તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:એપ ગેલરી ફીચર યુક્ત ‘ઓનર 9X પ્રો’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 17,999

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોનમાં 48MPનું પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 16MPનો પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો
 • ફોનનાં સિંગલ 6GB + 256GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા
 • ફોનમાં હુવાવેનું ‘એપ ગેલરી’ ફીચર મળશે,એપ ઈન્સ્ટોલ્ડ કર્યા વગર પ્રિવ્યૂ કરી શકાશે
 • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે
 • ફોનનાં મિડનાઈટ બ્લેક અને ફેન્ટમ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં
 • ફોનનું વેચાણ 21મેથી ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવશે

ચાઈનીઝ ટેક કંપની ઓનરે તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘ઓનર 9X પ્રો’ ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેનું 6GBની રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતું સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત  17,999 રૂપિયા છે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં ઓનરની પેરન્ટ કંપની હુવાવેનું ‘એપ ગેલરી’ ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં 48MPનું પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 16MPનો પોપ અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનું વેચાણ 21મેથી ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવશે.

કિંમત અને ઓફર

 • ફોનનાં સિંગલ 6GB + 256GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા છે.
 • ફ્લિપકાર્ટ પર અર્લી સેલ 21મેએ શરૂ કરવામાં આવશે. તે અંતર્ગત ગ્રાહકો આ ફોનની ખરીદી 14,999 રૂપિયામાં કરી શકશે.
 • ગ્રાહકો તેનાં માટે અત્યારથી રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે.
 • અર્લી સેલ ઓફર અંતર્ગત 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ EMIની સુવિધા મળશે.
 • કંપની એક્સીડેન્ટલ ડેમેજ પર વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ ગેરન્ટી આપી રહી છે, જે 3 મહિના માટે એક્ટિવ રહે છે.
 • સાથે જ જો ગ્રાહકોને ફોન પસંદ ન પડે તો તેઓ 7 દિવસની અંદર રિટર્ન પણ કરી શકે છે.

એપ ગેલરી ફીચર

આ ફીચર ફોનમાં પ્લે સ્ટોરનું સ્થાન લેશે. આ ફીચરની મદદથી યુઝર એપને ડાઉનલોડ કર્યા વગર ક્વિક એપની મદદથી તેનો ટ્રાયલ કરી શકશે. એપ ગેલરીમાં હુવાવે બ્રાઉઝર, ક્લાઉડ, વીડિયો, મ્યૂઝિક અને થીમ્સ પણ મળશે. તેમાં યુઝરને સિક્યોરિટી અને પ્રાઈવસી માટે 4 લેયરનું પ્રોટેક્શન મળશે.

‘ઓનર 9X પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.59 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ IPS 1080x2340 રિઝોલ્યુશન

OS 

EMUI 9.1 બેઝ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ

પ્રોસેસર

ઓક્ટાકોર કિરિન 810

રિઅર કેમેરા

48MP +8MP +2MP

ફ્રન્ટ કેમેરા

પોપ અપ 16MP

રેમ

6GB

સ્ટોરેજ

256GB

બેટરી

4,000mAh
વજન

202 ગ્રામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો