સ્પેશિયલ વિશ:ખાસ રીતે આપો દિવાળીની શુભકામના, વ્હોટ્સએપ પર તમારા ફોટોના સ્ટિકર અને ઇમોજી બનાવો અને કહો 'હેપ્પી દિવાલી'

24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ટેક્સ્ટ મેસેજ, GIF અને વીડિયો...સ્માર્ટફોનથી દિવાલીની શુભકામના આપવા માટે આ બધા મીડિયમ કોમન થઈ ગયા. જો તમે આ દિવાળી પર કંઇક ખાસ રીતે લોકોને હેપ્પી દિવાલી વિશ કરવા માગતા હો તો તમે તમારા ફોટોના જ સ્ટિકર અને ઇમોજી બનાવીને વ્હોટ્સએપ પર મોકલી શકો છો. તમારા ફોટા અને નામ સાથેના વ્હોટ્સએપ સ્ટિકર્સ મોકલીને ફેસ્ટિવલને વધુ સ્પેશિયલ બનાવી શકો છો. આ ઉપરાંત, તમે તમારા ફેસના ઇમોજી પણ મોકલી શકો છો. જો કે, ઘણા લોકો નથી જાણતા કે તેમના નામ અથવા ફોટાવાળા સ્ટિકર્સ વ્હોટ્સએપ પર કેવી રીતે બનાવી શકાય. યુઝરને ડિફોલ્ટ સ્ટિકરમાં આ ઓપ્શન મળતો નથી. તો ચાલો આવા સ્ટિકર બનાવવાની ટ્રિક જાણીએ...

વ્હોટ્સએપ પર તમારા ફેસ અને નામનું ઇમોજી બનાવો

 • જો તમે તમારા ચહેરા અને ફેસ એક્સપ્રેશનને લઇને ઇમોજી બનાવવા માગતા હો તો તમે ફ્રી એન્ડ્રોઇડ એપ્સની મદદથી આ કામ કરી શકો છો. આ માટે, તમે પ્લે સ્ટોર પર ઇમોજી મેકર સર્ચ કરો. અહીં ઘણી એપ્સ આવશે. સારા રેટિંગ અને રિવ્યૂ પ્રમાણે, તમે કોઈપણ એપ ઇન્સ્ટોલ કરી શકો છો. હવે એપ પર તમારા ફેસના અલગ-અલગ એક્સપ્રેશન્સવાળા ફોટોઝ ક્લિક કરો. પછી એપની મદદથી તેને કાર્ટૂન જેવા ઇમોજીમાં ફેરવો. તેને ફોનમાં ફોટો ફોર્મેટમાં સેવ કરી લો.
 • હવે તમારે Background Eraser અને Personal stickers for WhatsApp નામની 2 એપ્સ ઇન્સ્ટોલ કરવાની રહેશે. એન્ડ્રોઇડ યુઝર્સ આ એપ્સને પ્લે સ્ટોર પરથી ફ્રી ઇન્સ્ટોલ કરી શકે છે.
 • Background Eraser એપની મદદથી તમે કોઈ ફોટો અથવા બેકગ્રાઉન્ડ કાઢી શકો છો. એપમાં ફોટો ક્રોપ કરવાની સાથે તેને ઇરેજ કરવાનો ઓપ્શન મળે છે. ફોટોના બેકગ્રાઉન્ટ ઓટો, મેન્યુઅલ, મેજિક, રિપેર ટૂલની મદદથી સરળતાથી ઇરેઝ કરી શકો છો. ફોટો ઇરેઝ કર્યા પછી તેને PNG ફોર્મેટમાં સેવ કરી લો.
 • જો તમે એપ પર ફોટોનું બેકગ્રાઉન્ડ ડિલીટ ન કરી શકતા હો તો તેને ફોટોશોપ અથવા અન્ય સોફ્ટવેરની મદદથી કોમ્પ્યૂટર પર ઈરેઝ કરો. આ કામ www.remove.bg વેબસાઈટ પર જઈને પણ કરી શકાય છે. એડિટ કરેલા ફોટાને PNG ફોર્મેટમાં સેવ કરી લો. આ રીતે તમે ફોટો કે નામના ઘણા ફોટા સેવ કરી શકો છો. આ ફોટા ઈમોજી તરીકે કામ કરશે.
 • હવે Personal stickers for WhatsApp એપ ઓપન કરો. અહીં ફોનની PNG ફોર્મેટની તમામ ફાઇલ્સ દેખાશે. તમારા ફોટા પણ અહીં દેખાશે. તમારે ફક્ત આ ફોટાની સામે ADD પર ટેબ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક મિનિ વિંડો આવશે, તેને ફરી એકવાર એડ કરો. આ રીતે તમારા દ્વારા બનાવેલા ઈમોજીઝ વ્હોટ્સએપમાં સ્ટિકરવાળા લોકેશન પર પહોંચી જશે.

ઇમોજી સેન્ડ કરવાની પ્રોસેસ

 1. વ્હોટ્સએપ ખોલો અને તે કોન્ટેક્ટમાં જાઓ જેને તમે ઇમોજી મોકલવા માગો છો.
 2. હવે ટાઈપિંગ સ્પેસની બાજુમાં આપેલા સ્માઈલી પર ટેપ કરો.
 3. અહીં તમને નીચે સ્માઈલી સાથે GIF અને સ્ટીકરનો લોગો દેખાશે.
 4. સ્ટીકરના લોગો પર ટેપ કરો અને ઉપર આપવામાં આવેલાં લિસ્ટમાંથી બનાવેલી ઇમોજી સિલેક્ટ કરો.
 5. ઇમોજી પર ટેપ કરો અને તે સેન્ડ થઈ જશે.