યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:સેકન્ડ હેન્ડ ફોનની ખરીદી ફાયદાકારક સાબિત કરવા માટે આ 4 વાતોનું ધ્યાન રાખો અને છેતરાતાં બચો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એવું જરૂરી નથી કે નવી વસ્તુ જ સારી હોય. ઘણી વખત સેકન્ડ હેન્ડ વસ્તુ પણ પૈસા વસૂલ સાબિત થાય છે. જો તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ફોન ચોરી નો તો નથી ને?
સેકન્ડ હેન્ડ ફોનની ખરીદીમાં સૌથી મોટો ડર એ રહે છે કે ફોન ચોરીનો તો નથી ને? આ ડર હોવો સ્વાભાવિક છે કારણ કે જરૂરી નથી કે ફોન માત્ર ચોરીનો જ હોય બની શકે તેનો ઉપયોગ અગાઉ અપરાધિક ગતિવિધિમાં થયો હોય.

સેકન્ડ હેન્ડ ફોનની ખરીદી કરો તો હંમેશાં તેની સાથે ઓરિજિનલ બિલ હોય તેવા ફોનની પસંદગી કરો. ઓરિજિનલ બિલની હાર્ડ કે સોફ્ટ કોપીમાં ખરીદદારનું નામ પણ ચકાસો.

IMEI નંબર જરૂર ચકાસો

IMEI નંબર જાણવો જરૂરી છે એ બધાને ખબર છે પરંતુ સેકન્ડ હેન્ડ ફોન ખરીદતાં પહેલાં IMEI નંબર કઈ કઈ જગ્યાએ ચેક કરવો જોઈએ તે પણ જાણવું જરૂરી છે. ફોનના સેટિંગમાં IMEI નંબર ફોનના બોક્સ અને બિલ સાથે મેચ થાય તે જરૂરી છે. જો ફોનમાં રિમૂવેબલ બેટરી હોય તો બેટરીની પાછળ પણ IMEI નંબર આપેલો હોય છે. તેનાથી એ માલુમ કરી શકાય છે કે ફોનની બેટરી બદલવામાં આવી છે કે કેમ.

જો જો, કોઈ નકલી ફોન ન પધરાવી જાય!
સેકન્ડ હેન્ડ ફોનની ખરીદી વખતે તે નકલી છે કે કેમ તેની તપાસ કરો. નકલી ફોનમાં ફોનનાં સેટિંગમાં આપેલો મોડેલ નંબર અથવા બેક પેનલ પર આપેલો મોડેલ નંબર મેળ ખાતો નથી. સાથે જ ફોનના મોડેલ નંબરને ઈન્ટરનેટ પર સર્ચ કરી જુઓ કે જે મોડેલ તમે ખરીદી રહ્યા છો તે મોડેલ નંબર સાચો છે કે કેમ.

ફિઝિકલ એક્ઝામિનેશન કરો

ફોનના ટચની તપાસ કરવી જરૂરી છે. ફોનના ટચને પારખવા માટે ફોનમાં 1-2 મિનિટ ગેમ રમો. તેનાથી ફોનનું પર્ફોર્મન્સ અને ટચ સેન્સિટિવિટી જાણી શકાય છે. ફોનની ડિસ્પ્લેમાં સ્ક્રેચ છે કે નહિ તે પણ ચકાસો. ફોનના સ્પીકર અને ચાર્જિંગ પોર્ટની પણ તપાસ કરો.

વૉરન્ટી અથવા એક્સટેન્ડેડ વોરન્ટી હોય તો વધુ સારુ
સેકન્ડ હેન્ડ ફોન જો વૉરન્ટી અથવા એક્સટેન્ડેડ વૉરન્ટી સાથે મળી રહ્યો હોય તો તે ખુબ સારી વાત છે. વોરન્ટી સાથેના ફોનમાં ચોરી કે નકલી ફોન હોવાની આશંકા ઓછી થઈ જાય છે. સાથે જ ફોનનું પર્ફોર્મન્સ લૉ હોય અથવા કોઈ સમસ્યા હોય તો વોરન્ટી હોવાને કારણે તેનો ઉકેલ લાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...