200 વૉટનું મોબાઈલ ચાર્જર:શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત? યુઝર્સના સવાલોનો કંપનીએ આપ્યો આ જવાબ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી ચાર્જિંગ ટેક્નોલોજી માટે 40થી વધારે સેફ્ટી મેઝરમેન્ટ લેવામાં આવ્યા
  • હાઈપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી 4000mAh બેટરીવાળો સ્માર્ટફોન માત્ર 3 મિનિટમાં 50% ચાર્જ થશે

શાઓમીએ થોડા દિવસ પહેલાં જ તેના પ્રીમિયમ સ્માર્ટફોન્સ માટે હાઈપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી લોન્ચ કરી હતી. તેનો દાવો છે કે આ ટેક્નોલોજીની મદદથી 4,000mAh બેટરીવાળો ફોન માત્ર 8 મિનિટમા ચાર્જ કરી શકાય છે. જોકે આ ચાર્જિંગ ટેક્નોલોજી પર કેટલાક યુઝર્સે સવાલોનો ઢગલો કરેલો. તેમાંથી કેટલાક સવાલ સ્માર્ટફોનની સેફ્ટી સાથે સંકળાયેલા હતા. હવે કંપનીએ આ સવાલોનો જવાબ આપ્યો છે.

800 વખત ચાર્જ કર્યા બાદ પણ 80% બેટરી લાઈફ બચી રહેશે
કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, આ ટેક્નોલોજી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેને ઘણાં રિસર્ચ કર્યા બાદ લોન્ચ કરવામાં આવી છે. નવી ચાર્જિંગ ટેક્નોલોજી માટે 40થી વધારે સેફ્ટી મેઝરમેન્ટ લેવામાં આવ્યા છે. શાઓમીએ ફોનની બેટરી અને 200 વૉટ ચાર્જિંગ ટેક્નોલોજી સવાલ પર કહ્યું કે 800 વખત ચાર્જ કર્યા બાદ પણ ફોનની બેટરી લાઈફ 80% સુધી બચેલી રહેશે. આ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડથી ઘણું ઉપર છે.

8 મિનિટમાં ફુલ ચાર્જ થશે 4000mAhની બેટરી
હાઈપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી 4000mAh બેટરીવાળો સ્માર્ટફોન માત્ર 3 મિનિટમાં 50% અને 8 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. આ જ રીતે 120 વૉટની વાયરલેસ ચાર્જિંગ 4000mAh બેટરીને 1 મિનિટમાં 10% અને 7 મિનિટમાં 50% સુધી ચાર્જ કરી શકે છે. તો 120 વૉટ વાયરલેસ ચાર્જિંગની બેટરી તે 15 મિનિટમાં ફુલ ચાર્જ કરશે.

નવાં ફ્લેગશિપ Mi સિરીઝમાં એન્ટ્રી થઈ શકે છે
શાઓમીની 120 વૉટ હાઈપર વાયરલેસ ચાર્જિંગને ગત ઓક્ટોબરમાં લોન્ચ થયેલી 80 વૉટ વાયરલેસ ચાર્જિંગનું સક્સેસર માનવામાં આવી રહ્યું છે. શાઓમીની 80 વૉટ વાયરલેસ ચાર્જિંગથી 4000mAh બેટરીને ફુલ ચાર્જ થવામાં 19 મિનિટ લાગે છે. આશા છે કે હાઈપરચાર્જ ટેક્નોલોજીને કંપની પોતાની Mi સિરીઝના નવા ફ્લેગશિપ ડિવાઈસમાં ઓફર કરી શકે છે. હાલ Mi 11 પ્રો અને Mi 11 અલ્ટ્રા 67 વૉટ વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે.

અન્ય સમાચારો પણ છે...