સ્માર્ટ ગેજેટ:હવે ફિટબિટની વોચ તમારાં નસકોરાંની તીવ્રતા જણાવશે, ટૂંક સમયમાં કંપની નવું ફીચર લોન્ચ કરશે

5 મહિનો પહેલા
  • કંપની નવી અપડેટમાં નસકોરાંના રેકોર્ડ પણ યુઝરને જણાવશે
  • યુઝરના સૂતાં સમયે બેઝલાઈન કરતાં વધારે અવાજ પર આ ફીચર ઓન થઈ જશે
  • નવી અપડેટમાં યુઝર 3 કેટેગરીમાં તેના નસકોરાંનો રેકોર્ડ જોઈ શકશે

સવારે ઉઠતાં જ તમારા પરિવારજન તમને એમ કહે કે રાતે તમારાં નસકોરાંના અવાજે તેમની ઊંઘ બગાડી છે. તેમની આ વાત પર વિશ્વાસ બેસતો નથી. તમને એવું લાગે છે કે તે ખોટું બોલી રહ્યો છે. હકીકત એવી છે કે જ્યારે આપણે ભર ઊંઘમાં નસકોરાં લેતાં હોઈએ છીએ તેનાથી આપણે અજાણ હોઈએ છીએ. ઘણી વખત તેને રોકવા માટે લોકો દવાઓનો પણ ઉપયોગ કરતાં હોય છે. ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ પણ નસકોરાં રોકવા માટે રિસર્ચ કરી રહી છે. તેમાં સ્માર્ટ વિયરેબલ ડિવાઈસ મેકર Fitbit સામેલ છે. આ કંપનીએ એવી સ્માર્ટવોચ અને સ્માર્ટબેન્ડ ડેવલપ કર્યો છે કે નસકોરાંનો પણ રેકોર્ડ રાખશે.

Fitbit એપમાં નવી અપડેટ

આ ફીચર Fitbit એપમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. Fitbit એપના 3.42 વર્ઝનમાં આ ફીચર મળશે. તેની સાથે સ્લીપિંગ પેટર્ન મળશે. સાથે જ એ માલુમ કરી શકાશે કે યુઝરે ઊંઘમાં રાતે નસકોરાં લીધા કે નહિ. નવી અપડેટ બાદ એપમાં નસકોરાં અને નોઈઝ ડિટેક્ટ કરી શકાશે. તેને ઓન કરવા પર સ્માર્ટવોચમાં લાગેલો માઈક્રોફોન ઓન થઈ જશે. આ માઈક્રોફોન તમને એ જણાવશે કે તમે કેટલાં ઊંચા સ્વરે નસકોરાં લીધા છે.

રૂમમાં ઘોંઘાટ હોવા પર આ ફીચર કામ નહિ કરે
સૂતા સમયે Fitbitએ ફિટનેસ બેન્ડના માઈક્રોફનને નોઈઝ મોનિટર કરવા માટે ડેવલપ કર્યો છે. તે નસકોરાંના અવાજને પણ કેપ્ચર કરે છે. જ્યારે અવાજ બેઝલાઈન કરતાં વધારે હશે ત્યારે તે એક્ટિવ થશે. તે ડિટેક્ટ કરશે કે અવાજ નસકોરાંનો છે કે સામાન્ય ઘોંઘાટ. જો રુમમાં બીજા કોઈ પણ પ્રકારનો અવાજ નસકોરાં કરતાં વધારે હશે તો આ ફીચર કામ નહિ કરે.

નસકોરાંને 3 કેટેગરીમાં જણાવશે
નસકોરાંના રિપોર્ટને Fitbit એપ 3 કેટેગરીમાં જણાવશે. પ્રથમ None to mild તેનો અર્થ એ છે કે સૂતા સમયે યુઝરે માત્ર 10% જ નસકોરાં લીધા છે. Moderateમાં 10થી 40% અને ત્રીજી Frequent 40%થી વધારે. આ ત્રમેય કેટેગરી યુઝરની આખી સ્લીપ સાઈકલ દરમિયાન તેનાં નસકોરાંને ટ્રેક કરશે.

અન્ય સમાચારો પણ છે...