- Gujarati News
- Utility
- Gadgets
- How To Use Two Whatsapp Accounts In One Smartphone; Run Two WhatsApp Accounts In One Device With Parallel App Trick Feature
ટેક ટ્રિક્સ:હવે વ્હોટ્સએપનાં 2 અકાઉન્ટ માટે 2 સ્માર્ટફોનની જરૂર નહિ રહે, આ સ્ટેપ્સ ફોલો કરી એક જ ડિવાઈસમાં 2 અકાઉન્ટ ઓપરેટ કરો
પેરેલલ એપ ફીચરની મદદથી એક જ ડિવાઈસમાં 2 અકાઉન્ટ ઓપરેટ કરી શકાય છે
- સ્માર્ટફોનમાં પેરેલલ એપ ફીચરની મદદથી 2 અકાઉન્ટ એક જ ડિવાઈસમાં ઓપરેટ કરી શકાય છે
- વિવો, ઓપ્પો, સેમસંગ, શાઓમી સહિત મોટા ભાગની કંપનીઓના સ્માર્ટફોનમાં આ ફીચર અવેલેબલ
વ્હોટ્સએપને આ સમયે પર્સનલ અને બિઝનેસ બંને કામ માટે ઉપયોગમાં લેવાય છે. તેવામાં અલગ અલગ અકાઉન્ટ ઓપરેટ કરવા માટે યુઝર્સે અલગ અલગ ડિવાઈસનો ઉપયોગ કરવો પડે છે. મોટા ભાગના યુઝર્સ ઈચ્છે છે કે એક જ ફોનમાં 2 અકાઉન્ટ ઓપરેટ કરવાની સુવિધા મળી જાય. જોકે વ્હોટ્સએપમાં તેના માટે કોઈ ડેડિકેટેડ ફીચર મળતું નથી, પરંતુ ફોનમાં કેટલાક સેટિંગ્સ સ્ટેપ્સ ફોલો કરવાથી આ કામ થઈ શકે છે. જોકે તેના વિશે મોટા ભાગના યુઝર્સ અજાણ હોય છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે એક જ ફોનમાં વ્હોટ્સએપનાં 2 અકાઉન્ટ ઓપરેટ કરી શકો છો.
ફોનના સ્પેશિયલ ફીચરનો ઉપયોગ
મોટા ભાગના સ્માર્ટફોન્સમાં હાલ પેરેલલ એપ અથવા ડ્યુઅલ એપનું ફીચર મળે છે. આ ફીચર વિવિધ કંપનીઓના સ્માર્ટફોન્સમાં જુદા જુદા નામથી કાર્યરત છે, પરંતુ તમામ એક જ કામ કરે છે. આ ફીચરની મદદથી ફોનમાં રહેલી કોઈ પણ એપની ક્લોન અર્થાત નકલ બનાવી શકાય છે. અર્થાત તમે એક જ ડિવાઈસમાં જે તે એપ માટે 2 અકાઉન્ટ ઓપરેટ કરી શકો છો.
કઈ કંપનીના ફોનમાં કયા નામથી આ ફીચર અવેલેબલ છે
- સેમસંગ સ્માર્ટફોન: ડ્યુઅલ મેસેન્જર (Dual Messenger)
- શાઓમી સ્માર્ટફોન: ડ્યુઅલ એપ્સ (Dual Apps)
- રિયલમી સ્માર્ટફોન: ક્લોન એપ્સ (Clone Apps)
- વન પ્લસ સ્માર્ટફોન: પેરેલલ એપ્સ (Parallel Apps)
- ઓપ્પો સ્માર્ટફોન: ક્લોન એપ્સ (Clone Apps)
- વિવો સ્માર્ટફોન: એપ ક્લોન (App Clone)
- આસુસ સ્માર્ટફોન: ટ્વિન એપ્સ (Twin Apps)
જો તમારી પાસે આ કંપનીઓના સ્માર્ટફોન્સ છે તો તમે એક ડિવાઈસમાં 2 વ્હોટ્સએપ અકાઉન્ટ ઓપરેટ કરી શકો છો. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
- સ્ટેપ 1: તમારા ફોનનાં સેટિંગ (Settings) સેક્શનમાં જાઓ.
- સ્ટેપ 2: જો તમારી પાસે સેમસંગનો ફોન છે તો સર્ચ બારમાં ડ્યુઅલ મેસેન્જર (Dual Messenger) સર્ચ કરો.
- સ્ટેપ 3: હવે તમને ડ્યુઅલ મેસેન્જરનો ઓપ્શન જોવા મળશે. તેના પર ટેપ કરો. હવે તમને જે એપ્સની ક્લોન પોસિબલ હશે તેના ઓપ્શન જોવા મળશે.
- સ્ટેપ 4: આ લિસ્ટમાં વ્હોટ્સએપ આઈકોન પર ટેપ કરો. હવે વ્હોટ્સએપની સેકન્ડ કોપી ઈન્સ્ટોલ કરવાનો ઓપ્શન જોવા મળશે. તેને કન્ફર્મ કરવાથી વ્હોટ્સએપની ક્લોન તૈયાર થઈ જશે. આ ક્લોન એપમાં તમે તમારો બીજો મોબાઈલ નંબર સબમિટ કરી વ્હોટ્સએપ એક્ટિવ કરી શકો છો.