• Home
  • Utility
  • Gadgets
  • Government bans 47 Chinese apps, 250 apps on radar, including PUBG developed by Chinese company

ડિજિટલ સ્ટ્રાઈક પાર્ટ 2 / સરકારે 47 ચાઈનીઝ એપ બેન કરી, ચાઈનીઝ કંપની દ્વારા ડેવલપ કરાયેલી PUBG સહિત 250 એપ્સ રડાર પર

X

  • બેન કરવામાં આવેલી તમામ એપ્સ અગાઉ બેન કરવામાં આવેલી 59 એપ્સની ક્લોન એપ્સ છે
  • રિપોર્ટ અનુસાર, સરકારે તમામ એપ્સના માલિકોને એપ બેન કરવાની જાણ કરી
  • સરકાર દેશની સુરક્ષા માટે જોખમી અને ચીન સરકાર સુધી ડેટા પહોંચાડતી એપ્સનું મોનિટરિંગ કરી રહી છે
  • રિપોર્ટ પ્રમાણે, સરકાર PUBG સહિત 250 એપ્સ પણ બેન કરી શકે છે

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:05 PM IST

ટિકટોક સહિતની 59 ચાઈનીઝ એપ્સ બેન કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે અન્ય 47 ચાઈનીઝ એપ્સ બેન કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ એપ દેશની સુરક્ષા માટે જોખમકારક હોવાથી અને ચીન સરકારને ડેટા શેર કરતી હોવાથી તેને બેન કરવામાં આવી છે. સત્તાવાર રીતે ટૂંક સમયમાં સરકાર આ તમામ 47 એપ્સનું લિસ્ટ જાહેર કરશે.

ચાઈનીઝ કંપની અલીબાબા સાથે જોડાયેલી અને વિવિધ કેટેગરીમાં સામેલ થતી 250 ચાઈનીઝ એપ્સ પણ સરકારના રડારમાં છે. ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ પ્રમાણે, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીએ બેન કરવામાં આવેલી એપ્સની કંપનીઓને તેની જાણ કરી છે. સરકારે ચેતવણી આપતા કહ્યું છે કે, જો આ બેન કરવામાં આવેલી એપ્સ ફરી ભારતમાં કાર્યરત થઈ તો સરકાર તેના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરશે.

તમામ 47 એપ્સ અગાઉ બેન કરવામાં આવેલી એપ્સની ક્લોન
બેન કરવામાં આવેલી તમામ ચાઈનીઝ એપ્સ અગાઉ બેન થયેલી ચાઈનીઝ એપ્સની ક્લોન એપ્સ હતી. અર્થાત બેન કરવામાં આવેલી ચાઈનીઝ એપ્સના તમામ ફીચર્સ આ એપ્સ ધરાવતી હતી અને તે મૂળ ચીનથી ઓપરેટ થતી હતી.

રિપોર્ટ્સ પ્રમાણે, આ એપ્સને સેક્શન 69A ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત બેન કરવામાં આવી છે. અગાઉ બેન કરવામાં આવેલી 59 એપ્સ પર પણ આ એક્ટ હેઠળ જ પ્રતિંબંધિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં ગલવાન ઘાટી સીમા વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે સરકારે 59 ચાઈનીઝ એપ્સ બેન કરી ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી.

PUBG સહિત અનેક એપ્સ બેન થઈ શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે અન્ય 250થી વધારે ચાઈનીઝ એપ્સનું લિસ્ટ બનાવ્યું છે. તેમાં પોપ્યુલર ગેમિંગ એપ PUBG પણ સામેલ છે. આ એપ મૂળ તો દક્ષિણ કોરિયાની છે પણ તેને ચીનમાં ડેવલપ કરવામાં આવી છે. આ લિસ્ટમાં શાઓમીની ઝિલી, ચાઈનીઝ ઈ કોમર્સ સાઈટ અલિબાબાની અલિએક્સપ્રેસ એપ, બાઈટ ડાન્સની Resso અને ULike સહિતની અનેક એપ્સ સામેલ છે.

એપ્સ માટે સરકાર નવો કાયદો બનાવી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર એપ્સ માટે નવા કાયદો બનાવી રહી છે. નવા કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સરકારી એજન્સીઓ કામ કરી રહી છે. સાઈબર સુરક્ષા વધારવા માટે અને ભારતીય યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે નવા નિયમો લાવવામાં આવી શકે છે.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ ચાઈનીઝ એપ બેન કરવાના સંકેત આપ્યા
ભારતે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ બેન કરતાં જ દુનિયાભરમાં ચાઈનીઝ એપ્સ બેન કરવાના અવાજો ઉઠ્યા છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ટિકટોક સહિત અનેક ચાઈનીઝ એપ્સ બેન કરવાના સંકેત આપી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકના બહાને અનેક વખત ચીનને આડેહાથ લઈ ટિપ્પણી કરી છે. ભારત સરકારે અગાઉ દેશની સુરક્ષા માટે જોખમી 59 ચાઈનીઝ એપ બેન કરી હતી. આ તમામ બેન થયેલી એપ્સનું લિસ્ટ આ પ્રમાણે છે:

  • TikTok
  • Shareit
  • Kwai
  • UC Browser
  • Baidu map
  • Shein
  • Clash of Kings
  • DU battery saver
  • Helo
  • Likee
  • YouCam makeup
  • Mi Community
  • CM Browser
  • Virus Cleaner
  • APUS Browser
  • ROMWE
  • Club Factory
  • Newsdog
  • Beutry Plus
  • WeChat
  • UC News
  • QQ Mail
  • Weibo
  • Xender
  • QQ Music
  • QQ Newsfeed
  • Bigo Live
  • SelfieCity
  • Mail Master
  • Parallel Space
  • Mi Video Call — Xiaomi
  • WeSync
  • ES File Explorer
  • Viva Video — QU Video Inc
  • Meitu
  • Vigo Video
  • New Video Status
  • DU Recorder
  • Vault- Hide
  • Cache Cleaner DU App studio
  • DU Cleaner
  • DU Browser
  • Hago Play With New Friends
  • Cam Scanner
  • Clean Master — Cheetah Mobile
  • Wonder Camera
  • Photo Wonder
  • QQ Player
  • We Meet
  • Sweet Selfie
  • Baidu Translate
  • Vmate
  • QQ International
  • QQ Security Center
  • QQ Launcher
  • U Video
  • V fly Status Video
  • Mobile Legends
  • DU Privacy

બેન કરવામાં આવેલી આ તમામ 59 ચાઈનીઝ એપ્સને ગૂગલે પ્લે સ્ટોર પર અને એપલે એપ સ્ટોર પર બ્લોક કરી છે. કોઈ પણ હિસાબે ભારતીય યુઝર્સ આ બેન થયેલી એપ્સનો એક્સેસ કરી શકતા નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી