ટેક ગાઈડ:ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ ઓછું થઈ જવાથી પરેશાન છો? તો આ ટ્રિક અપનાવી મેમરી કાર્ડને જ તમારું ઈન્ટર્નલ સ્ટોરેજ બનાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ ઓછું થવાથી નવી એપ્સ ઈન્સ્ટોલ કરી શકાતી નથી
 • ઈન્ટર્નલ સ્ટોરેજનો અડધો અથવા એક તૃતયાંશ ભાગ ફોનના સોફ્ટવેર અપડેટેશન માટે હોય છે

જો એન્ડ્રોઈડ સ્માર્ટફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 4GB,8GB અથવા 16GBનું હોય છે, તેથી ઘણી વાર સ્ટોરેજનો પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે. ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ યુઝર ક્યારેય પણ આખું ઉપયોગમાં લઈ શકતો નથી. સ્ટોરેજનો અડધો અથવા એક તૃતયાંશ ભાગ ફોનના સોફ્ટવેર અપડેટેશન માટે હોય છે. તેના કારણે ઘણી વાર સ્ટોરેજની ઊણપ હોવાથી નવી એપ્સ ઈન્સ્ટોલ કરી શકાતી નથી. ઘણી વખત તો ફોનના કેમેરામાંથી ફોટો અને વીડિયોગ્રાફી પણ નથી કરી શકાતી.

તેવામાં અમે તમને એવી ટ્રિક જણાવી રહ્યા છે, જેની મદદથી તમે ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજને વધારી શકો છો. આ ટ્રિક માટે કોઈ એક્સ્ટ્રા એપની જરૂર રહેતી નથી. બલકે ફોનની સેટિંગથી જ આ કામ થઈ જાય છે.

ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ વધારવાની ટ્રિક
આ ટ્રિકથી તમે તમારાં એન્ડ્રોઈડ ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજ અને માઈક્રો SD કાર્ડને મર્જ કરી શકો છો. માની લો કે તમારા ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 4GB અને મેમરી કાર્ડ 32GB છે, તો ફોનની ટોટલ મેમરી 32GB થઈ જશે. આ ટ્રિક અપનાવાથી તમામ ફાઈલ મેમરી કાર્ડમાં જ સેવ થશે.

ઈન્ટર્નલ સ્ટોરેજ વધારવાની ટ્રિક

 • ફોનનાં Settingsમાં જઈને Storage & USB ઓપ્શન પર ટેપ કરો.
 • Portable Storage સ્ટોરેજ ઓપ્શનમાં નીચેની બાજુ SD કાર્ડનું નામ જોવા મળશે.
 • ત્યારબાદ SD કાર્ડ પર ટેપ કરો.
 • ત્યારબાદ ઓપન થતાં નવાં પેજ પર ટોપ રાઈટમાં દેખાતા 3 ડોટ પર ટેપ કરો.
 • હવે તમને 2 ઓપ્શન જોવા મળશે, તેમાં Settings પર ટેપ કરો.
 • હવે Format as internalના ઓપ્શન પર ટેપ કરો.
 • હવે Erase & Format પર ક્લિક કરો. કાર્ડનાં ઈન્ટર્નલ સ્ટોરેજ બનવાની પ્રોસેસ શરૂ થશે.
 • આ પ્રોસેસ દરમિયાન થોડો ટાઈમ લાગશે. તે દરમિયાન ફોનના કોઈ પણ બટનનો ઉપયોગ ન કરો.
અન્ય સમાચારો પણ છે...