જો તમે ફોનમાંથી મેમરી ફ્રી કરવા માટે, સ્ટોરેજ મેનેજ કરવા અને ફાઈલ શેર કરવા માટે અલગ અલગ એપનો ઉપયોગ કરો છો તો તમે આ તમામ એપ્સ ડિલીટ કરી ગૂગલની એપ ડાઉનલોડ કરી શકો છો. ગૂગલની ફાઈલ્સ બાય ગૂગલ એપ મલ્ટિપલ એપનું કામ કરે છે. તેને લીધે જુદી જુદી એપ્સની સ્પેસ પણ બચી જશે અને તેને આપવી પડતી પરમિશનથી પણ તમે અળગા રહી શકો છો. જો તમે ગૂગલની આ એપ વિશે જાણતા નથી તો ચાલો તેના વિવિધ ફીચર્સ પર એક નજર કરીએ...
સ્ટોરેજ મેનેજ કરવું હોય તો...
1.સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ Files By Google એપ ઈન્સ્ટોલ કરી એપ ઓપન કરો.
2.એપને તમામ પરમિશન આપો.
3.એપમાં સૌથી ઉપર યુઝ્ડ સ્પેસની માહિતી જોવા મળશે. તેના નીચે જંક ફાઈલ, ડુપ્લીકેટ ફાઈલ્સ અને જૂના સ્ક્રીન શોટ જોવા મળશે.
જંક ફાઈલ: સ્પેસ ફ્રી કરવા માટે તેને ડિલીટ કરવાની હોય છે.
જૂના સ્ક્રીન શોટ: જો અગાઉ તમારા કામ માટે લીધેલા જૂના સ્ક્રીન શોટ હજુ પણ તમારા ફોનમા નકામા બની જગ્યા રોકે છે તો તેને ડિલીટ કરી દો.
બેક-અપ ફોટો: જો તમે ફોનમાં જગ્યા કરવા માટે ફોટોઝ ડિલીટ કરવા માગો છો તો તેનું બેકઅપ ગૂગલ પર કરી શકો છો
વ્હોટ્સ એપ મીડિયા: વ્હોટ્સએપ મીડિયાનું મેનેજમેન્ટ પણ આ એપથી કરી શકાય છે.
કોલ મીડિયા: તેમાં સેવ કરવામાં આવેલાં કોલ રેકોર્ડિંગ ડિલીટ કરી શકાય છે.
વ્હોટ્સએપ વીડિયો: વ્હોટ્સએપ પરના વીડિયો કન્ટેન્ટ સિલેક્ટ કરી ડિલીટ કરી શકાય છે.
ડાઉનલોડેડ ફાઈલ્સ: ડાઉનલોડ કરેલી તમામ ફાઈલ્સ જોવા મળે છે, તમારા કામની ન હોય તેને ડિલીટ કરી સ્પેસ સેવ કરી શકો છો.
ફાઈલ શેર કરવી હોય તો...
એપમાં Browseની બાજુમાં આપેલા Share ઓપ્શન પર ક્લિક કરો.
અન્ય યુઝર્સ સાથે ફાઈલ શેર કરવા માટે સેન્ડ/રિસીવમાં જાઓ. તેના માટે અન્ય યુઝર્સના ફોનમાં પણ આ એપ ઈન્સ્ટોલ્ડ થયેલી આવશ્યક છે. જોકે આ એપની ખાસ વાત એ છે કે તેમાં ફાઈલ શેરિંગ માટે ઈન્ટરનેટની જરૂર પડતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.