તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચ્ચુઅલ સેલિબ્રેશન:તમારા સ્માર્ટફોન પર આ 2 ફ્રી એપ્સની મદદથી નામ અને ફોટોવાળા સ્ટિકર સેન્ડ કરી ધૂળેટીની શુભેચ્છાઓ આપો, આ સ્ટેપ્સ ફોલો કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Background Eraser અને Personal stickers for WhatsApp એપ્સથી સ્ટિકર બનાવી શકાશે
  • આ બંને એપ્સ પ્લે સ્ટોર પર ફ્રીમાં અવેલેબલ છે

કોરોનાકાળમાં સતત આ બીજી વખત હોળીનો રંગ જરાક ફિક્કો પડ્યો છે. જો તમે સુરક્ષિત રહેવા માટે ઘરે બેસીને જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને ધુળેટીની શુભેચ્છાઓ આપવા માગો છો તો તમે ટેક્નોલોજીની મદદ લઈ શકો છો. તમે વ્હોટ્સએપ પર ઈમોજી અને Gifને બદલે સ્ટિકર મોકલી શકો છો. તે વધારે એટ્રેક્ટિવ લાગે છે. તમે તમારો ફોટો અને નામવાળું સ્ટિકર બનાવી પણ શેર કરી છો.

2 એપ્સની મદદથી મજેદાર સ્ટિકર બનાવો
વ્હોટ્સએપ પર પોતાના નામ અને ફોટોવાળું સ્ટિકર બનાવવા માટે તમારે સ્માર્ટફોનમાં Background Eraser અને Personal stickers for WhatsApp નામની 2 એપ્સ ઈન્સ્ટોલ કરવી પડશે. એન્ડ્રોઈડ યુઝર્સ તેને પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ઈન્સ્ટોલ કરી શકે છે.

1. Background Eraser
આ એપની મદદથી તમે કોઈ ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવી શકો છો. એપમાં ફોટો ક્રોપ અને ઈરેઝનો ઓપ્શન મળે છે. બેકગ્રાઉન્ડને ઓટો, મેન્યુઅલ, મેજિક અને રિપેટ ટૂલની મદદથી ઈરેઝ કરી શકાય છે. ફોટો ઈરેઝ કર્યા બાદ તેને સેવ કરી લો. જો તમે આ એપથી ફોટોનું બેકગ્રાઉન્ડ ઈરેઝ નથી કરી શકતા તો ફોટોશોપ અને અન્ય સોફ્ટવેરની મદદથી કમ્પ્યૂટર પર તેને એડિટ કરો. ત્યારબાદ તેને png ફોર્મેટમાં સેવ કરી લો. આ રીતે તમે મિનિમમ 3 સ્ટિકર તૈયાર કરી શકો છો. આ ફોટો જ સ્ટિકરનું કામ કરશે.

2. Personal stickers for WhatsApp
આ એપ ઈન્સ્ટોલ કરો તેમાં તમને png ફોર્મેટમાં સેવ કરેલા તમામ ફોટોઝ જોવા મળશે. અગાઉ સેવ કરેલો ફોટો તમને અહીં જોવા મળશે. આ ફોટોની સામે add પર ટેપ કરો ત્યારબાદ ઓપન થતી મિની વિન્ડો પર ફરી એક વાર add પર ટેપ કરો. આ સ્ટેપ્સ ફોલો કરવાથી તમારું વ્હોટ્સએપ સ્ટિકર તૈયાર થઈ જશે.

આ રીતે સ્ટિકર સેન્ડ કરો

  • વ્હોટ્સએપ ઓપન કરી તમે જેને સ્ટિકર સેન્ડ કરવા માગતા હો તેની ચેટ વિન્ડો ઓપન કરો.
  • ટાઈપિંગ સ્પેસ પાસે આપેલી સ્માઈલી પર ટેપ કરો.
  • અહીં નીચે સ્માઈલી સાથે GIF અને સ્ટિકરનો લોગો જોવા મળશે.
  • સ્ટિકરના લોગો પર ટેપ કરી અગાઉ એપમાં બનાવેલાં સ્ટિકરને સિલેક્ટ કરો.
  • સ્ટિકર પર ટેપ કરવાથી તે સેન્ડ થઈ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો