ટેક ગાઈડ:ફોનની ઓછી સ્પેસથી કંટાળી ગયા છો? તો મેમરી કાર્ડને ઈન્ટર્નલ સ્ટોરેજમાં કન્વર્ટ કરો, સેન્ટ ફોલ્ડર અને ગૂગલ ક્લાઉડ આ રીતે મેનેજ કરો

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોટા ભાગના સ્માર્ટફોનમાં 64GB કે 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળતું હોય છે. આવાં ફોન મિડ રેન્જ અર્થાત 15થી 20 હજાર રૂપિયાની કિંમતમાં મળે છે. આટલું ઈન્ટર્નલ સ્ટોરેજ ઝડપથી કન્ઝ્યુમ થવા લાગે છે. હાઈ રિઝોલ્યુશનવાળા ફોટોઝ અને ફુલ HD અથવા 4K વીડિયો રેકોર્ડિંગ સ્ટોરેજ કન્ઝ્યુમ કરે છે.

સ્ટોરેજની સમસ્યા મીડિયા ફાઈલ્સ ડિલીટ કરી દૂર કરી શકાય છે. તો ઓનલાઈન સ્ટોરેજ અર્થાત ક્લાઉડ સ્ટોરેજની મદદ લઈ શકાય છે. આ સિવાય મેમરી કાર્ડ પણ વિકલ્પ હોઈ શકે છે. તમે ઈચ્છો તો મેમરી કાર્ડને ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજમાં કન્વર્ટ કરી શકો છો. તો આવો જાણીએ સ્ટોરેજ વધારવાની રીત...

1. ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ વધારવાની રીત
આ પ્રોસેસથી તમે ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ અને માઈક્રો SD કાર્ડનું સ્ટોરેજ એક કરી શકો છો. માની લો કે તમારા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 4GBનું છે અને SD કાર્ડ 32GBનું છે. તો ફોનની કુલ મેમરી 36GBની થઈ જશે. આ ટ્રિક અપ્લાય કર્યા બાદ તમે તમામ ફાઈલ્સ મેમરી કાર્ડમાં સેવ કરી શકો છો. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

 • ફોનનાં Settingsમાં જઈ Storage & USBના ઓપ્શન પર ટેપ કરો.
 • હવે Portable Storageના ઓપ્શનમાં નીચેની તરફ SD કાર્ડનો ઓપ્શન જોવા મળશે.
 • અહીં SD કાર્ડ પર ટેપ કરો.
 • ઓપન થતાં નવા પેજ પર ટોપ રાઈટ સાઈડ 3 ડોટ પર ક્લિક કરો.
 • હવે તમને 2 ઓપ્શન જોવા મળશે, તેમાં Settings પર ટેપ કરો.
 • હવે તમે Format as internal ઓપ્શન પર ટેપ કરો.
 • હવે Erase & Format ઓપ્શન પર ટેપ કરો. કાર્ડ ઈન્ટર્નલ સ્ટોરેજ બનવાની પ્રોસેસ શરૂ થઈ જશે.
 • આ પ્રોસેસમાં થોડો સમય લાગી શકે છે. તેથી આ દરમિયાન ફોન સાથે ચેડાં ન કરો.
 • પ્રોસેસ પૂરી થયા બાદ તમારા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ વધી જશે.

2. ક્લાઉડની મદદથી સ્ટોરેજ વધારો

જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો ગૂગલ ક્લાઉડની સર્વિસની મદદથી સ્ટોરેજ વધારી શકો છો. જોકે તેના માટે તમારે પૈસા ખર્ચવા પડશે. ક્લાઉડ સ્ટોરેજ માટે one.google.com પર જઈ પ્લાન સિલેક્ટ કરવાનો રહેશે. ક્લાઉડમાં 15GBની ફ્રી સ્પેસ મળે છે. ત્યારબાદ 100GB માટે 130 રૂપિયા પ્રતિ મહિનો અને વાર્ષિક 1300 રૂપિયા, 200GB માટે દર મહિને 210 રૂપિયા અને વર્ષના 2100 રૂપિયા, 2TB માટે દર મહિને 650 રૂપિયા અને વર્ષે 6500 રૂપિયા, 10TB માટે દર મહિને 3250 રૂપિયા અને 30TB માટે મહિનાનો 9750 રૂપિયાના ગૂગલ વન પ્લાન અવેલેબલ છે.

3. વ્હોટ્સએપ હિડન ફાઈલ્સ ડિલીટ કરો
સ્માર્ટફોનના ઈન્ટર્નલ સ્ટોરેજમાં વ્હોટ્સએપના અનેક ફોલ્ડર હોય છે. તેમાં ઘણી સ્પેસ કન્ઝ્યુમ થાય છે. આ ડેટા કામનો પણ નથી હોતો. આવા ફોલ્ડર ડિલીટ કરી તમે ફોનમાં સ્પેસ બનાવી શકો છો. તેના માટે શું કરશો...

 • SENT ફોલ્ડર: વ્હોટ્સએપ ફોટો અને વીડિયો સાથે GIF, PDF, કોન્ટેક્ટ, ઓડિયો અને અન્ય ફાઈલ હોય છે. મોટા ભાગના યુઝર્સ આ ફોલ્ડર્સ ડિલીટ કરતા નથી. વ્હોટ્સએપ પર ફોરવર્ડેડ ફાઈલ્સ પણ સ્પેસ કન્ઝ્યુમ કરે છે. સેપ્સ માટે તમામ સેન્ટ ફોલ્ડર ડિલીટ કરો.
 • આ રીતે ડિલીટ કરો ફોલ્ડર: આ ફોલ્ડર તમારા ફોનના સ્ટોરેજમાં સેવ હોય છે. તેના માટે ફાઈલ મેનેજરમાં WhatsApp => Media => WhatsApp Video => Sent પર જાઓ, સેન્ટ આઈટેમ્સમાં વીડિયો, વોલપેપર, એનિમેશન, ઓડિયો, ડોક્યુમેન્ટ્સ, ઈમેજ એમ અલગ અલગ ફોલ્ડર હોય છે. આ ફોલ્ડર ફોનની ઘણી સ્પેસ ખાઈ જાય છે, આવા સેન્ટ ફોલ્ડરને ડિલીટ કરી દો.