તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાઈસ હાઈક:1 એપ્રિલથી સ્માર્ટફોન અને એક્સેસરીઝની ખરીદી મોંઘી થશે, 2.5% ઈમ્પોર્ટ ડ્યુટી વધવાથી કિંમતો પર અસર થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25,000 રૂપિયા સુધીના ફોનની કિંમત 500 રૂપિયા સુધી વધી શકે છે
  • ઈમ્પોર્ટ ડ્યુટી વધતાં કંપની ફોનની કિંમત ઓછી કરવા માટે એક્સેસરીઝ આપવાનું બંધ કરી શકે છે

જો તમે સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારી પાસે હવે ખૂબ ઓછો સમય છે. 1 એપ્રિલથી સ્માર્ટફોન મોંઘા થવા જઈ રહ્યા છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2020-21ના બજેટમાં જાહેરાત કરી હતી કે લોકલ મોબાઈલ પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર અને અડોપ્ટર, ગેજેટ્સ બેટરી, હેડફોન પર ઈમ્પોર્ટ ડ્યુટી 2.5% વધશે. તેથી તેની કિંમતો વધી શકે છે.

છેલ્લા 4 વર્ષમાં 10% સુધી ઈમ્પોર્ટ ડ્યુટી વધી
સરકારે છેલ્લા 4 વર્ષમાં આ પ્રોડક્ટ્સ પર સરેરાશ આશરે 10% સુધી ઈમ્પોર્ટ ડ્યુટી વધારી છે. દેશમાં મોબાઈલ ફોનનું પ્રોડક્શન 3ગણું વધી ગયું છે, પરંતુ કિંમતમાં વધારો થયો છે. 2016-17માં દેશમાં 18,900 કરોડ રૂપિયાના મોબાઈલ ફોન બનતા હતા જ્યારે 2019-20માં દેશમાં 1.7 લાખ કરોડ રૂપિયાના ફોન બન્યા હતા.

ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાનું કારણ
સરકારે બજેટ 2021માં ઘણી આઈટેમ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની વાત કહી છે. સરકાર તેનાથી એક્સ્ટ્રા 20,000 કરોડથી 21,000 કરોડ રૂપિયાનું રાજસ્વ હાંસલ કરી શકે છે. કોરોના મહામારીને લીધે સરકારી ખજાનો પણ ખાલી થયો છે. તેથી અર્થવ્યવસ્થા ફરી પાટે લાવવા માટે સરકાર દરેક સફળ પ્રયાસ કરી રહી છે.

મોબાઈલ ફોનની કેટલી કિંમત વધશે

  • આ વિશે અત્યારે કંઈક કહેવું ઉતાવળ ગણાશે. કારણ કે દેશમાં સસ્તાં સ્માર્ટફોન ખરીદનારનો વર્ગ મોટો છે. ઈમ્પોર્ટ ડ્યુટીથી ફોનની કિંમતમાં મિનિમમ 100 રૂપિયાનો ફરક પડે છે. તેનાથી ગ્રાહકને કંઈ ખાસ ફરક પડતો નથી. મિડ અથવા પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતમાં વધારે અંતર જોવા મળી શકે છે.
  • માની લો કે કોઈ સ્માર્ટફોનની કિંમત 10,000 રૂપિયા છે. તો ઈમ્પોર્ટ ડ્યુટી વધતાં તેની નવી કિંમત 10,500 રૂપિયા થઈ શકે છે. આ જ રીતે 25,000 રૂપિયા સુધીના ફોનની કિંમત 500 રૂપિયા સુધી વધી શકે છે.
  • કંપનીઓ ફોનની કિંમતમાં ઘટાડો આવે તે માટે કામ કરી રહી છે. તેમ છતાં જો કિંમત વધી જાય તો કંપની એક્સેસરીઝ આપવાનું બંધ કરી શકે છે. જે રીતે એપલે તેના બોક્સમાં ચાર્જર દૂર કર્યું તે રીતે. અર્થાત ગ્રાહકોએ ચાર્જર માટે હવે અલગથી પૈસા આપવા પડશે. ઘણી કંપનીઓ એપલનું વલણ અપનાવી શકે છે. મોટા ભાગની કંપનીઓએઘણા ટાઈમથી ઈયરફોન આપવાનું બંધ કર્યું છે.

કિંમત ઓછી કરવા માટે લોકલ પ્રોડક્શન વધારવું પડશે

  • ટેક ગુરુના નામથી પોપ્યુલર ટેક એક્સપર્ટ, અભિષેક તેલાંગે કહ્યું કે, સરકાર દેશમાં સમાર્ટફોન મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન વધારવા માટે સતત કામ કરી રહી છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધવાથી બહારથી આવતી આઈટેમ્સ મોંઘી થશે. તેવામાં સ્વદેશી આઈટેમ્સ બનાવવા પર જોર આપવામાં આવી રહ્યું છે. જે વસ્તુ દેશમાં બનશે તે સસ્તી વેચાશે.
  • ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે ઘણું ઘર્ષણ થયું હતું. જેને લીધે બંને દેશ વચ્ચે ટ્રેડ વોર શરૂ થયો હતો. સરકાર પણ ઈચ્છે છે કે ચીન પર આપણી નિર્ભરતા ઓછી થઈ જાય. જેમ કે કોઈ ફોન ચીનમાં ડેવલપ થયો છે પરંતુ ભારતમાં તેની કિંમત 20 હજાર રૂપિયા છે. હાર્ડવેર અને ફીચરવાળો ફોન ભારતમાં ડેવલપ થઈ તે 4-5 હજાર રૂપિયા સસ્તો મળશે.
  • તેને એ રીતે પણ સમજી શકાય છે કે આજથી 7-8 વર્ષ પહેલાં જ્યારે ભારતમાં ચાઈનીઝ ફોનનું વેચાણ શરૂ થયું હતું. તે સમયે ચાઈનીઝ બ્રાન્ડ્સે સેમસંગ જેવી કંપનીઓને જોરદાર ટક્કર આપી હતી. હવે તેનાથી વિપરિત પરિસ્થિતિ બની રહી છે. સરકાર સ્વદેશી કંપનીઓને અવસર આપી રહી છે. તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ બહારની કંપનીઓને નુક્સાન થશે. બહારની કંપનીઓએ પોતાના ફોન ભારતમાં બનાવવા પડશે અથવા ફોનનું માર્જિન ઓછું કરવું પડશે. લોકો ઈચ્છે છે કે એક સારો ફોન ઘણા લાંબા સમય સુધી ચાલે, પરંતુ કંપનીઓનું ફોકસ એ વાત પર છે કે ગ્રાહક દર 6-8 મહિને પોતાનો ફોન બદલે.
  • કંપની ફોન સાથે આવતી એક્સેસરીઝ ઘટાડી કિંમત ઓછી કરી શકે છે. સરકાર પણ ઈચ્છે છે કે, ઈ-વેસ્ટ મિનિમમ થાય. તેના માટે વાયરલેસ એક્સેસરીઝ સૌથી બેસ્ટ ઓપ્શન છે.

ફોર અને ટુ વ્હીલર પણ મોંઘા થશે
1 એપ્રિલથી હીરો મોટોકોર્પ પોતાની બાઈક્સની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. આ પહેલાં કંપનીએ પોતાના ટુ વ્હીલરને જ્યારે BS6 એન્જિનથી રિપ્લેસ કર્યા ત્યારે પણ કિંમત વધારી હતી. મારુતિ અને નિસાને પણ પોતાની કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. મારુતિની કાર 3થી 5% મોંઘી થઈ શકે છે.