જિયો ફીચર ફોન સસ્તા થશે?:'જિયોફોન નેક્સ્ટ'નાં લોન્ચિંગથી 'જિયોફોન 2'નાં વેચાણ પર અસર થઈ શકે છે, આ ફીચર ફોનની કિંમત ₹2999

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'જિયોફોન 2'ની કિંમત 2999 રૂપિયા છે જ્યારે કંપની 'જિયોફોન નેક્સ્ટ' 3500 રૂપિયામાં લોન્ચ કરી શકે છે
  • જિયોફોન નેક્સ્ટ ફોનનું ધૂમ વેચાણ થાય તે માટે કંપની તેનાં ફીચર ફોનની કિંમત ઘટાડી શકે છે

10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસથી 'જિયોફોન નેક્સ્ટ'નાં વેચાણનું શ્રીગણેશ થવાનું છે. આ ફોનને દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન માનવામાં આવે છે. જોકે કંપનીએ તેની કિંમત અંગે કોઇ ખુલાસો કર્યો નથી. તેની કિંમત 10 સપ્ટેમ્બરે જ જાહેર થશે.

કંપની આ પહેલાં 2 ફીચર ફોન 'જિયોફોન' અને 'જિયોફોન 2' લોન્ચ કરી ચૂકી છે. જિયોફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 1499 રૂપિયા છે અને 'જિયોફોન 2'ની કિંમત 2999 રૂપિયા છે. જિયો તેનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે આ ફોન લોન્ચ કર્યા બાદ શું કંપની આ ફીચર ફોનની કિંમત ઘટાડશે કે તેનું પ્રોડક્શન બંધ કરી દેશે. આવો જાણીએ...

જિયોફોન સાથે કંપની પ્લાન્સ પણ ઓફર કરે છે

જિયોફોન સાથે કંપની 2 પ્લાન આપી રહી છે. તેમાંથી સૌથી સસ્તો પ્લાન 1499 રૂપિયાનો છે. આ વાર્ષિક પ્લાનમાં 24GBનો ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રી જિયો એપ્સ એક્સેસ મળે છે. આ ફોન સાથે 1999 રૂપિયાનો 2 વર્ષનો પ્લાન પણ મળે છે. તેમાં 48GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ફ્રી જિયો એપ્સ એક્સેસ મળે છે. અગાઉથી જ જિયોફોનનાં ગ્રાહકોને કંપની 749 રૂપિયાનો વાર્ષિક પ્લાન આપે છે. આ પ્લાનમાં 24GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રી જિયો એપ્સ એક્સેસ મળે છે.

જિયોફોન 2માં કોઈ પ્લાન નહિ

જિયોફોન 2 ની કિંમત 2999 રૂપિયા છે. ક્વાર્ટી કી બોર્ડથી સજ્જ આ ફીચર ફોન સાથે કંપની કોઈ પ્લાન નથી આપી રહી. ફોનની ખરીદી 141 રૂપિયાની EMI સાથે પણ કરી શકાય છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તેમાં ક્વૉલકોમ 4G ચિપસેટ મળે છે. આ ફોનની ખરીદી સાથે ગ્રાહકોએ અલગથી રિચાર્જ કરાવવવું પડે છે. આ પ્લાનની કિંમત 39 રૂપિયાથી લઈને 749 રૂપિયા સુધી છે.

શું કંપની ફીચર ફોન સસ્તા કરશે?
જિયોફોન નેક્સ્ટને દુનિયાનો સૌથી સસ્તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન કહેવામાં આવી રહ્યો છે. આ ફોન કેટલો સસ્તો હશે તે 10 સપ્ટેમ્બરે જ ખબર પડશે. જિયોફોન 2ની કિંમત 2999 રૂપિયા છે. અર્થાત 3000 રૂપિયામાં કંપની લૉ કન્ફિગ્રેશન સાથેનો ફોન આપી રહી છે. આ જ કિંમતમાં લાવા અને નોકિયાના વધુ સારા ફીચર ફોન અવેલેબલ છે.

માનવામાં આવી રહ્યું છે કે જિયોફોન નેક્સ્ટની કિંમત 3500 રૂપિયા હોઈ શકે છે. જો ફોન આ કિંમત સાથે લોન્ચ થશે તો કંપનીના ફીચર ફોન જિયોફોન 2 અને સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ'ની કિંમતમાં માત્ર 500 રૂપિયાનું અંતર રહી જશે. આ સ્થિતિમાં જિયોફોન નેક્સ્ટ હિટ કરવા માટે કંપની ફીચર ફોનની કિંમત ઓછી કરી શકે છે. જોકે તેના પર પણ હજુ સસ્પેન્સ યથાવત છે.

ઓનલાઇન પ્લેટફોર્મ પર 3500 રૂપિયાથી ઓછી કિંમતમાં 4G સ્માર્ટફોન અવેલેબલ છે. આઈટેલ it 1508ની કિંમત 3449 રૂપિયા અને આઇટેલ વિશ it 1512ની કિંમત 3490 રૂપિયા છે. જિયોફોન નેક્સ્ટની કિંમત 3499 રૂપિયા હોઈ શકે છે. આ કિંમત કરતાં આઇટેલનાં બંને મોડેલની કિંમત સસ્તી છે.