સાયબર ક્રાઈમથી સાવચેત રહો:સરકારના સાયબર એક્સપર્ટે જણાવ્યું- હેકર કેવી રીતે તમારા ડિવાઈસ પર અટેક કરે છે, 10 સવાલના જવાબથી જાણો તેનાથી કેવી રીતે બચશો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયબર અટેક... આ એવો એક શબ્દ છે જે લોકોની રાતોની ઊંઘ અને દિવસના સુખ છીનવી લે છે. તેની મદદથી હેકર્સ લોકોના ડેટા અને ઈન્ફોર્મેશન ચોરી કરે છે સાથે જ બેંક અકાઉન્ટ પણ ખાલી કરે છે. સાયબર અટેક વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે. આ જ કારણ છે કે ફોન પર આવેલા એક SMS, વ્હોટ્સએપ પર આવેલા મેસેજ કે પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનનોન લિંક પર ક્લિક કરવાથી યુઝર્સને રડવાનો વારો આવે છે.

સાયબર અટેક શું હોય છે? દૂર બેસીને કોઈ કેવી રીતે એક લિંકની મદદથી તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે? કેવી રીતે તમારા પર્સનલ કમ્પ્યુટરનો ડેટા ચોરી થાય છે? આ તમામ સવાલોના જવાબ ભારત સરકારના સાયબર સલાહકાર ડૉ. નિશાકાંત ઓઝા જણાવી રહ્યા છે...

સવાલ: સાયબર અટેક શું હોય છે?
જવાબ
: તેને એ રીતે સમજી શકાય કે કોઈક અજાણી વ્યકિત તમારા ઘરે આવીને દરવાજો ખખડાવે અને તમે દરવાજો ખોલી દો તો તે ઘરમાં ઘુસીને કંઈ પણ કરી શકે છે, પરંતુ જો તે દરવાજો ખખડાવે અને તમે સાવચેતી રાખીને સવાલ કરો તમે કોણ? કોને મળવું છે? તેના જવાબ અયોગ્ય લાગતા તમે તેને ઘરમાં એન્ટ્રી જ ન આપો. આ જ રીતે ફોન, કમ્પ્યુટર અથવા અન્ય ડિવાઈસ પર જે મેસેજ આવે છે તેને ઓપન કરતાં પહેલાં સાવચેતી રાખવી જોઈએ.

આ સમયે મોટા ભાગની વસ્તુઓ ડિજિટલ બની છે. આપણે ડિજિટલ ઈન્ડિયાની તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. દરેક કામ માટે એક મશીનની જરૂર છે. તેના વગર છૂટકો નથી. તેવામાં જ્યારે આપણે એક મશીન પર નિર્ભર થયા છીએ તો આપણો ડેટા અથવા ઈન્ફોર્મેશન એક પ્લેટફોર્મ પર ટ્રાવેલ કરવા લાગે છે. તેને સિક્યોર કરવાની જરૂર છે. જ્યારે કોઈ ડેટા એક લોકેશનથી બીજા લોકેશન પર જાય છે તો તેને પ્રોટેક્ટ કરવા જરૂરી છે.

સાયબર અટેકર તમારા વિચારો જાણવાનો પ્રયાસ કરે છે. તે માલુમ કરે છે કે કયા યુઝરને કઈ વસ્તુનાં માધ્મયથી ટાર્ગેટ કરી શકાય છે. સાયબર અટેક 1 મિનિટ અથવા 1 દિવસમાં નથી થતાં બલકે તે લાંબા સમયથી પ્લાનમાં હોય છે.

