વ્હોટ્સએપ પર તમે કોઈને મેસેજ કરો અને તે મેસેજ તેને ડિલીવર જ ન થાય અથવા જો તમે તેને વીડિયો કોલ ન કરી શકો તો તમે માની શકો કે સામેવાળા યુઝરે તમને બ્લોક કર્યા છે. બની શકે તે ભૂલથી થયું હોય, પરંતુ તમે એ જાણી શકો છો કે વ્હોટ્સએપ પર તમને અન્ય યુઝરે બ્લોક કર્યા છે કે કેમ. તેના માટે આ 4 સ્ટેપ્સ ફોલો કરો...
1. લાસ્ટ સીન અને પ્રોફાઈલ પિક્ચર
જો તમે વ્હોટ્સએપ પર બ્લોક થયેલા છો તો સૌ પ્રથમ તે કોન્ટેક્ટનું લાસ્ટ સીન અને પ્રોફાઈલ ફોટો ચેક કરો. જો સામેવાળા યુઝરે તમને બ્લોક કર્યા હશે તો તેનું ઓનલાઈન સ્ટેટસ, લાસ્ટ સીન અને પ્રોફાઈલ ફોટો નહિ દેખાય. જોકે ઘણી વાર આ ત્રણેય વસ્તુ લોકો હાઈડ રાખતા હોય છે. તેથી બીજા સ્ટેપથી તમે બ્લોક છો કે કેમ તે સ્ટેટસ જાણી શકો છો.
2. મેસેજના બ્લૂ ટિક્સ
જ્યારે તમે કોઈને વ્હોટ્સએપ પર મેસેજ કરો છો તો રિસીવ થવા પર મેસેજની નીચે 2 બ્લૂ કલરની ટિક દેખાય છે. જો કોઈ યુઝરે તમને બ્લોક કર્યા હશે તો મેસેજ ડિલીવર થતો જ નથી. તેથી મેસેજ પર માત્ર સિંગલ ટિક જ રહે છે.
3. વોઈસ અને વીડિયો કોલ
તમે વીડિયો કોલથી પણ એ જાણી શકો છો કે તમે બ્લોક છો કે કેમ. જો તમે બ્લોક હશો તો સામેવાળા યુઝરને તમે વીડિયો અથવા વોઈસ કોલ નહિ કરી શકો. અત્યાર સુધીના ત્રણેય સ્ટેપ નેટવર્ક પ્રોબ્લેમ અથવા પ્રાઈવસી સેટિંગને કારણે પણ હોઈ શકે છે.
4. વ્હોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરો
આ સ્ટેજમાંથી તમે ખાતરી કરી શકો છો કે આ કોઈ નેટવર્ક એરર કે પ્રાઈવસી ફીચર નહિ બલકે સામેવાળા યુઝરે તમને ખરેખર બ્લોક કર્યા છે. તેના માટે તમારે એક વ્હોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવાનું રહેશે. આ ગ્રુપમાં તમારે એ કોન્ટેક્ટ એડ કરવાનો રહેશે જેના માટે તમે ખાતરી કરવા માગો છો કે તમે તેના લિસ્ટમાં બ્લોક છો કે નહિ. જો આ દરમિયાન 'couldn't add this contact on group' જેવો કોઈ મેસેજ ડિસ્પ્લે થાય તો સમજી લો કે સામેવાળા યુઝરે તમને બ્લોક કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.