બહારની એર ક્વોલિટી પર તો આપણો કન્ટ્રોલ નથી, પણ એર પ્યોરિફાયરની મદદથી ઘરની એર ક્વોલિટી તો આપણે સરળતાથી કન્ટ્રોલ કરી શકે છીએ. એર પ્યોરિફાયર ખરીદતી વખતે ઘણી વાતનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે ફિલ્ટરમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે? ફિલ્ટર કેટલું મોટું છે? ફિલ્ટરનો ગ્રેડ કયો છે? આજે અમે તમને આ બધા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છીએ...
1.Philips Series 1000
સૌપ્રથમ વાત કરીએ ફિલિપ્સ સિરીઝ 1000 એર પ્યોરિફાયરની. આ ડિવાઇસ પોર્ટેબલ છે. તે તમારા રૂમમાં બેક્ટેરિયા અને વાઇરસને મારી નાખે છે અને સાથે જ PM2.5 પોલ્યુટન્ટ્સ અને હાર્મફુલ ગેસને નેનો પ્રોટેક્ટ પ્રો (HEPA) ફિલ્ટરની મદદથી ફિલ્ટર કરે છે અને એકદમ શુદ્ધ હવા આપે છે. આ એર પ્યોરિફાયર 677 sqft રેન્જની હવાને પ્યોરિફાય કરી શકે છે. સાથે જ તે રિયલ ટાઈમ એર ક્વોલિટી ચેક કરતું રહે છે. તેની કિંમત આશરે 11,995 રૂપિયા છે.
2. Samsung AX40K
બીજા નંબરે આવે છે સેમસંગ AX40K એર પ્યોરિફાયર. કિંમત છે, 13,999 રૂપિયા. સેમસંગ AX40Kની રેન્જ 420 sqft સુધીની છે. આ 420 sqft સુધીની હવા શુદ્ધ કરી શકે છે. બાળકોનો રૂમ, સ્ટડી રૂમ કે કોઈ નાના બેડરૂમ માટે આ એર પ્યોરિફાયર એકદમ પરફેક્ટ છે. સેમસંગ AX40K ટ્રિપલ એર પ્યોરિફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તે રૂમની હવાને ત્રણવાર ફિલ્ટર કર્યા પછી રિલીઝ કરે છે. તેનાથી પોલ્યુટન્ટ્સ, હાનિકારક ગેસ અને 99.7% બેક્ટેરિયા-વાઇરસનો નાશ થાય છે અને તમને મળે છે એકદમ ચોખ્ખી હવા.
3. BlueAir Blue Pure
જો તમારું બજેટ થોડું વધારે છે તો બ્લૂએર બ્લૂ પ્યોર એર પ્યોરિફાયર તમારા મારે બેસ્ટ છે. 21,000 રૂપિયાની કિંમતના આ એર પ્યોરિફાયરની એક ખાસિયત એ છે કે, તે એકદમ લાઈટ છે. તેની મોટર ઘણો ઓછો અવાજ કરે છે. એર પ્યોરિફાય કરવામાં આ કોમ્પિટિશનથી ઘણું આગળ છે. આ રૂમમાં એક કલાકમાં 5 વખત એર પ્યોરિફાય કરે છે. તેની રેન્જ 540 Sqft છે. બેડરૂમ કે લિવિંગ રૂમ માટે આ એક બેસ્ટ એર પ્યોરિફાયર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.