• Gujarati News
  • Utility
  • Gadgets
  • How To Find Lost Smartphone; How To Find Your Lost Android Smartphone And Erase Data Remotely, Follow These Steps

ટેક ટિપ્સ:ફોન ખોવાઈ ગયો હોય કે ચોરી થઈ ગયો હોય હવે ફિકર નોટ, આ સ્ટેપ્સ ફોલો કરી ફોનનું લોકેશન ટ્રેક કરો અને ડેટા સિક્યોર કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલના ફાઈન્ડ માય ફોન ફીચરથી ફોનનું લોકેશન ટ્રેક કરી શકાશે
  • કેટલાક સેટિંગ્સ ફોલો કરી તમારા ખોવાયેલા ફોનની સ્ક્રીન પર તમે મેસેજ પણ સેન્ડ કરી શકો છો

જો તમે વારંવાર તમારો મોબાઈલ ફોન ક્યાંક મૂકીને ભૂલી જાઓ છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો ફોન ચોરી પણ થઈ ગયો છે તો તમે ટેક્નોલોજીની મદદથી કેટલાક સ્ટેપ્સ ફોલો કરી સરળતાથી તમારો એન્ડ્રોઈડ ફોન શોધી શકો છો.

ફાઈન્ડ માય ફોન ફીચર
જો તમે કોઈ જગ્યાએ ફોન ભૂલી ગયા છો અથવા તમારો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો છે તો તમે ગૂગલના ‘ફાઈન્ડ માય ફોન’ ફીચરની મદદથી તેનું લોકેશન ટ્રેક કરી શકો છો અને ફોન લોક પણ કરી શકો છો. તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે તમે તમારો ફોનથી ગમે તેટલા દૂર હશો તો પણ આંખના પલકારે ફોનનો તમામ ડેટા ચોરી થતો બચાવવા માટે તેને ડિલીટ કરી શકો છો.

આ રીતે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનને ટ્રેક કરી તેનો ડેટા ડિલીટ કરો
જો તમે ગૂગલના આ ફીચરનો ઉપયોગ કરવા માગો છો તો તમારો ફોન ઓન હોવો, તેમાં ગૂગલ અકાઉન્ટ સાઈન ઈન થયેલું, મોબાઈલ ડેટા અથવા નેટવર્કથી ફોન કનેક્ટેડ હોય તે જરૂરી છે. સાથે જ ફોનમાં લોકેશન અને ફાઈન્ડ માય ડિવાઈસ ફીચર પણ ઓન હોય તે જરૂરી છે. જો આ તમામ વસ્તુ તમારા મોબાઈલ ફોનમાં ઓન છે તો આ સ્ટેપ્સ ફોલો કરી તમે તમારો સ્માર્ટફોન શોધી શકો છો.

  • https://www.google.com/android/find આ લિંક પર ક્લિક કરી તમારા ગૂગલ અકાઉન્ટથી સાઈન ઈન કરો. એક વખત સાઈન ઈન કર્યા બાદ તમારે ટોપ લેફ્ટ કોર્નર પરથી તમારા ફોનની પસંદગી કરવાની રહેશે. અહીં તમને બેટરીની માહિતી અને છેલ્લી વખત ક્યારે ઓનલાઈન હતો તેની માહિતી મળશે.
  • ત્યારબાદ ગૂગલ તમને જણાવશે કે તમારો ફોન ક્યાં છે. તે તમારા ફોનનું છેલ્લું લોકેશન જણાવશે.
  • જો તમે ફોનનાં છેલ્લાં લોકેશનથી અવગત છો તો ત્યાં જઈને મોબાઈલ ફોન પર કોલ કરી શકો છો. આ ફીચરની મદદથી ફોન નોનસ્ટોપ 5 મિનિટ સુધી રિંગ કરે છે ભલે તમારો સ્માર્ટફોન સાયલન્ટ પર હોય.
  • જો તમને કોઈ અજાણી જગ્યાએ ફોનનું લોકેશન જોવા મળે છે તો ફોનને એકલા શોધવાનો પ્રયાસ ન કરો. પોલીસની મદદ લો. તમારા ફોનનો સિરીયલ નંબર અને IMEI નંબર તેમને આપો. https://support.google.com/store/answer/3333000?hl=en આ લિંક પર ક્લિક કરી તમે તમારા ફોનનો સિરિયલ નંબર મેળવી શકો છો.
  • જો તમે ફોન લોક કરવા માગો છો તો ‘સિક્યોર ડિવાઈસ ઓપ્શન’ની પસંદગી કરો. તે તમારો ફોન લોક કરશે અને ગૂગલ અકાઉન્ટ પણ સાઈન આઉટ કરી દેશે. તેની મદદથી તમે તમારા ખોવાયેલા ફોનની લોક સ્ક્રીન પર તમારો બીજો મોબાઈલ નંબર અથવા કોઈ મેસેજ પણ સેન્ડ કરી શકો છો. જેથી જો ફોન કોઈ વ્યક્તિને મળે તો તે તમને સંપર્ક કરી શકે.
  • તમે થર્ડ પાર્ટીનો પણ ઉપયોગ કરી શકો છો અને ઈરેઝ ડિવાઈસ કરી શકો છો. તેનાથી ફોનનો સંપૂર્ણ ડેટા હંમેશાં માટે ડિલીટ થઈ જશે. તેથી કોઈ પણ વ્યક્તિ તમારા ફોનનો ડેટા ચોરી નહિ કરી શકે. જો તમારો ફોન ઓફલાઈન છે તો પણ ડેટા ડિલીટ કરી શકશો જ્યારે કોઈ ફોન ઓન કરી ઓનલાઈન આવે.