- Gujarati News
- Utility
- Gadgets
- Hammer Airflow Review| Hammer Airflow Truly Wireless Earbuds Bluetooth Headset Gets 60 Hours Of Standby Time
ફર્સ્ટ ઓપિનિયન:હેમર એરફ્લોમાં 60 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે, પોટ્રોનિક્સના હાર્મોનિક્સ ટ્વિનને ટક્કર મળશે
- ફ્લિપકાર્ટ પર હેમર એરફ્લો ઈયરબડ્સ 1274 રૂપિયામાં અવેલેબલ છે
- તેના કેસમાં 300mAhની બેટરી મળે છે, જે 1.5 કલાકમાં ચાર્જ થાય છે
સ્વદેશી ઓડિયો ઈક્વિપમેન્ટ મેકર હેમરે થોડા દિવસ પહેલાં જ તેના સસ્તાં ઈયરબડ્સ એરફ્લોને ભારતમાં લોન્ચ કર્યાં છે. તેની કિંમત બજેટ ફ્રેન્ડલી છે. તેની ખરીદી કરવા પર તમારા ખિસ્સાં પર વધારે અસર નહિ થાય.
કંપનીએ ઓછાં બજેટમાં સ્ટાઈલિશ લુક આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં સારી બિલ્ટ ક્વોલિટી પણ મળે છે. તો ચલો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ હેમર ઈયરબડ્સમાં શું નવું છે, કયાં ફીચર્સ મળશે અને માર્કેટમાં ક્યા ઈયરબડ્સથી તેની ટક્કર થશે.
હેમર એરફ્લો ઈયરબડ્સ: કિંમત કેટલી છે?
- કંપનીની ઓફિશિયલ સાઈટ પર તેની કિંમત 1399 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ પર તેને 1274 રૂપિયામાં ખરીદી શકાય છે. તે મલ્ટિકલર અને બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.
- ફ્લિપકાર્ટ પર એક્સિસ બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર કેશબેકનો પણ લાભ મળશે.
- મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ થવા પર કંપની 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરન્ટી પણ આપી રહી છે. વોરન્ટી ક્લેમ કરવા માટે પ્રોડક્ટ ખરીદ્યાના 10 દિવસ અંદર ઓફિશિયલ સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવું જરૂરી છે.
હેમર એરફ્લો ઈયરબડ્સ: બેસ્ટ પાર્ટ શું છે?
પ્રથમ: સ્ટેન્ડબાય ટાઈમ
- અફોર્ડેબલ ઈયરબડ્સના ચાર્જિંગ કેસમાં 300mAhની બેટરી છે. તે ફુલ ચાર્જ થવા પર 1.5 કલાકનો સમય લે છે. તે ફુલ ચાર્જ પર 60 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે.
- બડ્સ પણ ઝડપથી ચાર્જ થાય છે. ફુલ ચાર્જ પર તે 4 કલાકનું બેકઅપ છે. ચાર્જિંગ કેસની મદદથી તેને 4 વાર ફુલ ચાર્જ કરી શકાય છે. તેથી બેટરી પૂરી થવાનું કોઈ ટેન્શન નથી.
બીજો: ડિઝાઈન
- ચાર્જિંગ કેસની પણ કંપનીએ એક્ટ્રેક્ટિવ ડિઝાઈન આપી છે. તેના ઉપરનું કવર ટ્રાન્સપરન્ટ છે. ચાર્જિંગ કેસની બોડી પણ સારા પ્લાસ્ટિક મટિરિયલથી બની છે, જે મજબૂત લાગે છે.
- સામેની તરફ 4 LED લાઈટ્સ છે, જે ચાર્જિંગ લેવલની જાણકારી છે. જોકે, માઈક્રો USB ચાર્જિંગ પોર્ટ મળે છે. જે થોડું જૂનું છે. તેની ડિઝાઈન સ્લીક છે, જેને આરામથી પોકેટમાં રાખી શકાય છે.
ત્રીજો: કન્ફર્ટ ફિટિંગ
- બડ્સ લાઈટવેટ છે, જે કાનમાં અટેચ થયા બાદ ભારેપણું મહેસૂસ નહિ થવા દે. બડ્સ દરેક સાઈઝના કાનમાં ફિટ થઈ જાય છે. તેના માટે બોક્સમાં સિલિકોન ટિપ્સ મળે છે, જે યુઝરને કમ્ફર્ટ આપે છે.
