તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીએ તમે તમારા ફોટોવાળા વોટ્સએપ સ્ટીકર બનાવી લોકોને મોકલીને ફેસ્ટિવને વધારે મજેદાર બનાવી શકો છો. જો કે, ઘણા લોકોને હજુ ખબર નથી કે વોટ્સએપ પર તમારા નામ કે ફોટોવાળા સ્ટીકર કેવી રીતે બને છે. ડિફોલ્ટ સ્ટીકરમાં યુઝરને કોઈ ઓપ્શન મળતો નથી. તેવામાં અમે તમને અલગ પ્રકારના સ્ટીકર બનાવવાની ટ્રીક જણાવી રહ્યા છે.
આ 2 એપ્સની જરૂર પડશે
વોટ્સએપ પર તમારું નામ કે ફોટોવાળા સ્ટીકર બનાવવા માટે તમારે સ્માર્ટફોનમાં Background Eraser અને Personal stickers for WhatsApp નામની 2 એપ્સ ઇન્સ્ટોલ કરવી પડશે. એન્ડ્રોઈડ યુઝર્સ આ એપ્સને પ્લે સ્ટોર પરથી ફ્રી ઇન્સ્ટોલ કરી શકે છે.
સ્ટીકર બનાવવાની પ્રોસેસ
Background Eraser એપની મદદથી તમે કોઈ પણ ફોટોમાંથી બેકગ્રાઉન્ડ કાઢી શકો છો. એપમાં ફોટો ક્રોપ કરવાની સાથે તેને ઈરેઝ કરવાનો ઓપ્શન મળે છે. ફોટોના બેકગ્રાઉન્ડ ઓટો, મેન્યુઅલ, મેજિક, રિપેર ટૂલની મદદથી આરામથી ઈરેઝ કરી શકાય છે. ફોટો ઈરેઝ કર્યા પછી તેને સેવ કરી લો.
જો આ એપમાં બેકગ્રાઉન્ડ ડિલીટ કરતા ના ફાવે તો કમ્પ્યુટર પર ફોટોશોપ કે અન્ય સોફ્ટવેરની મદદથી ઈરેઝ કરી લો. www.remove.bg વેબસાઈટ પર પણ આ કામ થઇ શકે છે. એડિટ કરેલા ફોટોને PNG ફોર્મેટમાં સેવ કરી લો. આ રીતે અન્ય ઘણા બધા ફોટો સેવ કરી લો. આ ફોટો થી સ્ટીકર બનશે.
હવે Personal stickers for WhatsApp ઓપન કરો. અહિ ફોનની PNG ફોર્મેટની દરેક ફાઈલ્સ દેખાશે. તમે જે ફોટો રેડી કર્યા છે એ પણ અહિ દેખાશે. આ ફોટો સામે ADD પર ટેબ કરો. એ પછી એક મિની વિન્ડો દેખાશે તેમાં ફરીથી ADD કરો. આ સ્ટીકર તમારા વોટ્સએપમાં એડ થઇ જશે.
સ્ટીકર સેન્ડ કરવાની પ્રોસેસ
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.