હીરોનું બધાનું પસંદગીનું મોડેલ હોય તો તે સ્પ્લેન્ડર છે. તો જૂનમાં સૌથી વધારે ટોપ-10 બાઈકના વેચાણમાં સ્પેલન્ડર ટોપ પર હતું. સ્પેલન્ડરનું એક નવું મોડેલ જલ્દી જ બજારમાં આવશે. હીરો મોટોકોર્પ સુપર સ્પેલન્ડર 125નું નવું મોડલ જલ્દી જ ભારતીય બજારમાં લોન્ચ થશે. કંપનીના નવા ટીઝરમાં જોઈ શકાય છે કે, આ નવું મોડેલ સંપૂર્ણ બ્લેક ફિનિશ સાથે જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીએ આ પહેલાં 100cc સ્પ્લેન્ડરનું એક ઓલ બ્લેક મોડેલ બજારમાં લોન્ચ કરી ચુકી છે.
સુપરસ્પ્લેન્ડર 125ના આ નવા વેરિએન્ટમાં BS6 સાથે 124.7cc, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન હશે. સુપર સ્પ્લેન્ડર 125નું નવું મોડેલ ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય બજારમાં આવે તેવી સંભાવના છે. તેને તહેવારોની સીઝન પહેલા લોન્ચ કરી શકાય છે.
હીરો સુપર સ્પ્લેન્ડરમાં ડિસ્ક અને ડ્રમ મળશે
બાઇકમાં હાર્ડવેર સ્પેક્સના ફિચરમાં હાલના વેરિઅન્ટની જેમ જ બંને વ્હીલ્સ પર ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, ફાઇવ-સ્ટેપ એડજસ્ટેબલ રિયર સ્પ્રિંગ્સ અને 130 એમએમ ડ્રમ બ્રેક્સ પણ મળશે. આ ઉપરાંત બાઇકમાં પર કમ્બાઈન બ્રેકિંગ સિસ્ટમ પણ મળશે, જેમાં 240 એમએમની ફ્રન્ટ ડિસ્ક બ્રેકના ઓપ્શન મળશે.
શું હશે કિંમત?
હીરોની સુપર સ્પ્લેન્ડરની ઓલ બ્લેક એડિશનની કિંમત હાલના મોડેલની સરખામણીએ થોડી મોંઘી છે. 100cc સ્પ્લેન્ડરની ઓલ બ્લેક એડિશની કિંમત 71,278 રૂપિયા છે, જે ડ્રમ બ્રેકની સાથે સ્પ્લેન્ડર + i3s જેવી જ છે. તો બીજી સુપર સ્પ્લેન્ડર ડિસ્ક મોડેલની કિંમત 81,100 છે.
જૂન 2022માં હીરોના સ્કૂટરનું વેચાણ વધ્યું
ટુ-વ્હીલર્સની સૌથી મોટી ઉત્પાદક કંપની હીરોએ જૂન 2022માં 4,84,867 યુનિટ વાહનનું વેચાણ કર્યું છે. જે 3.35 ટકાનો વધારો છે. 2021માં આ જ સમયગાળામાં કંપનીએ 4,69,160 યુનિટ વાહનનું વેચાણ કર્યું હતું. ગયા મહિને હીરો મોટોકોર્પનું સ્થાનિક વેચાણ 4,63,210 યુનિટ રહ્યું હતું, જ્યારે નિકાસ 21,657 યુનિટ રહી હતી. જૂન 2022 માં હીરો મોટોકોર્પની મોટરસાયકલનું વેચાણ 4,61,421 યુનિટ રહ્યું હતું, જ્યારે કંપનીએ આ જ સમયગાળા દરમિયાન માત્ર 23,446 સ્કૂટર વેચવામાં સફળ રહી હતી.
હાલ પેશન એક્સટેક 110 અને એક્સપલ્સ 200 લોન્ચ થયા
હીરોએ હાલમાં જ પેશન એક્સ્ટેક 110 અને એક્સપલ્સ-200ની ચોથી એડિશન લોન્ચ કરી હતી, પેશન એક્સટેક-110નવી એલઈડી હેડલેમ્પ અને ફૂલ ડિજિટલ ક્લસ્ટર સાથે લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે કંપનીએ એક્સપલ્સ-200ની ચોથી એડિશનને રેલી કીટ અને ડિવાઇસ સાથે લોન્ચ કરી હતી.
નવી હીરો પેશન એક્સટેક અને એક્સપલસે 200 ચોથી રેલી એડિશનની કિંમત 74,590 રૂપિયા અને 1,52,000 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.