મોટે ભાગે લોકો કેમેરા જોઈને સ્માર્ટફોનની ખરીદી કરતા હોય છે. તેના માટે જ ટેક કંપનીઓ કેમેરા પર ફોકસ કરતી હોય છે. ઘણી બ્રાન્ડ્સ 108MPના પ્રાઈમરી કેમેરા સાથેના સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આવા સ્માર્ટફોન પહેલાંથી જ માર્કેટમાં અવેલેબલ છે. રિયલમી 108MPના પ્રાઈમરી રિઅર કેમેરાથી સજ્જ ‘રિયલમી 8 પ્રો’ 24 માર્ચે લોન્ચ કરવાની તૈયારીમાં છે. મોટોરોલા પણ 108MPનો કેમેરા લોન્ચ કરવાની તૈયારીમાં છે. પહેલાંથી જ માર્કેટમાં 108MPના પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા 5 સ્માર્ટફોનનું લિસ્ટ જુઓ...
1. રેડમી નોટ 10 પ્રો મેક્સ (Redmi Note 10 Pro Max)
પ્રારંભિત કિંમત: 18,999 રૂપિયા
થોડા સમય પહેલાં જ શાઓમીએ તેની રેડમી નોટ 10 સિરીઝ લોન્ચ કરી છે. તેના ટોપ એન્ડ વેરિઅન્ટ રેડમી નોટ 10 પ્રો મેક્સમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા છે. કંપનીએ તેને બજેટ સ્માર્ટફોન રેન્જમાં લોન્ચ કર્યો છે. તેનાં 6GB+64GBનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે. ફોનમાં 108MPનું સેમસંગ HM2 પ્રાઈમરી સેન્સર સિવાય અન્ય 8MP,5MP અને 2MPના લેન્સ મળે છે. ફોનમાં 33 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી મળે છે.
2. Mi 10i
પ્રારંભિક કિંમત: 20,999 રૂપિયા
શાઓમીના અફોર્ડેબલ સ્માર્ટફોન Mi 10i 108MP કેમેરા સાથે ભારતમાં અવેલેબલ છે. તેનાં 6GB+64GBનાં બેઝિક વેરિઅન્ટની કિંમત માત્ર 20,999 રૂપિયા છે. ફોનમાં 8MPનું અલ્ટ્રા સેન્સર, 2MPનું મેક્રો સેન્સર અને 2MPનું ડેપ્થ સેન્સર મળે છે. ફોન 5G કનેક્ટિવિટી અને 4K વીડિયો સપોર્ટ કરે છે. તેમાં 33 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સાથે 4820mAhની બેટરી મળે છે. ફોનમાં ડ્યુઅલ વીડિયો મોડ ફીચર પણ મળે છે. અર્થાત કેમેરાથી વીડિયો રેકોર્ડ કરી શકાય છે.
3. Mi 10
પ્રારંભિક કિંમત: 49,999 રૂપિયા
આ શાઓમીનો ફ્લેગશિપ સ્માર્ટફોન છે. તેનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. ફોનમાં 108MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે, જે OIS સપોર્ટ સાથે આવે છે. આ સિવાય ફોનમાં 13MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનું ડેપ્શ સેન્સર છે. આ ફોનની ખાસિયત એ છે કે તે 8K વીડિયો રેકોર્ડ સપોર્ટ કરે છે. તેમાં 6.67 ઈંચની કર્વ્ડ AMOLED ડિસ્પ્લે મળે છે. ફોનમાં 30 વૉટનું વાયરલેસ ચાર્જિંગ અને 10 વૉટનું રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે 4780mAhની બેટરી છે.
4. મોટોરોલા એજ પ્લસ (Motorola Edge+)
પ્રારંભિક કિંમત: 64,999 રૂપિયા
આ ફોન ઘણા લાંબા સમયથી ભારતમાં અવેલેબલ છે. મોટોના આ ફોનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા છે. ફોનમાં 6K વીડિયો રેકોર્ડિંગ મળે છે. સેલ્ફી માટે તેમાં 25MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં 18 વૉટનું પાવર વાયર્ડ ચાર્જિંગ, 18 વૉટ વાયરલેસ ચાર્જિંગ અને 5 વૉટનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી મળે છે. તેનાં 12GB+256GB સિંગલ વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા છે.
5. સેમસંગ ગેલેક્સી S21 અલ્ટ્રા 5G (Samsung Galaxy S21 Ultra 5G)
પ્રારંભિક કિંમત: 1,05,999 રૂપિયા
આ ફોન સેમસંગનો ફ્લેગશિપ સ્માર્ટફોન છે. તેની પ્રારંભિક કિંમત 1,05,999 રૂપિયા છે. આ કિંમત તેનાં બેઝિક વેરિઅન્ટ 12GB+156GBની છે. ફોનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે. તેમાં 12MPનો સેકન્ડરી લેન્સ અને 10MPનો ટેલિફોટો લેન્સ પણ છે. ફોનમાં મેક્સિમમ 100X સુધીનું ઝૂમ સપોર્ટ મળે છે. સેલ્ફી માટે તેમાં 40MPનો કેમેરા છે. ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.