સવાલ: સાયબર અટેક સંબંધિત સિક્યોરિટીની જરૂર શા માટે?
જવાબ:
કોવિડ-19માં ડિજિટલાઈઝેશનનું એક નવું રૂપ સામે આવ્યું છે. વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન એજ્યુકેશન જેવા નવા કોન્સેપ્ટનું ચલણ વધ્યું છે. ડિજિટલાઈઝેશન વધવાથી હેકર્સને પણ અવનવાં અવસર મળી રહ્યા છે. તેવામાં લોકોએ એ વાત સમજવી જોઈએ કે, ડેટા ક્યારે કોને અને કેટલી માત્રામાં શેર કરવો જોઈએ. આ વાત સમજાઈ જાય ત્યાં સુધી તમે સુરક્ષિત છો. આ વાતને બાળકોથી લઈને વૃદ્ધોએ સમજવાની જરૂર છે.

સાયબર ક્રાઈમથી બચવા માટે અલર્ટ રહેવું જરૂરી છે, કારણ કે ઘણી વખત સંવેદનશીલ પદ પર બેસેલા સીનિયર અધિકારી પણ તેનો શિકાર બને છે. તેમની પાસે હેકરનો ફોન આવે છે જે તેમને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ હેક થવાની વાત કહી તેમનો પિન નંબર અથવા અન્ય ડેટા લે છે. આવી સ્થિતિમાં ઘણી વખત યુઝરના મગજનું સંતુલન બગડી જાય છે અને તે ભૂલ કરી બેસે છે. આ જ કારણ છે કે સાયબર સિક્યોરિટીનું ધ્યાન રાખવું જરૂરી છે.

સવાલ: સાયબર અટેકથી શું નુક્સાન થાય છે?
જવાબ
: સાયબર અટેકનો અર્થ લોકો પાસેથી પૈસા ચોરી કરવાનો જ નથી થતો બલકે જેહાદ પણ થાય છે, આતંકી ગતિવિધિઓ પણ હોઈ શકે છે. તેનાથી લોકોને ભડકાવામાં આવે છે. આવી તમામ વસ્તુઓ રોકવા માટે સાયબર સિક્યોરિટીની જરૂર હોય છે. આપણે જે લેવલે હોવું જોઈએ તેનાથી આપણે ઘણા દૂર છીએ. આજે પણ આપણે થિયરીને વધારે માનીએ છીએ પ્રેક્ટિલ નથી કરતા. તેને લીધે ભારતમાં 1 દિવસમાં આશરે 47 હજાર સાયબર અટેક થાય છે.

નોર્થ કોરિયા, ચીન, વેસ્ટ એશિયન દેશોમાં સૌથી વધારે સાયબર અટેક કરવામાં આવી રહ્યા છે. આજના સમયમાં વૉર, ગેમ્સ, બિઝનેસ બધુ જ ઈન્ફોર્મેશન બેઝ્ડ છે. અર્થાત ઈન્ફોર્મેશન લીક થઈ તો મુશ્કેલી આવવી નિશ્ચિત છે. ચીન દુનિયાનો એવો દેશ છે જેણે વર્ષો પહેલાં આ બાબત ગંભીરતાથી લીધી હતી. તેની 50% ફોર્સ (પીપલ્સ લિબરેશન આર્મી) સાયબર સિક્યોરિટી સમજે છે. તેવામાં આપણે પણ તેને સમજવી જરૂરી છે.

સવાલ: શું લોકો પોતાના ડિવાઈસને સાયબર અટેકથી સુરક્ષિત રાખી શકે છે?
જવાબ:
સાયબર વર્લ્ડમાં હંમેશાં કહેવામાં આવે છે કે બધુ સુરક્ષિત છે પરંતુ કશું હોતું નથી. સ્માર્ટફોન અને કમ્પ્યુટર તો એક માત્ર ડિવાઈસ છે. સાયબર અટેક ક્યારેય પણ ડિવાઈસ પર નથી થતા બલકે તેના પર ઉપયોગમાં લેવાતાં અલગ અલગ પ્લેટફોર્મ પર થાય છે.

