે કામ કરશે
  • ખાસ વાત એ છે કે ચેટ વિન્ડો બંધ કરતાં જ વેનિશ મોડ આપમેળે ઓફ થઈ જશે

થોડા દિવસ પહેલાં જ વ્હોટ્સએપમાં ડિસઅપરિયરિંગ મેસેજ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરને ઓન કર્યા પછી 7 દિવસ પછી આપમેળે સેન્ડ કરેલા મેસેજ ડિલીટ થઈ જાય છે, પરંતુ જો તમે ચેટિંગ માટે ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક મેસેજન્જરનો ઉપયોગ કરી રહ્યા છો તો અમે તમને આવા જ એક ફીચર વિશે જણાવી રહ્યા છીએ. તેને ઓન કરતાં જ મેસેજ આપમેળે ડિલીટ થઈ જાય છે.

ઈન્સ્ટાગ્રામનો વેનિશ મોડ
ફેસબુકે ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર એપ માટે વેનિશ મોડ ફીચર લોન્ચ કર્યું છે. આ નવું ફીચર વ્હોટ્સએપના ડિસઅપયરિંગ ફીચર જેવું જ છે. ફરક બસ એટલો છે કે વ્હોટ્સએપમાં 7 દિવસ પછી મેસેજ ડિલીટ થાય છે જ્યારે ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરમાં યુઝર મેસેજ રીડ કરી દે એટલે મેસેજ ડિલીટ થઈ જાય છે. તો આવો જાણીએ આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો...

વેનિશ મોડનો ઉપયોગ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • વેનિશ મોડ માટે એપ અપડેટેડ હોવી જરૂરી છે.
  • ફીચર ઈનેબલ કરવા માટે ઈન્સ્ટાગ્રામ અથવા મેસેન્જર એપ ઓપન કરો.
  • હવે કોઈ એક ચેટ વિન્ડો ઓપન કરો. ચેટની નીચેથી સ્વાઈપ અપ કરી હોલ્ડ કરો.
  • આમ કરવાથી વેનિશ મોડ ઓન થઈ જશે, જે સેન્ડર અને રિસીવર બંને માટે કામ કરશે.
  • હવે તમે અન્ય યુઝરને જે પણ મેસેજ સેન્ડ કરશો, તે યુઝર વાંચી લેશે તેના પછી અથવા તમારી ચેટ વિન્ડો બંધ કરતાં જ મેસેજ આપમેળે ડિલીટ થઈ જશે.
  • વેનિશ મોડ બંધ કરવા માટે તમારે ફરી એકવાર સ્વાઈપ અપ કરવાનું રહેશે.
  • આ સિવાય ચેટ વિન્ડો બંધ કરવાથી પણ આ મોડ ઓફ થઈ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો