આજના યુગમાં બાળકોને ઈન્ટરનેટથી દૂર રાખવા અશક્ય છે. ઈન્ટરનેટની દુનિયામાં સારી વસ્તુઓની સાથે ખરાબ વસ્તુઓની પણ ભરમાર છે. આવી સ્થિતિમાં ઘણા પેરેન્ટ્સને પોતાના બાળકોની ચિંતા રહે છે કે તેઓ ક્યાંક આપત્તિજનક કન્ટેન્ટ ન જોઈ લે. તમે તેમને ઈન્ટરનેટથી દૂર તો નથી કરી શકતા, પરંતુ તેના પર નજર રાખી શકો છો. તે પણ તેમની લાગણીને ઠેસ પહોંચ્યા વગર. તે કેવી રીતે કરવું જાણો.
વેબ બ્રાઉઝિંગ પર નજર
વેબ બ્રાઉઝર પર નજર રાખવાની સૌથી સારી રીત એ હોય શકે છે કે, તેઓ શું સર્ચ કરે છે, કેવા પ્રકારની સાઈટ્સ પર તેઓ રેગ્યુલર એક્ટિવ રહે છે. તેના માટે તમે ગૂગલ ફેમિલી લિંકનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ ફેમિલી લિંકની મદદથી તમે બાળકોને ડેલી એક્ટિવિટી પર નજર રાખી શકો છો અને જાણી શકો છો કે કયા સમયે તેઓ શું જોઈ રહ્યા છે. તેઓ કેટલા સમય સુધી તે સાઈટ પર એક્ટિવ હતા. જો તમને કોઈ ખોટી એક્ટિવિટી દેખાય છે તો તમે તમારા બાળકો સાથે વાત કરો અને તેમને સમજાવો કે શું યોગ્ય છે અને શું ખોટું છે.
બાળકો માટે ડેટા લિમિટ નક્કી કરો
જો તમે ઈચ્છતા હો કે બાળકો વધારે સમય સુધી ઈન્ટરનેટ પર એક્ટિવ ન રહે, જ્યારે તેમનું કામ પૂરું થઈ જાય ત્યારે ઈન્ટરનેટની જગ્યાએ બુક્સમાંથી અભ્યાસ કરવા માટે કહો, તમે ડેટા લિમિટ ફીચરનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમામ સ્માર્ટફોનમાં ડેટા લિમિટનો ઓપ્શન આપવામાં આવે છે. જેનાથી આપણે એક પર્ટિક્યુલર ડેટા લિમિટ સેટ કરી શકીએ છીએ, તે લિમિટ ક્રોસ થયા પછી તમારું ઈન્ટરનેટ બંધ થઈ જશે.
ડેટા લિમિટ સેટ કરવા માટે પહેલા તમારે સેટિંગ્સમાં જવું પડશે પછી નેટવર્કમાં જવું પડશે અને તેના પછી મોબાઈલ ડેટા પર ક્લિક કરવું પડશે, તેમાં તમને ડેટા લિમિટનો ઓપ્શન મળશે, જેનાથી તમે એક પર્ટિક્યુલર ડેટા લિમિટ સેટ કરી શકો છો.
સ્ક્રીન પિનિંગ
ઘણી વખત એવું થાય છે કે તમે જે કામ માટે બાળકોને ફોન આપ્યો છે તેને છોડીને તેઓ કંઈક બીજું જ કરતા હોય છે. આવી સ્થિતિમાં સ્ક્રીન પિનિંગનો ઓપ્શન ઘણો કામમાં આવે છે. સ્ક્રીન પિન કરી દેવાથી બાળકો પિન્ડ એપ સિવાય બીજી કોઈ એપ તમારી પરમિશન વગર ઉપયોગ નહીં કરી શકે. સ્ક્રીન પિન કરવા માટે સેટિંગ્સ પર જવું અને એપ પિનિંગને સર્ચ કરો અને પોતાના હિસાબથી એપ્લિકેશનને સિલેક્ટ કરીને અનેબલ કરી દો, તેના પછી તમારું બાળક માત્ર તે એપ્સ ઓપન કરી શકશે, જેને પિન કરી હશે.
એપ પરચેસ
તમારા બાળકો ફોનથી કોઈ એપને પરચેસ ન કરી દે અથવા તેમાં વધારાના પૈસા ખર્ચ ન કરે તેના માટે તમે તમારા એપ સ્ટોરમાં જઈને એપ એક્સેસને રિસ્ટ્રક્ટ કરી શકો છો અને સાથે જ ઉંમરના હિસાબથી પ્રતિબંધ લગાવી શકો છો, તેનાથી કોઈપણ પ્રકારનું અડલ્ટ કન્ટેન્ટ તેમને દેખાશે નહીં.
ઈન્ટરનેટ સાથે જોડાયેલા જોખમો વિશે બાળકોને સમજાવો
હવે તમે ગમે તેટલી રીત શોધો પરંતુ બાળકોને યોગ્ય ગાઈડેન્સ ન આપવામાં આવે તો તેઓ પણ આ તમામ રીતોનું સોલ્યુશન શોધી લેશે. તેથી તમારા બાળકોને ઈન્ટરનેટ સાથે સંબંધિત જોખમો વિશે આરામથી સમજાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.