તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Government To Set Up Nodal Agency To Crack Down On Telecom Fraud, Crack Down On Companies For Violating Rules

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર એક્શનમાં:ટેલિકોમ છેતરપિંડી સામે કાર્યવાહી કરવા સરકાર નોડલ એજન્સી બનાવશે, નિયમોનું ઉલ્લંઘન કરવા પર કંપનીઓની સામે કડક કાર્યવાહી થશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેલિકોમ મંત્રાલયે કહ્યું કે, ફ્રોડ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શનની એક સિસ્ટમ બનાવવામાં આવશે
  • ગ્રાહકોની પજવણીમાં સામેલ ટેલિમાર્કેટર્સ અને વ્યક્તિઓની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

સરકાર ટેલિકોમ સંબંધિત છેતરપિંડીના કેસોની તપાસ માટે લૉ એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની સાથે કામ કરવા માટે ડિજિટલ ઈન્ટેલિજેન્સ યુનિટ (DIU)નામની એક નોડલ એજન્સી બનાવવાની યોજના બનાવી રહી છે. તેનો હેતુ ભારતમાં ડિજિટલ છેતરપિંડીને રોકવામાં મદદ કરવાનો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેમાં હેરાન કરતા મેસેજ અને કોલ, વારંવાર હેરાન કરતા SMS અને ફ્રોડ લોનના વધતા કેસ પર ચર્ચા થઈ હતી.

ડિજિટલ ઈન્ટેલિજેન્સ યુનિટ ઉપરાંત ટેલિકોમ મંત્રાલયે જણાવ્યું હતું કે, સ્પેસિફિક ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) સિસ્ટમ માટે એક લાઈસન્સ સર્વિસ એરિયા (LSA) લેવલ પર બનાવવામાં આવશે જેથી દેશમાં ડિજિટલ છેતરપિંડીના કેસોને શોધીશકાશે. આ સિસ્ટમ, ડિજિટલ ઈકોસિસ્ટમમાં લોકોનો વિશ્વાસ મજબૂત કરશે અને મુખ્ય રીતે મોબાઈલના માધ્યમથી સુરક્ષિત અને વિશ્વસનીય નાણાકીય ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરશે.

ગ્રાહકોની પજવણીમાં સામેલ લોકો પર કડક કાર્યવાહી થાય

  • બેઠકમાં પ્રસાદે અધિકારીઓને ટેલિકોમ સબસ્ક્રાઈબર્સના પજવણીમાં સામેલ ટેલિમાર્કેટર્સ અને વ્યક્તિઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશન આપ્યો. તેમણે જણાવ્યું કે, નાણાકીય છેતરપિંડી કરવા માટે દેશમાં દૂરસંચાર સંસાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
  • જો કે, ટેલિકોમ ઓપરેટર્સને સબસ્ક્રાઈબર્સને સ્પામ અને હેરાન કરનાર કમ્યુનિકેશનને રોકવા માટે ડૂ નોટ ડિસ્ટર્બ (DND)ની સુવિધા પ્રદાન કરે છે. જો કે, DNDમાં રજિસ્ટર્ડ લોકોને કોમર્શિયલ કમ્યુનિકેશન પ્રાપ્ત થાય છે. તે રજિસ્ટર્ડ અને અન-રજિસ્ટર્ડ બંને યુઝર્સને મળે છે.
  • તે ઉપરાંત પ્રસાદે દૂરસંચાર વિભાગના અધિકારીઓને દેશના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સની સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા અને આ વિશે નિર્ધારિત નિયમો અને પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

નિયમોનું ઉલ્લંઘન કરશે તો કંપની પર દંડ લાદવામાં આવશે
કોઈપણ ઉલ્લંઘનના કેસમાં DND સેવા નિયમોને રદ કરનારની સામે નાણાકીય દંડ લાદવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. મંત્રાલયે વારંવાર ઉલ્લંઘન કરવાના કેસમાં સંસાધનોને પણ અલગ કરવાની યોજના બનાવી. દૂરસંચાર સંસાધનોના દુરૂપયોગથી વધતી નાણાતીય છેતરપિંડીને રોકવા માટે સરકાર એક વેબ/મોબાઈલ એપ અને SMS બેઝ્ડ સિસ્ટમ બનાવવાની યોજના પણ બનાવી રહી છે. આ સિસ્ટમ સંબંધિત વ્યક્તિ પોતાની ફરિયાદને નોંધી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો