તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • How To Use KYM App| Is Anyone Selling A Stolen Mobile By Cheating You; Only One Message Will Reveal The Whole Truth, Follow This Simple Trick

ટેક ગાઈડ:જૂનો સ્માર્ટફોન ખરીદતા પહેલાં સાવધાન!, ચોરીનો છે કે કેમ તે ફેક્ટ ચેક કરવા માટે આ સિમ્પલ ટ્રિક ફોલો કરો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌ પ્રથમ *#06# ડાયલ કરીને ફોનનો IMEI નંબર નોટ કરો
  • IMEI નંબર 14422 પર સેન્ડ કરવાથી ફોનની ડિટેઈલ સ્ક્રીન પર આવશે

જૂના સ્માર્ટફોન ઓછા બજેટમાં મળી જતા હોવાથી તેની પસંદગી ઘણા લોકો કરતા હોય છે. ફોનના મોડેલ અને કન્ડિશનને આધારે તેની કિંમત કરતાં અડધી કિંમતમાં જ ફોન મળી જાય છે. જો તમે જૂનો સ્માર્ટફોન ખરીદો છો તો તમારે સાવચેતી રાખવાની પણ જરૂર છે. બની શકે તમારી જાણ બહાર કોઈ તમને ચોરી કરેલો સ્માર્ટફોન વેચી જાય. ફોનના સોફ્ટવેરમાં ફેરફાર કરીને તમને ચોરી કરેલો સ્માર્ટફોન ચિપકાવી દેવામાં આવતો હોય છે, તેનાથી તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. જો તમે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તો તમારે થોડા સ્માર્ટ બનવાની જરૂર છે. અમે તમને એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે ગણતરીની સેકન્ડમાં માલુમ કરી શકશો કે તે ફોન ચોરીનો છે કે કેમ અથવા તેના IMEI નંબર સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા છે કે કેમ....

1. સૌ પ્રથમ ફોનનો IMEI નંબર લો. કોઈ પણ ફોનનો IMEI નંબર જાણવા માટે *#06# ડાયલ કરો. ડાયલ કરતાં જ ફોનની સ્ક્રીન પર IMEI નંબર શૉ થશે. જો ફોન ડ્યુઅલ સિમ હશે તો બંને સિમના IMEI નંબર શૉ થશે. બંનેમાંથી કોઈ એક IMEI નંબર નોટ કરી લો.

2. હવે ટેક્સ્ટ મેસેજ સેન્ડ કરવા માટે મેસેજ આઈકોન પર ક્લિક કરો. ટાઈપ કરો KYM અને એક સ્પેસ આપીને IMEI નંબર ટાઈપ કરો. હવે તેને 14422 પર સેન્ડ કરો.

3. મેસેજ સેન્ડ કર્યાના થોડા સમય બાદ નીચે ફોટામાં દર્શાવેલા પ્રમાણે ફોન પર એક મેસેજ આવશે. આ મેસેજમાં ફોનની તમામ ડિટેઈલ હશે. તેમાં IMEI નંબર સાથે મેન્યુફેક્ચરરનું નામ, બેન્ડ્સની માહિતી, બ્રાન્ડનું નામ અને ફોનનો મોડેલ નંબર શૉ થશે. આ ડિટેઈલ્સને તમે ફોનથી સરખાવી શકો છો કે શું KYC આ જ માહિતી શૉ કરી રહી છે કે કેમ. જો માહિતી મેળ ખાય છે તો IMEI નંબર સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. તેવામાં તમે તે જૂનો સ્માર્ટફોન ખરીદી શકો છો.

નોંધ: જો મેસેજમાં Invalid/Black-listed/Already-In-USe/Duplicate આ પ્રકારની કોઈ પણ ટેક્સ્ટ શૉ થતી હોય તો તે ફોન ચોરીનો હોઈ શકે છે તેથી તેની ખરીદી ન કરો.