• Gujarati News
  • Utility
  • Gadgets
  • How To Find Hidden & Saved Passwords In Chrome And Mozilla Browser| Gmail, The Password From Facebook To Amazon Is Saved In The Browser, If You Forget It Can Be Obtained By Following These Simple Steps

ટેક ટિપ્સ:જી-મેઈલ, ફેસબુકથી લઈને એમેઝોન સુધીના પાસવર્ડ બ્રાઉઝરમાં સેવ હોય છે, જો ભૂલી જાવ તો આ સરળ સ્ટેપ્સ ફોલો કરી તેને મેળવી શકાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમારા વેબ બ્રાઉઝરમાં અનેક પાસવર્ડ સેવ હોઈ શકે છે
  • ડેટા ચોરીથી બચવા માટે આ પાસવર્ડ વિશે તમને જાણકારી હોવી જરૂરી છે

હાલ કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમને લીધે કેટલાક લોકો કંપનીના લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરી રહ્યા હશે. તેવામાં સ્વાભાવિક વાત છે કે તમે તેના પર પર્સનલ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સથી લઈને શોપિંગ એપના પાસવર્ડ સબમિટ કરી સેવ કરી લીધા હશે. આ પાસવર્ડ ક્યા સેવ થાય છે તે જાણવું જરૂરી છે. જો તમે પાસવર્ડ ભૂલી જાવ તો પણ અને તેનાથી તમે ડેટા ચોરી અને હેકિંગથી પણ બચી શકો છો.

ગૂગલ ક્રોમ, મોઝિલા ફાઈરફોક્સ અથવા કોઈ પણ બ્રાઉઝર પર કામ કરીએ ત્યારે ફેસબુક, જી-મેઈલ સહિતનાં સોશિયલ પ્લેટફોર્મ પર લોગઈન કરતી વખતે તમને પાસવર્ડ સેવ કરવા માટે પૂછવામાં આ છે. જો તમે પાસવર્ડ સેવ કરી લીધા હશે તો તે તમારા બ્રાઉઝરમાં સેવ થઈ જશે. તેને ડિલીટ કરવો જરૂરી છે. કારણ કે જો કોઈ અન્ય વ્યક્તિ તમારા લેપટોપ કે ડેસ્કટોપનો ઉપયોગ કરે તો તેનાથી ડેટા ચોરીનું જોખમ રહે છે.

પાસવર્ડનું લાબું લિસ્ટ હોઈ શકે છે

બ્રાઉઝરમાં ટ્વિટર, ફેસબુક સહિતના સોશિય મીડિયા, LIC અને ઈ કોમર્સ અકાઉન્ટના પાસવર્ડ સેવ હોય છે. જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો આ સ્ટેપ્સ ફોલો કરી પાસવર્ડ જોઈ તેને ડિલીટ પણ કરી શકો છો

  • સૌ પ્રથમ ગૂગલ ક્રોમની સેટિંગ ઓપન કરો.
  • હવે Password સેક્શન પર ક્લિક કરો. અથવા તેના સર્ચ સેટિંગમાં Password લખી સર્ચ કરો.
  • Passwordની સામે દેખાતાં એરો આઈકોન પર ક્લિક કરો.
  • હવે નીચે સ્ક્રોલ કરવા પર તમને તમામ સેવ પાસવર્ડનું લિસ્ટ જોવા મળશે.
  • આ લિસ્ટમાં તમામ પાસવર્ડ ડોટમાં જોવા મળશે, તેની આઈ પર ક્લિક કરવા પર પાસવર્ડ જોઈ શકાશે.
  • જોકે તેના માટે સિસ્ટમનો પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે, તો જ તમે પાસવર્ડ જોઈ શકશો.

લેપટોપ કે ડેસ્કટોપના મેઈન પાસવર્ડ સબમિટ કરીને જ તમે સેવ પાસવર્ડ જોઈ શકશો. જ્યારે તમે કોઈ પાસવર્ડ ભૂલી જાવ છો ત્યારે આ સ્ટેપ્સ ઘણા કામ લાગે છે. જોકે જો તમારી સિસ્ટમનો પાસવર્ડ કોઈ અન્ય વ્યક્તિને ખબર છે તો સેવ કરેલાં પાસવર્ડ જોખમકારક સાબિત થઈ શકે છે.

આ રીતે પાસવર્ડ પ્રોટેક્ટ કરો

  • તમારા લેપટોપ કે PCનો મેઈન પાસવર્ડ એકદમ સ્ટ્રોન્ગ રાખો. તેમાં નંબર્સ, આલ્ફાબેટ અને સ્પેશિયલ કેરેક્ટર ઉમેરો.
  • જ્યારે બ્રાઉઝર પાસવર્ડ સેવ કરવા માટે પૂછે તો ધ્યાન રાખો કે ડેટા ચોરીનું કેટલું જોખમ છે.
  • ગૂગલ ક્રોમની સેટિંગમાં Passwordમાં જઈને Offer to save passwords અને Auto Sign-inને ઓફ કરો.
  • ક્રોમની સેફ્ટી માટે MasterPassword for chrome ગૂગલ એક્સટેન્શનનો પણ ઉપયોગ કરી શકો છો.