કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 2.0 કાર્યક્રમની જાહેરાત દિલ્હીથી કરી છે. આ કાર્યક્રમ 2 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં મેરાથૉન સાથે ફિટનેસ વેબિનાર કરવામાં આવશે.
2 ઓક્ટોબર સુધી આશરે 750 જિલ્લામાં આ કાર્યક્રમ યોજાશે. દરેક જિલ્લાના 75 ગામના 75 યુવાનો મેરાથૉનમાં ભાગ લેશે. સાથે જ 30 હજાર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટને સામેલ કરવામાં આવશે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે આશરે 7.50 કરોડ યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો.
દેશમાં કોરોના આવ્યા બાદ લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત થયા છે. લોકો પોતાને ફિટ રાખવા માટે ફિટનેસ ગેજેટ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ લોકોની પસંદ બની રહી છે.
GPS વોચ, બેન્ડ, ડિજિટલ પેડોમીટર જેવા તમામ ડિવાઈસ ફિટનેસ ક્રીક પોપ્યુલર થઈ રહ્યા છે. ડાયટ લેવલ માપવા માટે ગૂગલ જેવી દિગ્ગજ કંપની એવું સોફ્ટવેર બનાવી રહી છે કે તે ફોટો જોઈને તેની કેલરી કાઉન્ટ કરી લેશે. જાણો હેલ્થ ગેજેટ્સનાં ફીચર્સ વિશે...
1. ડિજિટલ પૅડોમીટર
દોડવા, જોગિંગ કરવા અથવા એક્સર્સાઈઝ કરતાં સમયે તેને કમરમાં પહેરવામાં આવે છે. તે કેલરી કાઉન્ટ કરે છે. જિમમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તે એક્સર્સાઈઝની સ્પીડ જણાવે છે સાથે જ કેલરી બર્ન ચાટ જણાવે છે. તે શરીરને કેટલી કેલરીની જરૂર છે તે પણ જણાવે છે. તે બેલેન્સ ડાયટ જાળવી રાખવામાં મદદ કરે છે. એક્સર્સાઈઝ પૂરી થઈ જવા પર તે અલાર્મ દ્વારા અલર્ટ આપે છે.
2. હાર્ટ રેટ મોનિટર
આ ડિવાઈસ કાર્ડિયો એક્સર્સાઈઝ કરવાના લોકો માટે ફાયદાકારક છે. બ્રિસ્ક વોક, ટ્રેડ મિલ અથવા જોગિંગમાં તેનો ઉપયોગ થાય છે. તે હાર્ટ અને પલ્સ રેટ જણાવે છે અને બ્લડ પ્રેશર મોનિટર કરે છે. તેને કાંડાંમાં પહેરવામાં આવે છે.
3. ફિટનેસ ટ્રેકર
તેની મદદથી વોકિંગ, જોગિંગ, સ્લીપિંગ, હાર્ટ રેટ મોનિટર કરી શકાય છે. ફિટનેસ ટ્રેકર ખરીદતાં સમયે ચકાસો કે તે વૉટરપ્રૂફ છે કે કેમ. જેથી સ્વીમિંગ અને પરસેવાના કારણે તે ખરાબ ન થાય.
4. મોબાઈલ એપ્લિકેશન્સ
એવી ઘણી એપ્લિકેશન્સ છે જે ફિટનેસ ટ્યુટોરિયલ્સથી લઈને લાઈવ એક્સર્સાઈઝ અને યોગ શીખવાડે છે. તે મોબાઈલ ડેટાના આધારે એક્ટિવિટીઝ પણ કાઉન્ટ કરે છે. તેની ખાસિયત એ છે કે તે સ્ટાર્ટર્સ માટે પણ એટલી જ કામની છે જેટલી સિરયસ રનર્સ માટે.
5. કેલરી કાઉન્ટિંગ ફીચર
માર્કેટમાં દરરોજ એવા ફિટનેસ ડિવાઈસ લોન્ચ થઈ રહ્યા છે જેમાં કેલરી કાઉન્ટિંગ ફીચર હોય. તે સર્વિંગ સાઈઝની તપાસ કરી યુઝરે કેટલું ભોજન લેવું જોઈએ તે જણાવે છે. તે યુઝરની થાળીમાં સામેલ ખોરાક કેટલી કેલરી ધરાવે છે તે પણ જણાવે છે. યુઝર માટે કયું ડાયટ યોગ્ય રહેશે અને કયું નહિ તે પણ જણાવે છે.
1. હાર્ટ રેટ મોનિટરિંગ અને SpO2 સેન્સર
હાર્ટ રેટ મોનિટર તો દરેક સ્માર્ટ બેન્ડમાં હોય છે પરંતુ SpO2 સેન્સર દરેકમાં હોતું નથી. તમે ફિટનેસ ટ્રેકર લેતાં સમયે ચકાસી લો કે તેમાં આ બંને ફીચર છે કે નહિ. હાર્ટ રેટ મોનિટર 24 કલાક તમારાં હૃદયના ધબકારાંનું મોનિટરિંગ કરે છે. SpO2 સેન્સર લોહીમાં રહેલા ઓક્સિજન લેવલની તપાસ કરે છે.
2. વૉટરપ્રૂફ/ IP રેટિંગ
તમારા ફિટનેસ ટ્રેકરમાં પરસેવો અને પાણીના છાંટાથી બચવાની સિસ્ટમ હોય તે જરૂરી છે. ટ્રેકર લેતાં પહેલાં ચકાસો કે તેને IP રેટિંગ મળ્યું છે કે કેમ.
3. બેટરી બેકઅપ
ફિટનેસ ટ્રેકરને દરરોજ ચાર્જ કરવા પડે તો તે અઘરું કામ થઈ જાય છે. તમારા ફિટનેસ ટ્રેકરમાં મિનિમમ 2 અઠવાડિયાંનું બેટરી બેકઅપ હોવું જોઈએ. 24 કલાક હાર્ટ રેટ મોનિટરિંગ ચાલું હોય તો પણ બેટરી 1 વીકનું બેકઅપ આપે તેવી હોવી જોઈએ.
ફિટનેસ ટ્રેકર પર કેટલો ખર્ચો કરી શકાય?
ઉપરોક્ત જણાવેલા તમામ ફીચર્સ ધરાવતા બેઝિક ફિટનેસ ટ્રેકર 2500 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે મળી રહે છે. GPS, વોટર પ્રૂફિંગ અને કેમેરા કન્ટ્રોલ જેવાં ફીચર ધરાવતા ટ્રેકર્સની કિંમત થોડી વધી જાય છે.
ફિટનેસ અંગે લોકો જાગૃત થયાં
કોરોનાકાળમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે. ઈન્ડિયન વિયરેબલ્સ માર્કેટમાં કોરોનાકાળમાં શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે. ગત વર્ષે રેકોર્ડ શિપમેન્ટ કર્યા બાદ આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 11 કરોડ યુનિટ્સનું વેચાણ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.