ઈલોન મસ્કની ટ્વિટરને ખરીદવાની 44 મિલિયન ડોલરની આ ડીલને પૂર્ણ થવામાં હજુ મહિનાઓ બાકી છે. આવી સ્થિતિમાં મસ્કના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને તેમના ચાહકો ટ્વિટર પર આવનાર સમયમાં રોજગારી આપવા માટે વિનંતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તે ટ્વિટર કંપનીમાં ઈલોન મસ્ક સાથે કામ કરવા માંગે છે. આમાં પોલિંગ એપ TBHના કો-ફાઉન્ડર નિકિતા બીયરે ટ્વીટ કર્યું હતું કે, મને ટ્વિટર પર પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હાયર કરવામાં આવે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, તે 11 વર્ષથી સોશિયલ મીડિયા એપ્સ ડેવલપ કરી રહ્યા છે.
ઈલોન મસ્કના અન્ય એક ચાહક ફ્રિડમેને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "આ ટ્વીટ ટ્વિટર પર ચીફ લવ ઓફિસર પોસ્ટની નોકરી માટે મારી સત્તાવાર અરજી છે. મારે માસિક પગાર 69 ડોલરમાં જોઈએ છે અને તેમાં પણ હું ક્રિપ્ટોમાં ચૂકવણીને વધુ પ્રાધાન્ય આપીશ અને બદલામાં હું સારું એવું કામ કરવાનો પૂરતો પ્રયાસ કરીશ.
સ્ટાર ટ્રેક ફ્રેન્ચાઇઝીમાં USS એન્ટરપ્રાઇઝના કેપ્ટન જેમ્સ ટી કિર્કની ભૂમિકા માટે જાણીતા અભિનેતા વિલિયમ શાટનર પણ ટ્વિટર પર નોકરી મેળવવાની પળોજણમાં પડ્યા છે. તેમણે લખ્યું કે, તે અનુભવી પણ છે. શટનરને ૨૦ ના દાયકાની શરૂઆતમાં Priceline.com પ્રવક્તા બનવા માટે ઇક્વિટીમાં ચૂકવણી કરવામાં આવી હતી. જેણે પોતાનો હિસ્સો ખૂબ જ ઝડપથી વેચી દીધો હતો તેને કોઈ નફો ના મળ્યો. એ જ રીતે એક ડઝનથી વધુ ચાહકોએ ટ્વિટર પર નોકરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
ઈલોન મસ્કને જૂના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી
અહેવાલ એવા છે કે ઈલોન મસ્કને ટ્વિટરના નવા સીઈઓ મળી ગયા છે. જોકે, હજુ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ન્યૂઝ એજન્સી રોઈટર્સ મુજબ મસ્કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને કહ્યું કે, તેમને કંપનીના મેનેજમેન્ટ પર બિલકુલ વિશ્વાસ નથી. તેમણે આ વાત સિક્યોરિટી એક્સચેન્જ કમિશન (SEC)માં પણ કહી છે. તે કંપનીનો ખર્ચ ઘટાડવા માટે બોર્ડ અને એક્ઝિક્યુટિવ્સના પગારમાં ઘટાડો કરશે.
વેરિફાઈડ ટ્વીટ્સને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે ચૂકવણી કરવી પડશે
આવનાર સમયમાં તમારે વેરિફાઇડ ટ્વીટ્સને એમ્બેડ કરવા અથવા ટાંકવા માટે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પાસેથી પૈસા વસૂલવાની પણ વાત કરી. આ ઉપરાં મસ્કે બ્લુ ટિક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સેવામાં તેની કિંમત સહિત અનેક ફેરફારો સૂચવ્યા હતા. હાલમાં, ટ્વીટર પ્રીમિયમ બ્લુ સેવાની કિંમત $2.99 છે.
કર્મચારીઓને રજા આપી શકે છે
બ્લૂમબર્ગના એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર માટે ભંડોળ ઊભું કરવાની પિચ દરમિયાન એલોન મસ્કે નોકરીમાં કાપ મૂકવાનો વિચાર રજૂ કર્યો હતો. જોકે, આ પ્રકારની ચર્ચા પર હજુ સુધી ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈલોન મસ્ક આવનારા સમયમાં ટ્વિટરને ફેસબુકની જેમ પૈસા કમાતી કંપની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તે સતત મંથન કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.