ન્યૂ અપડેટ:એપલે iOS 14.5 અપડેટ રિલીઝ કરી, હવે યુઝર્સ માસ્ક કાઢ્યા વગર એપલ વોચથી જ ફોન અનલોક કરી શકશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી ફેસ અનલોક માટે યુઝર્સે માસ્ક કાઢવો પડતો હતો. કોરોનાને ધ્યાનમાં રાખી કંપનીએ નવી અપડેટ રિલીઝ કરી
  • સેટિંગમાં જઈને Face ID & Passcodeમાં Unlock With Apple Watch ઓપ્શન ON કરી આ ફીચરનો ઉપયોગ કરી શકાશે
  • હાલ આ ફીચર આઈફોન Xમાં મળશે. ટૂંક સમયમાં તેને અન્ય ડિવાઈસ માટે લોન્ચ કરવામાં આવશે

એપલે iOS યુઝર્સ માટે iOS 14.5 અપડેટ રિલીઝ કરી છે. આ અપડેટ બાદ આઈફોન યુઝર્સ એપલ વોચનાં માધ્યમથી ડિવાઈસ અનલોક કરી શકશે. અત્યાર સુધી ફેસઅનલોક ફીચર માટે યુઝરે માસ્ક કાઢવું પડતું હતું. કોરોનાકાળમાં સેફ્ટીને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નવી અપડેટ રિલીઝ કરી છે. આ ફીચર માસ્ક પહેરનાર યુઝર્સને ધ્યાનમાં રાખીને રોલઆઉટ કરવામાં આવ્યું છે. તેથી યુઝરે ફોન અનલોક કરવા માટે માસ્ક કાઢવાની જરૂરિયાત ન રહે. અર્થાત ફેસ માસ્ક સાથે પણ યુઝર ફોન સહિત અન્ય એપ્સ અનલોક કરી શકશે.

iOS 14.5ના ખાસ ફીચર્સ
કંપનીએ જણાવ્યું કે iOS 14.5ની અપડેટ ફ્રીમાં અવેલેબલ છે. તેનાથી એપલ વોચને ફોનની નજદીક લાવવાથી ફોન અનલોક થઈ જશે. ત્યારબાદ યુઝર્સને વોચ એક ફીડબેક આપશે. જેનાથી યુઝરને માલુમ થશે કે ફોન અનલોક થઈ ગયો છે. હાલ આ ફીચર આઈફોન Xમાં આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેને એપલ વોચ સિરીઝ 3 અને અન્ય ડિવાઈસ માટે પણ લોન્ચ કરવામાં આવશે.

આ રીતે કામ કરશે ફીચર

આ ફીચર ઓન કરવા માટે Settings> Face ID & Passcodeમાં જઈની નીચે આપેલો Unlock With Apple Watch ઓપ્શન ON કરવાનો રહેશે. ત્યારબાદ આ ફીચર ઓન થઈ જશે. તેના માટે યુઝરે વોચનાં સેટિંગમાં કોઈ ફેરફાર કરવો નહિ પડે.

પ્રીમિયમ સેગમેન્ટમાં નંબર 1 પર એપલ
કાઉન્ટરપોઈન્ટના રિસર્ટ ટ્રેકરના રિપોર્ટ પ્રમાણે, 2021ના પ્રથમ ક્વાર્ટરમાં પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં એપલનો માર્કેટ શેર 48% રહ્યો છે. કંપનીએ 207% યર ઓન યર ગ્રોથ મેળવ્યો છે. એપલે આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 10 લાખથી વધારે સ્માર્ટફોન વેચ્યા છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે આઈફોન 11 અને આઈફોન XRનું કુલ શિપમેન્ટ 67% છે.