યુટ્યૂબે સંસદ ટીવી બંધ કર્યું:સંસદ ટીવી પર હેકર્સની તરાપ, નામ બદલીને 'Ethereum’ રાખ્યું ને ભળતું જ કન્ટેન્ટ પ્રસારિત કર્યું, હવે ચેનલ ઠપ

8 મહિનો પહેલા
  • સંસદ ટીવીના જોઈન્ટ સેક્રેટરીએ ચેનલ હેક થઈ હોવાની વાત જણાવી
  • મોડી રાતે ચેનલ પર હેકર્સે અનઓથોરાઇઝ્ડ સ્ટરીમિંગ કરતાં ચેનલ બંધ થઈ

યુટ્યૂબે સંસદ ટીવીનું ઓફિશિયલ અકાઉન્ટ સંસદ ટીવી બંધ કર્યું છે. આ ટીવીના કોઈ પણ વીડિયો ઓપન કરવામાં આવે તો 'વીડિયો અવેલેબલ નથી' તેવો મેસેજ પોપઅપ થાય છે. સંસદ ટીવી બંધ કરવા પાછળનું કારણ હેકિંગ છે. સંસદ ટીવીના જોઈન્ટ સેક્રેટરી પુનિત કુમારે જણાવ્યું કે, હેકર્સે ચેનલ હેક કરી યુટ્યૂબની ગાઈડલાઈન તોડી છે.

અકાઉન્ટ હેક કરી Ethereum નામ આપ્યું
પુનીત કુમારે નિવેદન આપી જણાવ્યું કે, સંસદ ટીવી ચેનલ પર 15 ફેબ્રુઆરી, 2022ની રાતે 1:00 વાગ્યે અનઓથોરાઈઝ્ડ એક્ટિવિટી થઈ. હેકર્સે સંસદ ટીવીનું નામ બદલી Ethereum કરી કાઢ્યું. તેથી ચેનલ બૅન થઈ ગઈ. CERT-In (ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ)એ તેની માહિતી આપી છે. ટીમ ચેનલ ફરી એક્ટિવ કરવાના પ્રયાસ કરી રહી છે.

ક્રિએટર્સ માટે યુટ્યુબની પોલિસી

  • ગૂગલે યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર અને ચેનલ ચલાવનારા માટે એક પોલિસી બનાવી છે. તે support.google.com પર લિસ્ટેડ છે. આ પોલિસી પ્રમાણે યુટ્યુબથી કમાણી કરનારા ક્રિએટરે પોલિસીનું પાલન કરવું જરૂરી છે. પોલિસીમાં યુટ્યુબ કમ્યુનિટીના દિશાનિર્દેશ, સર્વિસ કન્ડિશન, કોપીરાઈટ અને ગૂગલ એડસેન્સ પ્રોગ્રામની પોલિસી સામેલ છે. આ પોલિસી 'યુટ્યુબ પાર્ટનર કાર્યક્રમ'માં સામેલ થનારા લોકો માટે હોય છે.
  • જો તમે વીડિયોમાં જાહેર ખબર બતાડવાની સર્વિસ ઓન કરી કમાણી કરવા માગો છો તો તમારે ગાઈડલાઈન પ્રમાણે જ વીડિયો બનાવવો પડશે. આખી પોલિસી વાંચી તેને સમજ્યા બાદ જ કોઈ એક્શન લો.
  • રિવ્યૂઅર કમાણી કરનાર ચેનલ ગાઈડલાઈનનું પાલન કરે છે કે કેમ તે ચેક કરતાં હોય છે. તે કેવી રીતે થાય છે સમજો...

યુટ્યુબ કમ્યુનિટી ગાઈડલાઈન ફોલો ન કરી તો શું થશે?
કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા વીડિયોથી કમાણી કરી શકાતી નથી. તેને પ્લેટફોર્મ પરથી દૂર કરાય છે. ક્રિએટર્સ એ વાતથી પરિચિત હોવા જોઈએ કે ગાઈડલાઈન કોઈ એક વીડિયો માટે નહિ આખી ચેનલ માટે લાગુ થાય છે. ક્રિએટરે ધ્યાનમાં રાખવા જેવી બાબતો...

જો ક્રિએટર યુટ્યુબની ગાઈડલાઈન ફોલો નહિ કરે તો પૈસા નહિ કમાઈ શકે અને ચેનલ બૅન થઈ જશે. તેનો રિવ્યૂ ન કરવામાં આવે તો ચેનલ બૅન જ રહે છે. યુટ્યુબ પોતાની ગાઈડલાઈન અંગે કડકાઈ દર્શાવે છે.