ટેક ગાઇડ:વ્હોટ્સએપ પર તમને કોઇએ બ્લોક કરી દીધા છે? જો ડાઉટ હોય તો આ ઇઝી ટ્રિક વાપરીને કન્ફર્મ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટેક્ટનું લાસ્ટ સીન અને પ્રોફાઇલ પિક્ચર ચેક કરીને પણ જાણી શકાય છે
  • જેણે બ્લોક કર્યો હોય તેને વીડિયો અથવા વોઇસ કોલ કરવાથી તે ફેલ થઈ જશે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ આજે એક જરૂરિયાત બની ગઈ છે. ચેટિંગ, વીડિયો કોલ્સ, શોપિંગથી લઇને ઓનલાઇન પેમેન્ટ સુધી એન્ગેજમેન્ટ વધારવા માટે કંપનીએ પ્લેટફોર્મ પર દરેક જરૂરી ફીચર્સ ઉમેરી દીધાં છે. એટલે કે એ કહેવું ખોટું નથી કે આ માત્ર પર્સનલ જ નહીં પણ પ્રોફેશનલ લાઇફનો પણ એક ભાગ બની ગયો છે.

પરંતુ ઘણી વખત આવી સ્થિતિ આવી જાય છે જ્યારે આપણે અથવા કોઈ આપણને વ્હોટ્સએપ પર બ્લોક કરી દઇએ છે. જો તમારે આ વાત કન્ફર્મ કરવી હોય તો નીચે આપેલી ટ્રીક ફોલો કરીને તમારો ડાઉટ ક્લિયર કરી શકો છો.

કોઈએ તમને વ્હોટ્સએપ પર બ્લોક કર્યા છે કે નહીં તે જાણવા માટે ઘણી રીતો છે. અહીં અમે તમને 4 સ્ટેપ્સ જણઆવી રહ્યા છીએ જેને એક પછી એક ફોલો કરવાના છે. છેલ્લાં સ્ટેપ્સ સુધી આવતા-આવતા તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે...

1. લાસ્ટ સીન અને પ્રોફાઇલ પિક્ચર
જો તમને બ્લોક કરવામાં આવ્યા હોય તો સૌપ્રથમ વસ્તુ જે તમારે કરવાની છે એ કે તે કોન્ટેક્ટનું લાસ્ટ સીન અને પ્રોફાઇલ પિક્ચર ચેક કરો. બ્લોક કરવા પર વ્યક્તિનું ઓનલાઇન સ્ટેટસ, લાસ્ટ સીન અને ફોટો દેખાવાનું બંધ થઈ જાય છે. જો કે, ઘણી વખત લોકો આ ત્રણ બાબતોને હાઇડ કરીને પણ રાખે છે. તેથી, ડાઉટને ક્લિયર કરવા માટે તમારે બીજા સ્ટેપ પર જવું પડશે.

2. મેસેજ પર બ્લુ ટિક
જ્યારે તમે કોઈને વ્હોટ્સએપ મેસેજ મોકલો તો મેસેજ રિસીવ થવા પર મેસેજની નીચે બ્લુ કલર આવી જાય છે. જો કોઇએ આપણને બ્લોક કરી દીધા હશે તો બ્લોક કરનાર વ્યક્તિને આપણો મેસેજ પહોંચતો જ નથી અને આ કારણોસર મેસેજ નીચે માત્ર સિંગલ ટિક જ બનેલું રહે છે. અમે સલાહ આપીશું કે તમારે એક કે બે દિવસ રાહ જોવી જોઈએ.

3. વોઇસ અથવા વીડિયો કોલ
જો તમને કોઈ કોન્ટેક્ટે બ્લોક કર્યો હશે તો તેમને કરેલો વીડિયો અથવા વોઇસ કોલ ફેલ થઈ જશે. જો કે, ધ્યાનમાં રાખવાની વાત એ છે કે અત્યાર સુધી ત્રણેય સ્ટેપ્સ નેટવર્ક પ્રોબ્લેમ અથવા પ્રાઇવસી સેટિંગ્સના કારણે પણ થઈ શકે છે. તેથી, અમે જે ચોથું સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ તે એ વાત સાબિત કરી દેશે કે સામેવાળી વ્યક્તિએ તમને બ્લોક કર્યા છે કે નહીં.

4. વ્હોટ્સએપ ગ્રુપ બનાવો
છેલ્લા સ્ટેપમાં તમારે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવવાનું છે. આ ગ્રુપમાં એ કોન્ટેક્ટ એડ કરવાનો છે જેના માટે તમને ડાઉટ છે કે તેને તમને બ્લોક કર્યો છે. આ દરમિયાન જો તમને 'couldn't add this contact on group' જેવો કોઈ મેસેજ મોબાઇલ સ્ક્રીન પર જોવા મળે તો સમજી જાઓ કે તે વ્યક્તિએ તમને બ્લોક કરી દીધી છે.