તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિતાચીની નવી AC સિસ્ટમ:દુનિયાનું પ્રથમ સાઈડ થ્રો VRF એર કન્ડીશનર લોન્ચ, -20°C થી 52°C તાપમાનમાં કામ કરશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ એર કન્ડીશનરથી વીજળીની બચત થશે
  • ACની ડીઝાઈન ઘણી સ્લિમ છે, આથી તે ઘરમાં ઓછી જગ્યા રોકે છે

એડવાન્સ એર કન્ડીશનિંગ સોલ્યુશન માટે જાપાનની કંપની હિતાચીએ દુનિયાનું પ્રથમ સ્લિમ મોડ્યુલર સાઈડ થ્રો VRF મોડલ એર કન્ડીશનર સાઈડસ્માર્ટ ઝેડ લોન્ચ કર્યું છે. આ 18hpનું સિંગલ મોડ્યુલર અને 72hp સુધીના મોડ્યુલર કોમ્બીનેશન ધરાવે છે. સાઈડસ્માર્ટ Z એક હીટ પંપ ટાઈપ (-20°C થી 52°C)છે, તે દરેક સીઝનમાં સારું પર્ફોમન્સ આપે છે.

ACની ડીઝાઈન ઘણી સ્લિમ છે, આથી તે ઘરમાં ઓછી સ્પેસ રોકે છે. તેનું ઇન્સ્ટોલેશન પણ ઘણું સરળ છે. તેનો ઉપયોગ સ્કૂલ, જીમ, રિટેલ શોરૂમ, હેલ્થ સ્પા, હોટેલ, રેસ્ટોરાં અને હોસ્પિટલમાં કરી શકાય છે.

એર કન્ડીશનરનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • તેમાં વધારે ક્ષમતાવાળું DC ઇન્વર્ટર સ્ક્રોલ કોમ્પ્રેસર આપ્યું છે, તે 0.1Hz પ્રિસિઝન કંટ્રોલ સજ્જ છે. વધારે ક્ષમતાવાળા એક્યુમ્યુલેટર, નવા ફિન શેપવાળા હીટ એક્સચેન્જર સબ કૂલિંગ સિસ્ટમ સાથે તાલમેલ મેળવી કામ કરે છે. આ બધા ફીચર્સ હિતાચીની કૂલિંગ અને હીટિંગ ડ્યુઅલ ડિઝાઈનને અનુકૂળ છે.
  • સાઈડસ્માર્ટ VRF સાઈડ થ્રો આઉટડોર યુનિટ 130 ટકા સુધીની ક્ષમતા સાથે ઈન્ડોર કનેક્ટ થઈ શકે છે. તે તેના ઉપયોગની રીત અને બિલ્ડિંગનાં ઓરિન્ટેશન પર નિર્ભર કરે છે.
  • કંપનીનું કહેવું છે કે, અમારી એક્સક્લુઝિવ સ્મૂધડ્રાઈવઝ્ડ VRF કમ્પ્રેસર કંટ્રોલ ટેક્નોલોજી વીજળીની બચત કરે છે અને આરામ આપે છે. માઈક્રો પ્રિસિઝન ટેક્નિક પાર્શલ લોડ દરમિયાન પણ વીજળી બચાવે છે. આ કન્ડીશનરથી તમે મેક્સિમમ ઊર્જા પણ બચાવી શકો છો.