હેકરને જો કોઈના પર સાયબર અટેક કરવો હોય તો તે એ નહિ જુએ કે તમારી પાસે કયો ફોન કે કયુ કમ્પ્યુટર છે. તે એ જોશે કે તમે કયા સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ છો. કેવા ગેજેટ્સ ઉપયોગ કરો છો. હેકરને માત્ર તમારા ડિવાઈસનો એક્સેસ જોઈતો હોય છે. તેથી તે કોઈ પણ પ્લેટફોર્મનાં માધ્યમથી તમારા ડિવાઈસમાં એન્ટ્રી લઈ શકે. તેથી જરૂરી છે કે તમે પોતાની ઈન્ફોર્મેશનને શેર કરતાં પહેલાં ધ્યાન રાખો કે તે કયા પ્રકારની છે અને તેને ક્યાં લઈ જવામાં આવે છે.

સવાલ: શું એન્ટિ વાઈરસથી સાયબર અટેક અટકાવી શકાય છે?
જવાબ:
હવે સાયબર અટેક મેલ, ફિશિંગ, મેસેજ, ફોટો ગમે તે રીતે કરી શકાય છે. હેકર તમારા વ્હોટ્સએપ પર એક મેસેજમાં લિંક મોકલે છે તમે તેના પર ક્લિક કરો છો તો હેકરને તમારા ડિવાઈસનો એક્સેસ મળી જાય છે. તે પોતાના ફાયદા પ્રમાણે તમને નુક્સાન પહોંચાડે છે. અર્થાત કોઈ પણ એન્ટિ વાઈરસ અથવા અન્ય સોફ્ટવેરથી તમારું ડિવાઈસ સુરક્ષિત ન હોઈ શકે. આ જ રીતે વ્હોટ્સએપને બદલે ટેલિગ્રામ અથવા વાયરનો ઉપયોગ કરવો એ સમાધાન નથી કારણ કે હેકર તમારા વ્હોટ્સએપ અકાઉન્ટને હેક કરી શકે છે તો તે ટેલિગ્રામ અથવા વાયરને પણ હેક કરી શકે છે.

સાયબર અટેકથી બચવા માટે પ્રથમ પગલું શું છે?
જવાબ:
જ્યારે તમે કોઈથી કનેક્ટ થાઓ છો તો તમારે સોર્સ, મોડ અને પાથ સ્ટડી કરતા આવડવો જોઈએ. અર્થાત આ ઈન્ફોર્મેશન ક્યાંથી આવી રહી છે? શું હું આ વ્યક્તિને ઓળખું છું? આ વ્યક્તિને મારાથી કઈ ઈન્ફોર્મેશન જોઈએ છે? તે મારા સાથે કેવી રીતે કનેક્ટેડ છે? જો તમે આ તમામ વાતોની સ્ટડી કરી તો તમને કોઈ નુક્સાન નહિ પહોંચાડી શકે.

સવાલ: સાયબર અટેકની સંખ્યા કેવી રીતે ઘટાડી શકાય છે?
જવાબ:
આપણે ત્યાં જેટલી પણ સાયબર સિક્યોરિટી ફર્મ છે તે એકલી જ કામ કરે છે. તે પોતાની ઈન્ફોર્મેશન શેર કરતી નથી. તેવામાં તમારી ઈન્ફોર્મેશનનો ફ્લો નહિ હોય તો નુક્સાન થવું નક્કી છે. જેમ કે માની લો કે મને માલુમ પડ્યું કે 3500 છોકરાઓનું વ્હોટ્સએપ કે ટેલિગ્રામ પર જેહાદી રિક્રુટમેન્ટ ચાલી રહ્યું છે, પરંતુ આ ઈન્ફોર્મેનશ મેં મારા પાસે જ રાખી. જ્યાં સુધી આ માહિતી સુરક્ષા એજન્સી પાસે નહિ પહોંચે તો આ માહિતી મારી પાસે હોય તેનો શું મતલબ?!