- જો તમે ફિટનેસ લવર છો અને મ્યૂઝિક લવર્સ પણ છો તો ઓછા બજેટમાં આ ઈયરબડ્સ સારો ઓપ્શન છે. આ ઈયરબડ્સની ફિટિંગ એટલી સારી છે કે જિમમાં બેસીને એક્સર્સાઈઝ પણ કરી શકાય છે.
ચોથો: ફીચર્સ
- બડ્સ ઉપર ફંક્શન બટન આપવામાં આવ્યા છે, જેમાં કોલ પિક એન્ડ ડ્રોપ, મ્યૂઝિક પ્લે/પોઝ અને સોન્ગ ચેન્જ કરી શકાય છે.
- સૌથી ખાસ વાત એ છે કે બડ્સના બટનને 3 ટેપ કરવા પર ગૂગલ અસિસ્ટન્ટ એક્ટિવ થઈ જાય છે. તેનાથી વોઈસ કમાન્ડ આપીને કોલિંગ, મ્યૂઝિક અથવા એપ ઓપન કરી શકાય છે.
- બડ્સ બ્લુટૂથ વર્ઝન 5.0ની મદદથી ફોનથી કનેક્ટ થાય છે. તેમાં 10 મીટરની રેન્જ મળે છે. તેમાં હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર, સ્ટેબલ પર્ફોર્મન્સની સુવિધા મળે છે.
- ખાસ વાત એ છે કે તેમાં મોનોમોડ કેપેબિલિટીનો સપોર્ટ પણ મળે છે. અર્થાત યુઝર ઈચ્છે તો સિંગલ બડ્સ ઉપયોગ કરી શકે છે.
હેમર એરફ્લો ઈયરબડ્સ: ક્લોઝ કોમ્પિટિટર કોણ છે?
- કિંમત પ્રમાણે કમ્પેર કરવામાં આવે તો માર્કેટમાં તેનો ક્લોઝ કોમ્પિટિટર પોટ્રોનિક્સ હાર્મોનિક્સ ટ્વિન મિની ઈયરબડ્સ છે. તેની ફ્લિપકાર્ટ પર કિંમત 1299 રૂપિયા છે. સ્પેસિફિકેશન ટેબલથી સમજીએ કયા ઈયરબડ્સ વધુ સારા છે.
ફીચર્સ | હેમર એરફ્લો | પોટ્રોનિક્સ હાર્મોનિક્સ ટ્વિન મિની |
બ્લુટૂથ વર્ઝન | 5.0 | 5.0 |
બ્લુટૂથ રેન્જ | 10 મીટર | 10 મીટર |
બેટરી | 300mAh | 320mAh |
LED ઈન્ડિકેટર | હા | હા |
પ્લેબેક ટાઈમ (બડ્સ) | 4 કલાક | 3 કલાક |
પ્લેબેક ટાઈમ (ચાર્જિંગ કેસ) | 16 કલાક | 12 કલાક |
સ્ટેન્ડબાય ટાઈમ | 60 કલાક | - |
વોટર રેઝિસ્ટન્ટ | ના | હા |
ચાર્જિંગ ટાઈમ | 1.5 કલાક | 1.5 કલાક |
- ટેબલ કમ્પેરિઝન પરથી જોઈ શકાય છે કે બંનેના સ્પેસિફિકેશન લગભગ એકસરખા છે. પરંતુ, હેમર એરફ્લોમાં વધારે પ્લેબેક ટાઈમ મળે છે. જોકે બડ્સ વોટર રેઝિસ્ટન્ટ નથી.
- જો વોટર રેઝિસ્ટન્ટ કેપેબિલિટી તમારી પ્રાથમિકતા છે તો પોટ્રોનિક્સ સારો ઓપ્શન છે, પરંતુ જો વધારે પ્લેબેક ટાઈમ જોઈએ છે અને વારંવાર ચાર્જિંગ કરવાથી છૂટકારો મેળવવો છો તો હેમર એરફ્લોની ખરીદી કરી શકો છો.