સવાલ: ડેટા ચોરી કરી હેકર્સને શું ફાયદો થાય છે?
જવાબ:
આપણા જ લોકો આપણને હેક કરી રહ્યા છે. એજન્સી હેકર્સને ડિફેન્સ કરવા માટે રિક્રૂટ કરે છે, પરંતુ તે આપણને જ હેક કરી રહ્યા છે. અમે એક કેસ આઈડેન્ટિફાય કર્યો હતો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હેકિંગને કારણે પકડાયા. આ તમામ યુનિવર્સિટીમાં ભણતા હતા અને હેકિંગ પણ કરી રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તમે આવું શા માટે કરી રહ્યા છો તો તેમણે જણાવ્યું કે, તેમને આ વિશે કશું ખબર નથી. તેમને ડાર્ક વેબ પર એક મેસેજ આવ્યો કે કોઈ ઓર્ગેનાઈઝેશનને ડેટા જોઈએ છે તેના માટે બિટકોઈન ટ્રાન્સફર કરી રહ્યા છે. તેવામાં તેઓ માહિતી ચોરી કરી આગળ પહોંચાડી દે છે. ત્યારબાદ તમારી આ માહિતીનો હેકર્સ ખોટી રીતે ઉપયોગ કરે છે.

સવાલ: તમારા ડિવાઈસ પર સાયબર અટેક થઈ ગયો તો શું કરશો?
જવાબ:
હેકર્સ SMS સાથે એક લિંક પણ મોકલે છે તેમાં માલવેર હોચ છે. યુઝર આ લિંક પર ક્લિક કરે તો માલવેર ફોનમાં એક્ટિવ થઈ જાય છે. આવી સ્થિતિ બને તો સિસ્ટમને શટડાઉન કરવી જોઈએ. તેનાથી કનેક્ટિવિટી બ્રેક થઈ જશે, પરંતુ કોઈ નુક્સાન નહિ થાય તેની કોઈ ગેરન્ટી નથી. આવું થાય તો ફોન બંધ કરી સિમ કાઢી દેવું જોઈએ અને 10 સેકન્ડ બાદ ઓન કરવું જોઈએ.

સવાલ: સાયબર ક્રાઈમથી બચવા માટેની સરળ ટિપ્સ શું છે?
જવાબ:
માની લો કે હેકર્સે એ યુઝરના વ્હોટ્સએપ પર મેસેજ કરીને લખ્યું કે, આજે માર્કેટમાં દાળ અને ચોખાની આટલી કિંમત છે. ત્યારે યુઝરને લાગશે કે આ મેસેજ સરકાર તરફથી કરવામાં આવ્યો છે. તેના સાથે આપેલી લિંક પર યુઝર ક્લિક કરશે તો હેકર્સ તેના બેંક અકાઉન્ટને હેક કરી લેશે. તેને રોકવાનો એક માત્ર ઉપાય છે લોકોમાં સાયબર અટેક પ્રત્યે જાગૃતતા લાવવી. તેમને આવા મેસેજ કે લિંકથી થતાં નુક્સાનથી અવગત કરાવવા. જ્યારે લોકો પ્રેક્ટિકલ રીતે તેને સમજશે તો વધારે જાગૃત થશે. તો બની શકે આવી ઘટનાઓ આપણે કન્ટ્રોલ કરી શકીએ.

લોકો પોતાના સાયબર ગેજેટ્સ કેરફુલી ઉપયોગ કરી રહ્યા છે કારણ કે તમે કઈ ક્ષણે પોતાના પરથી કન્ટ્રોલ ગુમાવી દેશો તે માલુમ રહેતું નથી. હેકર્સ હંમેશાં ગોલ્ડન ચાન્સની શોધમાં રહે છે. જ્યારે તમે કોઈ સાથે કમ્યુનિકેશન કરો છો, ફ્રેન્ડ લિસ્ટમાં નવા નામ ઉમેરો છો અને તેમને કોઈ પણ પ્રકારની ડિટેલ આપો છો તો તે દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...